લીંબુ ના રોપ વાવતા વખતે ખાતર સાથે નાખો આ એક ચીજ, એકી સાથે ઘણા લીંબુ નો આવશે પાક, આજે જ અજમાવી જુઓ

મિત્રો આજ ના આ આર્ટીકલ મા આપણે લીંબુ ના છોડ વિશે વાત કરવાની છે. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે લીંબુ નુ છોડ તો એકદમ મોટુ થઇ જાય છે પણ તેમા પૂરતા પ્રમાણ મા લીંબુ હોતા નથી. તો આ સમસ્યા થી છુટકારો મેળવવા માટે સૌથી પહેલા તમે જે કુંડામા લીંબુ ના છોડ ને વાવ્યો છે તે ૧૪ ઈંચ નુ હોવું જોઈએ. તેના થી વધુ મોટુ કુંડુ હોત તો પણ ચાલશે. માટી કે સિમેન્ટ નુ જ કુંડુ લેવું અને આ બંને માંથી જો ન મળે તો જ પ્લાસ્ટીક નુ કુંડુ વાપરવું.

તમે જ્યારેપણ કોઈ નવા લીંબુ નો રોપ ઉગાવતા હોય તો તેના ગમલા મા પચાસ ટકા માટી ઉમેરવી તેમજ ત્રીસ ટકા મોટા હોય તેવા કાંકરાળી રેતી નાખવી તેમજ બાકી ના સુકાય ગયેલા વૃક્ષ ના પાન હોય તો તેનો ભૂકો કરીને નાખવો જોઈએ. એ માટી મા ફંગસ નથી લાગવા દેતું એટલે આવી રીત ની માટી ગમલા મા નાખવી. હવે તમારે લીંબુ ના રોપડા ને ગમલા ને એવી જગ્યાએ રાખવુ કે જ્યાં સારો તડકો આવતો હોય પરંતુ તેના પર ફક્ત પાંચ થી છ કલાક માટે જ તડકો આવે એવી જગ્યા ની પસંદગી કરવી.

જો તમારી અગાસી ઉપર કે આંગણા મા સારો તડકો અને છાયો ન આવતો હોય તો લીંબુ ના રોપ મા લીંબુ ઓછા પ્રમાણમા આવશે આ માટે જ જ્યાં લીંબુ નો રોપ રાખો ત્યાં તડકો આવવો જોઈએ અને ખાસ વાત તો એ છે કે તેને પૂરતા પ્રમાણ મા ખાતર પણ જોશે. દર મહીને આ રોપ મા મોનમિલ નાખવુ જોઈએ. આ ખાતર જાનવર ના હાડકાઓ માથી બને છે. આ ખાતર ને આપણા ગમલા ના મૂળ થી થોડો દુર ગોળ ખાંડો બનાવીને નાખવુ. મોનમિલ મા વધુ પ્રમાણમા ફોસ્ફરસ હોવા થી તે રોપ માટે સારું સાબિત થાય છે અને છોડ ને કેલ્શિયમ પણ મળી રહે છે.

તમે કેળા ની છાલ ને સૂકવીને તેમજ તેનો ભુક્કો બનાવીને પણ આ રોપ મા નાખી શકો છો. આ બધા ખાતર તો સોલીડ હતા હવે વાત કરીએ લીક્વીડ ખાતર ની. બીજું એક ડોલ પાણીમા કેળા ની છાલ, લીંબુ ના છોતરાં, ગોળ તેમજ વેસ્ટ કમ્પોઝર આ તમામ વસ્તુઓ મિક્સ કરીને પાણી ને એક અઠવાડિયા સુધી સડવા માટે રાખી દો.

ત્યારબાદ આ પાણી ને માટી ને પીવડાવવામા આવે અથવા તો રોપ ના પાંદડા મા સ્પ્રે ની મદદ થી છાંટવામા તો પણ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો દર વર્ષે લીંબુ ના છોડ મા જો બે થી ત્રણ વખત ફૂલ આવે છે અને જેવો શિયાળો શરૂ થાય કે તરત તેના પાંદડાઓ ખારવા લાગે છે. તો તમારે આ છોડ ને કાઢી ને ફેંકવુ ન જોઈએ. આ એક કુદરતી પદ્ધતિ છે. તે કરવા થી તમારા લીંબુ ના છોડ મા લીંબુ પણ વધારે આવશે અને સુકાશે પણ નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.