લગ્નના માત્ર ૨ દિવસ પહેલા જ યુવકે થનાર પત્નીની બહેનપણી સાથે પાર કરી તમામ હદ…

લગ્નના માત્ર ૨ દિવસ પહેલા એક યુવકે થનાર પત્નીની બહેનપણી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું આચર્યું દુષ્કર્મ. અમેરિકાનાં પોકોનોસમાં લગ્નની પ્રસંગમાં યુવકે પોતાની થનારી પત્નીની બહેનપણીની સાથે આ સંગીન અપરાધને આપ્યો હતો અંજામ. કોર્ટના રેકોર્ડ મુજબ યુવતી તે સમયે ખુબ નશામાં હતી અને તે જ સ્થિતિમાં યુવકે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ કરી જાતીય સતામણી કરી હતી.

એફિડેવિટ મુજબ આ ઘટના રાત્રે પ્રી-વેડિંગ પાર્ટી દરમિયાન થઈ હતી. પાર્ટી થી પહેલા સંબંધીઓ અને મિત્રોએ ડેલાવેયર નદીની પાસે રાફ્ટિંગ, પેડલિંગ અને ડ્રિંકિંગ પણ કર્યું. પીડિત યુવતીની ઉંમર ૨૯ વર્ષ છે. આ યુવતીએ તપાસ કરતા અધિકારીઓને જણાવ્યું હતું કે, રાફ્ટિંગ દરમિયાન તે સંપૂર્ણ રીતે નશામાં હતી. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેણે જોયું કે તે પુરૂષોનાં લોકર રૂમમાં છે અને તેની સાથે તેની બહેનપણીનો પતિ છે. ત્યારબાદ બંને વચ્ચે ખુબ ઝઘડો થયો હતો.

સ્ટ્રુડસબર્ગનાં ૨૮ વર્ષિય ડેનિયલ કે જેને કાર્ને પર તેની સંમતિ વગર સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. પેન્સેલવાનિયા સ્ટેટ પોલીસે પીડિત યુવતી અને આરોપી કાર્નેનાં મેસેજ અને બંનેની ફોન કોલ વિગતોથી મળેલી જાણકારીનાં આધારે આરોપ નક્કી કર્યા છે. જો કે કાર્ને ને જમાનત મળી ગઈ છે. એફિડેવિટ પ્રમાણે, તપાસકારોએ કાર્નેનું ઇન્ટરવ્યૂ લીધું તો તેણે દાવો કર્યો કે તે પણ રાત્રે ખુબ નશામાં હતો અને તેને લાગ્યું કે તે યુવતી તેનો ફાયદો ઉઠાવી રહી છે.

તેણે પહેલા તપાસમાં જણાવ્યું હતું કે, યુવતીએ લોકર રૂમ સુધી તેનો પીછો કર્યો હતો, જ્યારે તે શાવર લેવા માટે જઇ રહ્યો હતો. જો કે ત્યારબાદ તેણે કબુલ્યું હતું કે તે યુવતીને જબરદસ્તી ઘસેડીને લઇ ગયો હતો. રિપોર્ટ મુજબ લગ્નના માત્ર ૨ દિવસ પહેલા યુવતી સાથે જાતીય સતામણી થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.