લગ્ન સમયે વરરાજાએ દહેજમાં માંગી લાંબી કાર કન્યાને ગુસ્સો આવતા શીખવો એવો પાઠ કે રડતો રહી ગયો વરરાજા

રવિ અને કિરણ બંને ના નવા નવા લગ્ન થયા હતા અને રવિ લગ્ન ના બીજા દિવસે સાંજે, એના પરિવાર તરફથી દહેજમાં મળેલી નવી ચમકતી ગાડીમાં સાંજે સુરજ લોંગ ડ્રાઈવ પર લઈને નીકળ્યો! તે ગાડી ખુબ ઝડપથી ભગાવી રહ્યો હતો. કિરણ તેને એવું કરવાનીના પાડી તો બોલ્યો અરે જાનેમન! આનંદ માણવા દે. આજ સુધી મિત્રોની ગાડી ચલાવી છે, આજે પોતાની ગાડી છે વર્ષોની તમન્ના પૂરી થઇ.

રવિ એ કિરણ ને કહ્યું કે મે ક્યારે મારા જીવન માં આટલી લાંબી અને મોંઘી કાર ચલાવીશ તેનું સપનું પણ નહોતું જોયું. તેથી તારા પપ્પા જોડેથી માંગી હતી. કિરણ બોલી અચ્છા, પણ મ્યુઝીક તો ઓછું રહેવા દો. અવાજ ઓછો કરતા કિરણ બોલી. ત્યારે જ અચાનક ગાડીની આગળ એક ભિખારી આવી ગયો. ખુબ જ મુશ્કેલીથી બ્રેક લગાવતા, આખી ગાડી ફેરવતા રવિએ તેને બચાવ્યો, ત્યારબાદ તરત તેને ગાળો દઈને બોલ્યો ઓય મરવા આવ્યો છે કે શું? ભિખારી સાલા, દેશને ખરાબ કરીને રાખ્યો છે તમે લોકોએ.

જ્યારે રવિ પેલા ભિખારી સાથે જગડતો હતો એ જોઈને કિરના ગાડી માથી ઉતારીને પેલા ભિખારી સુધી પહોંચે છે. તો જોયું તો બિચારો અપંગ હતો. તેણે માફી માંગતા કહ્યું અને પર્સમાંથી ૧૦૦ રૂપિયા કાઢીને તેને આપીને બોલી માફ કરજો કાકા, અમે વાતોમાં પડી ગયા હતા. ક્યાંય વાગ્યું તો નથી ને? આ લો અમારા લગ્ન થયા છે મીઠાઈ ખાજો અને આશીર્વાદ આપજો. આટલું કહીને તેણે એમને સાઈડમાં ફૂટપાથ પર લઇ જઈને બેસાડી દીધા. ભિખારી આશીર્વાદ દેવા લાગ્યો, ગાડીમાં પાછી બેસીને કિરણને રવિ બોલ્યો તમારા જેવાના કારણે તેમની હિમ્મત વધે છે.

ભિખારીને મોં ન લગાવવું જોઈએ. કિરણ હસતા હસતા બોલી રવિ, ભિખારી તો મજબુર હતો તેથી ભીખ માંગી રહ્યો હતો. નહી તો બધું સરખું હોવા છતાય લોકો ભીખ માંગે છે દહેજ લઈને. જાણો છો છોકરીના ગરીબ માં-બાપ દ્વારા આપવામાં આવતા દહેજમાં એમનું લોહી અને પરસેવો હોય છે, અને લોકો, તમે પણ તો પપ્પા પાસેથી ગાડી માંગી હતી. તો કોણ ભિખારી થયું?? તે મજબુર અપંગ કે તમે ?

તમે ક્યારે કોઈ દીકરીના માબાપ ની વ્યથા નહીં સમજી શકો કારણ કે તમે એક છોકરા છો. એક બાપ પોતાના કાળજાના ટુકડાને ૨૫ વર્ષો સુધી સંભાળીને રાખે છે. ત્યારબાદ બીજાને દાન કરે છે જેને કન્યાદાન “મહાદાન” સુધી કહેવાય છે. જેથી બીજાનું પરિવાર ચાલી શકે તેનો વંશ વધે અને કોઈની નવી ગૃહસ્થી શરુ થાય. તેના પર દહેજ માંગવું ભીખ નથી તો શું છે, બોલો.? કોણ થયું ભિખારી તે મજબુર કે તમારા જેવા પુરુષ. રવિ એકદમ શાંત નીચી નજરો કરીને શરમપૂર્વક બધું સાંભળી રહ્યો હતો કારણ કે. કિરણ ની વાતોથી પડેલા તમાચાએ તેને જણાવી દીધું કે કોણ છે સાચો ભિખારી. તો મિત્રો દહેજ લેવા વાળા ભિખારી બરાબર જ હોય છે.

 

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.