ક્યારેય ભૂલથી પણ પપ્પા નું અપમાન ના કરો, કારણ કે એક દિવસ આપણે પણ ઘરડા થઈશું

મિત્રો , હાલ નો યુગ એટલો આધુનિક બની ગયો છે કે મનુષ્ય ના જીવન મા લાગણી માટે કોઈ સ્થાન જ નથી રહ્યુ. આવા જ એક પ્રસંગ વિશે હાલ આપણે ચર્ચા કરીશુ. પ્રસંગ છે એક પિતા એ અથાગ પરિશ્રમ કરી ને પોતાના પુત્ર નો ભવ્ય રીતે ઉછેર કર્યો તેને સારી શિક્ષા અપાવી અને સમાજ મા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તેની ઓળખ ઊભી કરવા મા સહાય કરી. તે હાલ એક મલ્ટીનેશનલ કંપની મા ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે. હજારો માણસો તેની નીચે કામ કરે છે.

એક દિવસે પિતા ને પુત્ર ની ઓફિસે જઈ ને તેને મળવા ની ઈચ્છા થઈ. તે ઘરે થી નીકળ્યા અને પુત્ર ની ઓફીસે પહોચ્યા તેમણે નિહાળ્યુ કે પુત્ર એક આલિશાન ઓફિસ મા બેઠો છે અને તેની નીચે ઘણા બધા માણસો કાર્ય કરી રહ્યા છે. આ દ્રશ્ય નિહાળી ને પિતા ની આંખો મા હર્ષ ના અશ્રુઓ વહેવા માંડયા. પિતા પોતાના પુત્ર ની ઓફીસ મા ગયા અને તેના પુત્ર ના ખભ્ભા પર હાથ રાખી ને તેની સમીપ ઊભા રહી ગયા.

ત્યારબાદ તેમણે પુત્ર ને પૂછયુ, આ વિશ્વ નો સૌથી બળશાળી વ્યક્તિ કોણ છે ? પુત્ર એ એક કોમળ હાસ્ય આપતા જણાવ્યુ, મારા સિવાય અન્ય કોણ હોઈ શકે ? આ ઉત્તર સાંભળી ને પિતા અત્યંત નિરાશ થયા. તેમને પુત્ર પાસે થી એવા ઉત્તર ની અપેક્ષા હતી કે તેના પિતા સૌથી બળશાળી વ્યક્તિ છે કે જેમણે અથાગ પરિશ્રમ દ્વારા તેને આ સ્થાન સુધી પહોચાડયો. પિતા ની આંખો મા ફરી અશ્રુ આવ્યા પરંતુ , આ વખતે તે નિરાશા ના હતા.

તે ઓફિસ ના દરવાજે થી ઘર તરફ પાછા વળી રહ્યા હતા. પરંતુ, તેમને પાછો એક વખત આ પ્રશ્ન પૂછવા ની ઈચ્છા થઈ. તેમણે આ દરવાજે થી ફરી પુત્ર ને એજ પ્રશ્ન ફરી થી પૂછ્યો ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે તમે. તો પિતા આશ્ચર્ય મા મુકાઇ ગયા અને કહ્યું કે, હાલ થોડા સમય પૂર્વે તો તુ સ્વયં ને બળશાળી વ્યક્તિ તરીકે દર્શાવતો હતો અને હવે તુ મને દર્શાવી રહ્યો છો ?

પુત્ર એ ફરી નરમ હાસ્ય સાથે આ પ્રશ્ન ના ઉતર નુ કારણ દર્શાવ્યુ કે , જ્યારે પ્રથમ વખત તમે મને આ પ્રશ્ન પૂછયો ત્યારે તમારો હાથ મારા ખભ્ભા પર હતો અને જે દિકરા ના ખભ્ભા પર તેના પિતા નો હાથ હોય તેના થી બળશાળી વ્યક્તિ વિશ્વ મા અન્ય કોણ હોય ? પુત્ર ની આ વાત સાંભળી ને પિતા ની આંખો ભરાઈ આવી અને પુત્ર ને પોતાના ગળે વળગાડી લીધો અને આ જ વાસ્તવિકતા છે કે જે પુત્ર ની સાથે પિતા નો સાથ હોય તેના થી બળશાળી વ્યક્તિ આ વિશ્વ મા અન્ય કોઈપણ ના હોય શકે.

શીખ :

મિત્રો , જે મા-બાપ આપણા પાછળ આખુ જીવન વ્યતીત કરી નાખે છે. આપણા ઉજ્જવળ ભવિષ્ય નુ નિર્માણ કરે છે. તેની ઈજ્જત બે કોડી ની કરી નાખવી એ યોગ્ય નથી. અત્યાર ના સમય મા માટેભાગે જોવા મળે છે કે વડીલો ને ઘરડા થઇ જાય એટલે તીરસ્કારવા મા આવે છે જે યોગ્ય નથી. યાદ રાખજો કે આપણે પણ કાલે તે જ જગ્યા એ ઊભુ રહેવા નુ છે અને જે વર્તન મા-બાપ સાથે કરવુ. તે જ વર્તન કાલે સવારે આપણુ સંતાન આપણી સાથે કરશે ?

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.