કુબેર મહારાજના આ મંત્રનો જાપ નિયમિત કરવાથી ઘરમાં રહેલી પૈસાની કમી દૂર થશે

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ધનના દેવતા કુબેર છે. જો કોઈ રીતે કુબેરજી ને પ્રસંન્ન કરી દેવામાં આવે તો ઘરમાં ધનની ક્યારે પણ તંગી સર્જાતી નથી. કુબેર ના આશીર્વાદથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને વૈભવ નો વરસાદ થાય છે. આજે અમે તમને અમુક એવા મંત્રો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેનો નિયમિત પાઠ કરવાથી ધન સંબંધી બધી જ સમસ્યામાંથી છુટકારો મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મંત્રના જાપ નિયમિત રીતે કરવાથી કુબેર દેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં રહેલી ધનની સમસ્યા દૂર થાય છે.

નિયમિત રીતે શાસ્ત્રો અનુસાર આ મંત્રજાપ કરવાથી પરિવાર આર્થિક અને સામાજિક એમ બંને રીતે મજબૂર બનશે. પરિવારમાં રહેલી નકારાત્મક અસર દૂર થાય છે. આ મંત્રનું મહત્વ રાવણ સંહિતામાં ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે, આ મંત્રને માત્ર વાંચવાથી જ ભગવાન કુબેરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પરંતુ એક વસ્તુનું ધ્યાન રહે કે જ્યારે પણ તમે આ મંત્રનો જાપ કરો ત્યારે તમારા મનને એકદમ શુદ્ધ અને પવિત્ર રાખો. મનમાં કોઈ પ્રકારનો રાગ, દ્રેશ, ઈર્ષ્યા ના ભાવ લાવવા નહી. આ સમયે તમારા મનને એકદમ એકાગ્ર બનાવી દો. તો જ તમને આ મંત્રના લાભ થશે. આ માટે તમારે પહેલા સવારે ઊઠીને નિત્યક્રમ મુજબ નાઈ ધોઈને પૂજાસ્થાને આસન ગ્રહણ કરવાનું રહેશે. જ્યારે ચિત્ત એકદમ શાંત થઈ જાય ત્યારબાદ કુબેરના નીચે જણાવેલા મંત્રનો જાપ કરવો.

• ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવાણાય, ધન ધાન્યધિપતયે,
• ધન ધાન્ય દેહી સમૃદ્ધિ દાપય સ્વાહા !!

કુબેર ની જેમ માતા લક્ષ્મી પણ ધન સંબંધિત દરેક સમસ્યા દૂર કરી શકે છે. આ માટે તમે જ્યારે પણ મંત્રનો જાપ કરવા બેસો ત્યારે તમારી પાસે પાંચ કોડી રાખવી. અને તેનું પૂજન કરવું કારણકે કોડી માં માતા લક્ષ્મીનો વાસ છે. આ મંત્રોનો નિયમિત રીતે મંત્રોચ્ચાર કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક પરિણામ મળી રહે છે.

તમે જે કોડીની પૂજા કરી છે તેને ૪૦ દિવસ સુધી મંદિરમાં રાખો ત્યારબાદ આ કોડી ને તમારે પૈસા રાખવાના સ્થાન પર કાયમી માટે મૂકી દેવાની રહેશે. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. અમે જે મંત્ર જણાવ્યા છે તેને તમારે દરરોજ અગિયાર વખત બોલવાના રહેશે. આમ કરવાથી ધન સંબંધી દરેક સમસ્યા દૂર થશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.