કોઈને મળ્યા ૧૯૦ તો કોઈ ને ૧૬૦ કરોડ, બેંક ના પાંચ કર્મચારીઓ ને મળ્યુ તેમના મહેનત નુ ફળ
કોટક મહિન્દ્રા બેંક ના પ્રમુખ ઉદય કોટકે છેલ્લા બે દાયકામા પોતાના ઘણા કર્મચારીઓ ને અબજોપતિ તેમજ કરોડપતિ બનાવ્યા છે. ખાનગી ક્ષેત્રે પ્રમુખ બેંકે ના ટોપ પાંચ એક્ઝીક્યૂટિવ્સ પાસે બેંક ના જે શેર છે, તેની કિંમત સૌ કરોડ રૂપિયા ને પાર થઈ ગઈ છે. એટલે કે બેંકે પોતાના પાંચ એક્ઝિક્યૂટિવ્સ ને અબજોપતિ બનાવી દીધા છે. આ શેર આ ટોચ ના કર્મચારીઓ ને એમ્પ્લૉઈઝ સ્ટૉક્સ ઑપ્શન ના રૂપમા આપવામા આવ્યા હતા, જે મોટા અધિકારીઓ ના પેકેજ નો ભાગ માનવામા આવે છે.
ઘણા વરિષ્ઠ અધિકારીઓએ આ વચ્ચે પોતાના શેયર્સ વેચી દીધી, પરંતુ આજે કંપનીમા પાંચ એવા વરિષ્ઠ અધિકારીઓ છે કે જેમના શેયર્સ ની કિંમત સૌ કરોડ રૂપિયા ને પાર કરી ચુકી છે. બેંક ના સી.ઈ.ઓ ઉદય કોટક છે. કોટક મહિન્દ્રા બેંક ની બજાર પૂંજી ૨,૩૪,૩૮૩ કરોડ રૂપિયા છે. આ છે આ બેંક ના પાંચ અબજોપતિ કર્મચારીઓ. શાંતિ એકંબરમ, કંઝ્યૂમર બેંકિંગ ના પ્રમુખ, જયમિન ભટ્ટ, બેંક ના પ્રેસિડેન્ટ તેમજ ગ્રુપ સી.એફ.ઓ, દિપક ગુપ્તા, બેંક ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર, નારાયણ એસ એ, બેંક ના પ્રેસિડેન્ટ અને ગૌરાંગ શાહ, બેંક ના પ્રેસિડેન્ટ.
કોટક મહિન્દ્રા ના કન્ઝ્યૂમર બેકિંગ ના પ્રમુખ શાંતિ એકંબરસ ની પાસે રહેલા શેયર ની કિંમત ૧૯૦ કરોડ રૂપિયા છે. એકંબરમ છેલ્લા ૨.૫ દાયકા થી આ કોટક ગ્રુપ નો ભાગ છે. બેંક ના પ્રેસિડેન્ટ તેમજ ગ્રુપ સી.એફ.ઓ જયમિન ભટ્ટ ની પાસે રહેલા શેયર્સ નો ભાવ હાલ ૧૬૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ભટ્ટ ૧૯૮૫મા આ ગ્રુપ સાથે જોડાયા હતા તેમજ ૨૦૦૦ ના દાયકામા તેઓ ગ્રુપ સી.એફ.ઓ બન્યા હતા. બેંક ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર દિપક ગુપ્તા પાસે રહેલા શેયર્સ નો ભાવ ૧૪૪ કરોડ રૂપિયા છે. ગુપ્તા ત્રણ દાયકા થી બેંક સાથે જોડાયેલા છે.
ગુપ્તા ને બેંક ના બોર્ડમા પણ જગ્યા આપવામા આવી છે તેમજ કોટક ની બેંકિંગ સેક્ટરમા પણ તેમની મહત્વ ની ભૂમિકા રહી છે. વર્ષ ૨૦૦૩મા યેસ બેંક સિવાય કોટક બીજી ખાનગી બેંક હતી, જેને બેંકિંગ નુ લાયસન્સ આપવામા આવ્યું હતું. બેંક ના પ્રેસિડેન્ટ નારાયણ એસ એ પાસે હાજર શેયર્સ નો ભાવ ૧૪૧ કરોડ રૂપિયા છે. નારાયણ એવા ઘણા પ્રોફેશનલ્સ માથી એક છે કે જેમણે ૯૦ના દાયકા ની શરૂઆત મા જ કોટક ગ્રુપ ને જોઈન કરી લીધુ હતું. બેંક ના પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહ પાસે રહેલા શેયર્સ નો ભાવ ૧૦૩ કરોડ સુધી પહોંચી ગયો છે.