ખેતી કરી રહેલા ખેડૂતને ખેતરમાંથી એવું તો શું મળ્યું કે રાતોરાત બની ગયો ૬૦ લાખનો માલિક, જાણો હકીકત
મિત્રો ,કહેવાય છે ને કે કોઈ વ્યક્તિ ના ભાગ્ય નો દ્વાર ક્યારે ખૂલી જાય તેના વિશે કોઈ જ અનુમાન લગાવી શકતું નથી. હાલ , આજે આપના આ લેખ માં એક એવી ઘટના વિશે વાત કરીશું કે જે વાંચી ને થોડા સમય માટે તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત. એક એવો ગરીબ કિસાન કે જે ગઇકાલ સુધી પાઇ-પાઇ નો મોહતાજ હતો તે એક જ રાત માં કેવી રીતે બની ગયો લખપતિ? જાણો આ સમગ્ર ઘટના વિશે.
આ ઘટના આંધ્રપ્રદેશ ના કુરુનલ જિલ્લા ની છે. કુરુનલ જિલ્લા ના એક ગરીબ વિસ્તાર ગોલાવનેપલ્લી માં એક કિસાન ખેતી નું કાર્ય કરી રહ્યો હતો. આ ખેતીકામ દરમિયાન તેને એક હીરો મળ્યો હતો. આ હીરા ની સાઈજ તથા કેરેટ વિશે હજુ કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ હીરા ને કિસાને એક ત્યાં ગ્રામ્ય વિસ્તાર ના એક સ્થાનિક વ્યાપારી ને વહેંચી દીધો જેના બદલામાં તેને ૧૩.૫ લાખ રૂપિયા રોકડ અને પાંચ તોલા સોનું મળ્યું હતું.
એવું કહેવાય રહ્યું છે કે માર્કેટ માં હીરા નું મૂલ્ય કરોડો માં અંકાઇ રહ્યું છે. જોકે આ સમગ્ર ઘટના અંગે હજુ કોઈ આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી. ત્યાં ની સ્થાનિક પોલીસ આ ઘટના અંગે ની તપાસ કરી રહી છે. આંધ્રપ્રદેશ ના કુરુનલ જિલ્લા તથા તેની આસપાસ ના ગરીબ વિસ્તાર માં વર્ષા શરૂ થતાં ની સાથે હીરા ની શોધખોળો શરૂ થઈ જાય છે. અહી દૂર-દૂર થી લોકો હીરા ની તલાશ માટે આવે છે. આ વિસ્તાર ને હીરા ઉત્પાદક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષા ના સમય માં હીરા ની શોધ એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષા ના કારણે જમીન નું ઉપલું માટી નું પડ દૂર થઈ જાય છે અને હીરો સરળતા થી જમીન ના ઉપર ના ભાગ ની તરફ આવી જાય છે. આ વિસ્તાર માં આવી ઘટના પ્રથમ વાર નથી બની. આ પૂર્વે પણ અહી આવી ઘટના બની ચૂકી છે કે જેમાં હીરાએ વ્યક્તિ ના ભાગ્ય ને પલટાવી નાખ્યું હોય. આ ઘટના ના થોડા સમય પૂર્વે પણ એક એવી ઘટના બની હતી જેમાં એક વ્યક્તિ ને ૮ કેરેટ નો હીરો મળ્યો હતો. જેને તેણે ૨૦ લાખ માં વેંચી નાખ્યો તો. બજાર માં તે હીરા નું મૂલ્ય ૫૦ લાખ આંકયું હતું.