ખાવાના શોખીન લોકો હવે ઘરે જ બનાવો આ ૫ પ્રકારની અવનવી ચટણીઓ, જાણો રેસીપી

મિત્રો , તમે નાસ્તા મા અવનવી વાનગીઓ શીખતા હોવ છો અને બાળકો માટે તે વાનગીઓ ઘરે બનાવતા પણ હોવ છો. પરંતુ , સમસ્યા એ છે કે આ વાનગીઓ સર્વ કરતી વખતે સાથે શુ આપવુ ? તો હાલ તમને જુદી-જુદી પ્રકાર ની ચટણીઓ બનાવવા ની પધ્ધતિ વિશે જણાવીશુ. જેના નામ સાંભળતા જ તમારા મુખ મા પાણી આવી જશે.

લસણ ની ચટણી :

લસણ – ૧ કપ , ચટણી – પા બાઉલ , ધાણાજીરુ – અડધો બાઉલ , ઓઈલ – ૨ ચમચી , નમક – સ્વાદ મુજબ.

સૌપ્રથમ લસણ ની કળીઓ ફોલી લો. લસણ ની કળીઓ ફોલતી વખતે હાથ મા ઓઈલ લગાડવુ. જેનાથી હાથ મા લસણ ની ગંધ ફેલાતી નથી. ત્યારબાદ લસણ ની કળીઓ , નમક અને ધાણાજીરુ ખાંડણી મા ઉમેરી તેને દસ્તા વડે ખાંડી નાખો. આ જગ્યાએ તમે મિક્સર નો પણ યુઝ કરી શકો. આ મિશ્રણ મા લાલ ચટણી ઉમેરી ફરી થી ક્રશ કરી નાખો. તો તૈયાર છે તમારી લસણ ની ચટણી.

નારિયેલ ની ચટણી :

લીલુ નારિયેલ – ૧ નંગ , લીલા મરચા – ૩ નંગ , રાઈ – ૧ ચમચી , લીંબુ – ૧ નંગ , સુકાયેલુ લાલ મરચુ – ૧ નંગ , કોથમીર – અડધો બાઉલ , કડિ પત્તા – ૧૦ નંગ , નમક – સ્વાદ મુજબ , ઓઈલ – ૧ ચમચી , ચટણી – પા ચમચી.

સૌપ્રથમ નારિયેલ ની છાલ ઉતારી ને તેના નાના-નાના ભાગ પાડી લો. ત્યારબાદ મિક્સર મા નારિયેલ, લીલા મરચા , કોથમીર , લીંબુ નો રસ , નમક , લાલ મરચુ અને ૩ ગ્લાસ પાણી ઉમેરી મિક્સર મા ક્રશ કરી લો. જો ચટણી વધુ પડતી જાડી લાગતી હોય તો તેમા પાણી નુ પ્રમાણ વધુ-ઓછુ કરી શકો.

હવે એક પાત્ર મા ઓઈલ ઉમેરો. ઓઈલ ગરમ થઈ જાય એટલે તેમા રાઈ ઉમેરો અને તતડવા દો. હવે તેમા કડી પત્તા અને સૂકાયેલુ લાલ મરચુ ઉમેરો. ત્યારબાદ તેમા પીસેલી ચટણી ઉમેરી દો. હવે ૧ મિનિટ સુધી ચડવા દો. તો તૈયાર છે તમારી નારિયેલ ની ચટણી.

અખરોટ ની ચટણી :

અખરોટ – અડધો બાઉલ , નારિયેલ – ૧ બાઉલ , ચણા ની દાળ – ૧ ચમચી , લીલા મરચા – ૨ નંગ , લસણ – ૫ કળી , આદુ – ૧ નંગ , નમક – સ્વાદ મુજબ , રાઈ – ૧ ચમચી , અળદ ની દાળ – ૧ ચમચી , કરી ના પત્તા – ૨ નંગ , ઓઈલ – ૧ ચમચી.

મિક્સર મા અખરોટ , નારિયેલ , ચણા ની દાળ , લીલા મરચા , લસણ ,આદુ અને નમક ઉમેરી બધી વસ્તુઓ બારીક ક્રશ કરી નાખો અને આ મિશ્રણ ને એક પાત્ર મા બહાર કાઢી લો. હવે એક કડાઈ મા ઓઈલ ગરમ થવા માટે મૂકો. ઓઈલ ગરમ થઈ જાય એટલે તેમા રાઈ , કરી પત્તા , અળદ ની દાળ ઉમેરી વઘાર કરો તથા ૧ મિનિટ સુધી મધ્યમ આંચ પર કકળવા દો. અંતે તેમા ચટણી ઉમેરી વ્યવસ્થિત રીતે હલાવી લો. તો તૈયાર છે તમારી અખરોટ ની ચટણી.

ટમેટા ની ચટણી :

ટમેટા – ૪ નંગ , નારિયેલ – અડધો બાઉલ , સીંગદાણા – પા બાઉલ , કોથમીર – અડધો બાઉલ , ઓઈલ – ૨ ચમચી , આદુ – ૧ નંગ , લાલ મરચુ – ૧ નંગ , લીલુ મરચુ – ૧ નંગ , કરીપત્તા – ૮ નંગ , અળદ ની દાળ – અડધો બાઉલ , ચટણી અને નમક – સ્વાદ મુજબ.

સૌપ્રથમ એક કડાઈ પર ઓઈલ ગરમ થવા મૂકો. ઓઈલ ગરમ થઈ જાય એટલે તેમા અળદ ની દાળ ઉમેરો અને તેલ મા સાંતળો. ત્યારબાદ તેમા લીલુ મરચુ , લાલ મરચુ, કરીપત્તા , આદુ વગેરે ઉમેરી ને વ્યવસ્થિત રીતે હલાવો. હવે તેમા ક્રશ કરેલુ નારિયેલ ઉમેરો.

ત્યારબાદ તેમા શેકેલા સીંગદાણા ને ક્રશ કરો અને તેમા ઉમેરો. ત્યારબાદ સ્વાદ મુજબ નમક અને ચટણી ઉમેરો. આ બધુ ઉમેરાઈ જાય એટલે ટમેટા ક્રશ કરી ને ઉમેરી દો અને થોડી વાર ગરમ કરી ૪ થી ૫ મિનિટ બાદ ઉતારી ને તેને કોથમરી થી ગાર્નિશિંગ કરી લો.

દાડમ ની ચટણી :

દાડમ ના દાણા – ૧ બાઉલ , ડુંગળી – ૧ નંગ , કોથમીર – ૧ નંગ , ફુદીનો – ૧ નંગ , ધાણાજીરુ – અડધી ચમચી , લીંબુ નો રસ – અડધી ચમચી , ચાટ મસાલો – અડધી ચમચી , ગોળ – ૧ ચમચી , નમક – સ્વાદ મુજ્બ.

સૌપ્રથમ દાડમ ના બીયા ને પાણી થી વ્યવસ્થિત રીતે સાફ કરી લો. ત્યારબાદ મિક્સર મા દાડમ ના બીયા, કોથમીર, ફુદીના પાન, ડુંગળી, લીલા મરચુ, લીંબુ નો રસ, ચાટ મસાલો, ગોળ, ધાણાજીરુ તથા નમક ઉમેરો. અંતે એક ગ્લાસ પાણી ઉમેરો. હવે આ મિક્સર નુ ઢાંકણુ બંધ કરી તેને મિક્સર મા બારિક પીસી નાખો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.