ખરેખર શરીરના સ્વાથ્ય માટે કયુ પાણી છે લાભદાયી ઠંડુ કે ગરમ ?

મિત્રો , હાલ વર્તમાન સમય મા માનવી પોતાના કાર્ય મા એટલો રચ્યો-પચ્યો રહે છે કે તેને શરીર ની કાળજી લેવા ની કોઈ સુધ્ધ-બુધ્ધ જ રહેતી નથી. પરીણામે તે અનેક રોગો તથા સમસ્યાઓ થી પીડાય છે. આમા ની એક સમસ્યા છે મોટાપા ની સમસ્યા. શરીર મા એક સ્તર સુધી ચરબી હોય તો તે લાભદાયી છે. પરંતુ , તે સ્તર કરતા ચરબી નુ પ્રમાણ વધી જાય તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

શુ તમે જાણો છો કે શરીર મા ચરબી વધવા માટે નુ એક કારણ પાણી પણ છે ? કેવી રીતે ? તે વિશે થોડી વિસ્તૃત મા માહિતી મેળવીએ. હાલ ઉનાળા ની કાળઝાળ ગરમી ની ઋતુ ચાલી રહી છે એટલે હુ અને તમે મુખ્યત્વે ઠંડુ પાણી પીવા નુ પસંદ કરીશુ પરંતુ , શુ તમે જાણો છો કે આ ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે સાબિત થઈ શકે છે જીવલેણ.

અમુક સંશોધન મુજબ ઠંડા પાણી ના સેવન થી શરીર મા ચરબી વૃધ્ધિ પામે છે તો પછી પાણી વગર કેમ જીવવુ ? જેમ ઠંડુ પાણી એ શરીર ની ચરબી વધારે છે તેમ ગરમ પાણી નુ સેવન આ ચરબી ને ઓગાળવા માટે મદદરૂપ સાબિત થાય છે. પાણી એ આપણ ને અનેક બિમારીઓ દૂર કરવા માટે સહાયરૂપી થાય છે પરંતુ , તેના માટે યોગ્ય પાણી નુ સેવન કરવુ આવશ્યક છે.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીર નો ૭૦% જેટલો હિસ્સો પાણી થી નિર્મિત થયેલો છે એટલે કે વગર પાણી એ આપણુ જીવન શક્ય જ નથી. એક રીસર્ચ અનુસાર વ્યક્તિએ તંદુરસ્ત રહેવા માટે નિયમીત ૨ લિટર પાણી નુ સેવન કરવુ જોઈએ. તો હવે ઠંડા પાણી તથા ગરમ પાણી ના સેવન થી શરીર મા થતી અસરો વિશે માહિતી મેળવીએ.

ઠંડુ પાણી :

૧. આ પાણી ના સેવન થી રક્તવાહિનીઓ સંકોચન પામવા લાગે છે તથા ધમનીઓ મા ચરબી જામવા માંડે છે અને ન્યુટ્રીઅન્સ નુ શોષણ થવા માંડે છે.

૨. આ ઉપરાંત ભોજન ગ્રહણ કરતી વખતે વચ્ચે ઠંડા પાણી નુ સેવન કરવા થી પાચનક્રિયા મા ખલેલ પહોચે છે.
૩. ઠંડા પાણી નુ સેવન કરવા થી ગળા મા સોજા ચડવા જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે તથા ગળા મા કફ પણ જામવા માંડે છે.

ગરમ પાણી :
૧. ભોજન ગ્રહણ કરતા પૂર્વે ગરમ પાણી નુ સેવન કરવા મા આવે તો મેટાબોલીઝમ ના પ્રમાણ મા વધારો થાય છે તથા પાચનક્રિયા મજબૂત બને છે.
૨. જો બ્રેકફાસ્ટ ગ્રહણ કર્યા પહેલા એક ગ્લાસ ગરમ પાણી મા લીંબુ નીચોવી ને ગ્રહણ કરવા મા આવે તો શરીર ડિટોક્સિફાઈડ થાય છે અને ચરબી મા ઘટાડો થાય છે.

૩. ગરમ પાણી મૂડ બુસ્ટર તરીકે પણ કાર્ય કરે છે જો તમારુ મૂડ ખરાબ હોય તો ગરમ પાણી ના સેવન થી તે સુધરી જાય છે.
૪. ભૂખ્યા પેટે ગરમ પાણી નુ સેવન કરવા થી કબજિયાત ની સમસ્યા મા રાહત મળે છે.

આમ , ઠંડા પાણી ની સાપેક્ષે ગરમ પાણી નુ સેવન કરવા થી વધુ પડતા લાભ મળે છે. વજન ઘટાડવા માટે કયુ પાણી સેવન કરવુ તે મહત્વ નુ નથી પરંતુ , કેટલા પ્રમાણ મા પાણી નુ સેવન કરવુ તે મહત્વ નુ છે. હજુ સુધી એ તો નથી જાણી શકાયુ કે કયુ પાણી પીવા થી વજન મા ઘટાડો થાય છે પરંતુ , ગરમ પાણી ના સેવન થી વજન ઝડપ થી ઘટે છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.