કેન્સર, ડાયાબિટીસ, થાઇરોઈડ અને બીપી જેવા અનેક રોગોનું મૂળ એટ્લે આલ્કલાઇન, જાણો તેનો સચોટ ઉપાય

મિત્રો આજે ધરતી પર એવો કોઈ માણસ નહી હોય જેને એક પણ રોગ ના થયો હોય. દરેક માણસ કોઈ ને કોઈ રોગ થી પીડાતો જોવા મળે છે. પણ આયુર્વેદિક માં એક એવી વસ્તુ છે જેનાથી તમારા શરીરના બધા રોગો જાતે જ માટી જાય છે રોગો જેવાકે કેન્સર, હાર્ટ, બ્લડ પ્રેશર, સાંધા ના દુઃખાવા સુગર, ગાંઠો, થાઈરોઈડ, કિડનીના રોગ, પેશાબ ને લગતા રોગો, પથરી. આ બધાને ઠીક કરવા ની સૌથી સાચો અને સસ્તો ઉપાય છે શરીર ને એલ્કલાઈન કરી લેવી. આ ફિલ્ડ ના એક્ષ્પેર્ટ ડોક્ટર ઓટ્ટો કહે છે કે કોઈ પણ રોગ જેમ કે કેન્સર હોય તો પણ Alkaline વાતાવરણમાં પ્રવેશી નહિ શકે.

શરીર ને કેમ કરાય એલ્કલાઈન
મિત્રો આ એલ્કલાઈન ને સમજવા માટે તમારે પહેલા શરીર માં રહેલા Ph લેવલ ને સમજવું પડશે. દરેક માણસ ના શરીરમાં જુદી જુદી જાતના દ્રવ્યો મળી આવે છે. તે બધાની Ph જુદી જુદી હોય છે. આપણા શરીરની સામાન્ય Ph ૭.૩૫ થી ૭.૪૫ સુધી હોય છે. Ph સામાન્યમાં Ph ૧ થી ૧૪ સુધી હોય છે. ૭ Ph ન્યુટ્રલ માનવામાં આવે છે, એટલે કે ન એસીડીક અને ન એલ્કલાઈન. ૭ થી ૧ બાજુ તે જાય છે તો સમજો એસીડીક વધી રહી છે. અને ૭ થી ૧૪ બાજુ જશે તો Alkaline ક્ષારીયતા વધી રહી છે. જો આપને આપણા શરીરની અંદર મળી આવતા વિભિન્ન દ્રવ્યો ની Ph ને Alkaline ની તરફ લઇ જઈએ છીએ. તો આપને ઘણી બધી બીમારીઓ નું મુખ્ય કારણ ને દુર કરી શકીએ છીએ. અને તેને હમેશને માટે cure કરી શકીએ છીએ.

જો આપણે કેન્સર ની વાત કરીને અને તેના ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ તો બધી જાતના કેન્સર ફક્ત Acidic Environment માં જ હોય છે. કેમ કે કેન્સર ની કોશીકામાં સુગરનું ઓક્સીજન ની અનુપસ્થિત માં Fermentation હોય છે જેના છેલ્લા ઉત્પાદન ના સ્વરૂપ માં લેક્ટિક એસીડ બને છે અને આ લેક્ટિક એસીડ Acidic Environment ઉત્પન કરે છે જેનાથી તે જગ્યાએ એસીડીટી વધતી જાય છે અને કેન્સર નો ગ્રોથ વધતો જાય છે અને આ આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર થવાનું મુખ્ય કારણ તે છે કે કોશિકાઓ માં ઓક્સીજન ખુબ જ ઓછા પ્રમાણ માં અને તે પણ યોગ્ય પ્રમાણ માં નથી પહોચતું. અને તે જગ્યાએ રહેલા ગ્લોકોજ લેક્સ્ટીક એસીડ માં બદલવા નું શરુ થઇ જાય છે.

જો ઉપર ના ઉદાહરણ દ્વારા ખબર ના પડે તો આપણે એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે ગઠીયા થી લોહીમાં યુરિક એસીડ ની માત્ર વધી જાય છે, જેનાથી લોહી એસીડીક થવાનું શરુ થઇ જાય છે, જેટલું લોહી વધુ એસીડીક હશે તેટલું જ યુરિક એસીડ તેમાં વધુ જમા થવાનું શરુ થઇ જશે. જો આપણે એવો ખોરાક ખાઈએ જેનાથી આપણો પેશાબ Alkaline થઇ જશે તો વધેલું યુરિક એસીડ Alkaline Urine માં સરળતા થી બહાર નીકળી જશે.

કેમ કરીશું PH લેવલ સારું

મિત્રો પીએચ લેવલ ને જાળવી રાખવા માટે તમારે કાચા શકભાજી ખાસ ઉપયોગ માં લેવાના છે. ખાસ કરીને દુધી, પાલક, ચોળી, લીલો અજમો, ગાજર, આદુ, ફુદીનો, કોબી, ફુલાવર, ક્દ્દું, મૂળા, શિમલા મરચું, કાકડી વગેરે પાંદડા વાળા શાકભાજી. આ બધી શકભાજી ને કાચા કે જ્યુસ બનાવી ને જ સેવન કરવાનું છે, તેને શકભાજી ની જેમ પકવવાનું નથી. જેવું કુદરતે આપ્યું છે તેવો જ ઉપયોગ કરવાનો છે.

માત્ર શાકભાજી જ નહીં પણ ફાળો દ્વારા પણ તમે પીએચ ની માત્ર ને કંટ્રોલ કરી શકો છો. સફરજન, ખુબાની, એવોકેડો, કેળા, જાંબુ, ચેરી, ખજુર, અંજીર, દ્રાક્ષ, જામફળ, લીંબુ, કેરી, જેતુન, નારંગી સંતરા પોપૈયા, આદુ, નાસપતિ , અનાનસ, દાડમ, તરબૂચ, કિશમિશ, આંબલી, ટમેટા વગેરે ફળ.

એલ્કલાઈન નું પાણી કેમ તૈયાર કરીશું
ભલે તમે રોગી હોય કે નીરોગી હોય પણ એલ્કલાઈન નું પાણી તમારે જરૂર પીવાનું છે. આ માટે તમારે એક લીંબુ, ૨૫ ગ્રામ કાકડી, ૫ ગ્રામ આદુ, ૨૧ ફુદીનાના પાંદડા, ૨૧ પાંદડા તુલસી, અડધી ચમચી સિંધાલુ મીઠું, ચપટી મીઠા સોડા, હવે બધી વસ્તુઓ લઈને પહેલા નાના નાના ટુકડા કરીને કાપી લો, લીંબુના છોતરા સાથે કાપવાનો પ્રયત્ન કરો, એક કાચના વાસણમાં આ બધી વસ્તુઓ નાખી દો અને તેમાં દોઢ ગ્લાસ પાણી નાખો, આખીરાત આ પાણી ને ઢાંકીને રહેવા દો.અને સવારે ઉઠીને દૈનિક ક્રિયાઓ પછી ખાલી પેટ સૌથી પહેલા તેને ગાળી ને પીવાનું છે. ગાળતા પહેલા આ બધી વસ્તુને હાથથી સારી રીતે ચોળી લો.અને પછી તેને ગાળી ને પી લો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.