જૂનાગઢનું આ ફેમિલી કરોડપતિ હોવા છતાં કાર અને બંગલાનો મોહ છોડીને રહે છે ગામડામાં અને જીવે છે એકદમ સાદું જીવન, જાણો શા માટે

મિત્રો આજે લોકો ગામ ખાલી કરી કરીને શહેર તરફ વળ્યા છે. માતા-પિતા પણ એવી ઈચ્છા રાખે છે કે પોતાના પુત્ર કે પુત્રી ભણીગણીને શહેરમાં નોકરી કરી સારૂ જીવન પસાર કરે. પણ જૂનાગઢનો એક પરિવાર આ બધાથી જરા હટકે છે. જૂનાગઢના જામકા ગામે રહેતા પરિવારના બંને પુત્રોએ હાઈ એજ્યુકેશન બાદ ખેતી અને પશુપાલનને પોતાનો વ્યવસાય બનાવી ગામડામાં રહેવાનો નિર્ણય કર્યો.

આજે જ્યારે ઘર માં પૈસા ન હોય પણ શહેર માં રહેવાના લોકો ને પરસોત્તમભાઈ પાસેથી કઈ શીખવાની જરૂર છે કે જેની ભણેલી-ગણેલી પુત્રવધૂઓ પણ એમની સાથે ગામડામાં રહીને ખેતી અને શુપાલન જેવી પ્રવૃતિઓમાં હોશેહોશે ભાગ લે છે. તેઓ ગામડામાં ખેતી અને પશુપાલન કરી લાખો રૂપિયાનો બિઝનેસ કરે છે અને સાથે ગામડાના વારસા, મુલ્યો અને સંસ્કારનું જતન કરે છે. સીદપરા પરિવારના આ પગલાથી અન્ય ખેડૂતો અને યુવાનો પણ પ્રોત્સાહિત થયા છે. પરસોત્તમભાઈએ પોતાના પુત્રોના લગ્ન પણ બધાથી અલગ રીતે કર્યા હતા. જેના દ્વારા એમણે ખેડૂતોને સ્વાવલંબી જીવન જીવી શકે તેવો સંદેશો આપ્યો હતો.

ભણેલી પુત્રવધૂઓ પણ રહે છે ગામડે
મિત્રો આ ભાઈ ના બે પુત્રો કે જેમનું નામ કિશન અને ભાવિન છે તે બંને ની પત્ની ઓ પણ ભણેલી છે તેમ છતાં તેઓ પશુપાલનને ઈન્ડસ્ટ્રી તરીકે વિકસાવી ગામ માં રહે છે. પરસોત્તમભાઈએ જણાવ્યું કે, પુત્રવધૂઓ તેમના ઘરે પણ ખેતી અને પશુપાલન કરતી હોવાથી તેઓ આ કામ હોશેહોશે કરે છે. પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રદ્ધાએ બીબીએનો અભ્યાસ કર્યો છે. જ્યારે નાના પુત્રની પત્ની વંદનાએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. કોલેજ સમયની બહેનપણી એવી વંદના અને શ્રદ્ઘા ગામડે રહીને ખેતી અને પશુપાલન સહિતની પ્રવૃતિ કરે છે.

ગામડે તૈયાર કરેલી પ્રોડક્ટ મોકલે છે વિદેશમાં
જ્યારે પરસોત્તમભાઈ સાથે વધુ આ બાબત માં વાત કરવામાં આવી ત્યારે ખબર પતિ કે તેઓ પાસે આજે ૧૦૫ ગીર ગાયો છે. પરસોત્તમભાઈના પત્ની સુશિલાબેન પણ પતિની દરેક પ્રવૃતિમાં સાથ આપે છે. પોતાની ૧૨ એકર અને ૧૨ એકર ભાડા પેટે રાખેલી જમીનમાં તેઓ માઈક્રો પ્લાનિક દ્વારા ખેતી કરે છે. ૧૦૫ ગાયો દ્વારા પશુપાલન કરી તેઓ રોજનું આશરે ૨૫૦ લિટરથી વધારે દૂધ ઉત્પાદન મેળવે છે. સવારે દૂધને હોમ ડિલિવરી અને સાંજે દૂધમાંથી વલોણાનું ઘી, માવો, પેંડા સહિતની પ્રોડક્ટ બનાવે છે.

તેઓએ જણાવ્યું હતુ કે, અહીં તૈયાર થતી દેશી પ્રોડક્ટ લોકો વિદેશમાં પણ મંગાવે છે. ખાસ કરીને સુવાવડના લાડું ભારત ઉપરાંત અમેરિકા, લંડન, દુબઈ, નોર્વે, આફ્રિકા સહિતના દેશોમાં પણ જાય છે. ઘઉં, તેમજ અન્ય અનાજની દાળ બનાવી તેના પેકેટ બનાવી તેનું વેચાણ કરે છે. ખેતી અને પશુપાલનમાં ઈન્ડસ્ટ્રીઝ જેવો બિઝનેસ મોડેલ અપનાવી ગામડામાં રહીને પણ સીદપરા પરિવાર સારી કમાણી કરે છે.

સાદાઈ થી લગ્ન કરી પ્રેરક સંદેશો પ્રસરાવ્યો
મિત્રો આજે લોકો તેમના સંતાનો ના લગ્ન માં લખો રૂપિયા નો ખર્ચો કરતાં હોય છે ત્યારે ભાવિન અને કિશનના લગ્નની ખાસ વાત એ હતી કે, તેઓએ વ્યસનમુક્તિનો સંદેશો પ્રસરાવ્યો હતો. વ્યસન કરતા લોકોને લગ્નમાં આવવાથી મનાઈ કરવામાં આવી હતી. કેમિકલ રહીત અને દેશી ગાય આધારીત ભોજનની પ્રેરણા આપવા માટે ખાસ આયોજન કર્યું હતું. લગ્નમાં ચારેય દિવસ ઓર્ગેનીક સામગ્રીથી વૈદીક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજનમાં પોતાના જ ખેતરમાં ગાયના છાણ મુત્રથી બે માસ અગાઉ આઠ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવ્યા હતા. ગીર ગાયોના દુધ-ઘી છાશ, લાડુ, ખીર, જાદરીયું, શાક-દાળ-ભાત, કઢી-ખીચડી, જુવાર, બાજરી, મકાઇના રોટલાનુ મેનુ.

ફક્ત આટલુજ નહીં પણ તેને આ લગ્ન માં બજારૂ સરબતોને બદલે શેરડીનો રસ-ગોળ, વરીયાળીનું સરબત, ગાયની છાસ, ઘરની વાડીના ઓર્ગેનીક તરબુચ-ટેટીની વ્યવસ્થા. પુત્રવધુઓ અને પરિવારની તમામ સ્ત્રીઓએ બ્યુટી પાર્લરનો બહિષ્કાર કરી પરંપરાગત શણગાર ધારણ કર્યો હતો. સીદપરા પરિવારના આ સ્વાવલંબી લગ્નના કારણે અન્ય ખેડૂતો પણ પ્રોત્સાહિત થયા હતા.

સારી કંપની માથી પરસોત્તમભાઈને મળે છે આમંત્રણ
તમને જણાવી દઈને કે આ માણસે માત્ર બાર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે અને ત્યાર બાદ તેને ખેતી તરફ આગળ વળેલા અને આજે મોટી મોટી સંસ્થા આમંત્રણ પાઠવે છે. ખેતી અને પશુપાલનમાં ઈન્ડસ્ટ્રીઝ બિઝનેસ મોડેલ દ્વારા કમાણી કરતા પરસોત્તમભાઈ ગીર ગાય સંવર્ધનની કામગીરી પણ કરે છે. કૃષિ તેમજ ફોરેસ્ટ સંસ્થા પરસોત્તમભાઈના લેક્ચરનું આયોજન કરે છે. એટલું જ નહીં ખેતીમાં પરસોત્તમભાઈ યુનિક કામગીરી જોવા માટે મોરારીબાપુ જેવી અનેક હસ્તીઓ તેમની મુલાકાત લઈ ચૂક્યાં છે. પરસોત્તમભાઈ કહે છે, આજના યુવાનો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઈવેટ નોકરી કરે છે, પણ જો ખેતીને યોગ્ય રીતે કરવામાં આવે તો સારી કમાણી કરી શકાય. આજે ઈન્ટરનેટના માધ્યમથી તમે ગામડે બેઠા-બેઠા પણ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકો છો

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

One thought on “જૂનાગઢનું આ ફેમિલી કરોડપતિ હોવા છતાં કાર અને બંગલાનો મોહ છોડીને રહે છે ગામડામાં અને જીવે છે એકદમ સાદું જીવન, જાણો શા માટે

  • February 13, 2019 at 11:28 am
    Permalink

    Really appreciable and this is required to be followed by younger generation.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.