કન્યા રાશિમાં બુધ અને શુક્રનો બન્યો સયોંગ, જાણો આ સયોંગથી તમારી રાશિ પર કેવી પડશે અસર

યુવરાજ ચંદ્ર પુત્ર બુધ લગભગ ૧૧ મહિના બાદ પોતાની જ રાશિ કન્યા માં આવતી કાલે સવારે ૫:૦૦ કલાકે પ્રવેશ કરશે. જ્યાં પહેલે થી જ બીરાજમાન શુક્ર સાથે મિલન કરશે. કન્યા રાશિ બુધ ની પોતાની અતિ શુભ પ્રભાવ વાળી રાશિ છે. જેમાં પહોંચીને બુધ વેપાર-ધંધા માં ઉન્નતિ પ્રદાન કરે છે. શુભ સમાચાર એ છે કે શુક્રનો નીચભંગ યોગ પણ શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ તેમાં સ્વરાશિના સ્વામી બુધ પણ બિરાજમાન થશે જેનાથી શુક્રના નીચ રાશિ હોવા છતાં અશુભ ફળ આપવામાં અસમર્થ બની રહેશે.

ચોક્કસપણે વેપાર-ધંધા ના ક્ષેત્રમાં પ્રગતિ થશે અને કુદરતી અડચણો માં ઘટાડો થશે. બુધનો પોતાની રાશિમાં પ્રવેશ થવાના કારણે શુક્ર સાથે તેનું મિલન તમામ ૧૨ રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે ચાલો જાણીએ.

મેષ રાશિ

આ રાશિના જાતકોના છઠ્ઠા સ્થાને હોવા છતા પોતાના જ ઘરમાં બિરાજમાન થવાથી તમને મુક્તિ મળશે. મોસાળ પક્ષ તરફથી ફાયદો મળી શકે છે. તમારી તબિયત બાબતે ધ્યાન રાખવું.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ મિલન કોઈ વરદાન સમાન છે. શિક્ષા અને કોઈ પ્રતિયોગિતા માં સફળતા પ્રાપ્ત થશે. સંતાન બાબતે ચિંતા નો વિષય રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે ચતુર્થ ભાગવત શુક્ર અને બુધ ખુબ જ સારૂ પરિણામ લઈને આવશે. તમને જરૂર સફળતા મળશે. મકાન, વાહન નું સુખ પણ પ્રાપ્ત થવાની શક્યતા છે. મિત્રો તરફથી ખુબ મદદ મળી રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ મિલન પરાક્રમ ભાવમાં હોવાથી આ લોકોનું પરાક્રમ વધશે. ભાઈ સાથે મતભેદ વધવાની શક્યતાઓ જાણે રહી છે. બને ત્યાં સુધી કોઈ પણ જાતની તકરારથી દૂર રહેવું.

સિંહ રાશિ

આ મિલન આ રાશિના જાતકો માટે ધન ભાવના થતી હોવાથી મોટી સફળતાઓ અપાવશે. તમારા અટકેલા નાણાં પરત મળી શકે છે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ જણાઈ રહ્યા છે.

કન્યા રાશિ

આ રાશિના જાતકોને સરકારી કામકાજોમાં સફળતા મળશે. તમને રોજગારીની નવી તક મળી શકે છે. ભૌતિક ધન સંપત્તિ પર વધારે ખર્ચ કરવાની શક્યતાઓ છે.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે આ મિલન ખુબજ ભાગદોડ કરાવશે. ધાર્મિક તેમજ સામાજીક કાર્યો અર્થે વધારે ખર્ચ થઈ શકે છે. તમારી પ્રતિષ્ઠામાં ખુબ વધારો થશે. દેવા તથા કરજ થી મુક્તિ મળી શકશે.

વૃશ્ચિક રાશિ

આ મિલનનો લાભ તમારી આવકમાં વૃદ્ધિ કરાવશે. એક થી વધારે આવકના સાધનો ઉત્પન્ન થઈ શકે છે. કોઈ સમૃદ્ધિશાળી વ્યક્તિ સંસ્થાનનો તરફથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો સાથે મીઠા સબંધ રહેશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ મિલન કર્મભાવમાં બનેલો છે. તમેન જરૂર સફળતા અપાવશે. કોઈ ગુપ્ત માહિતી કોઈને પણ આપવાથી બચશો.

મકર રાશિ

આ મિલન ભાગ્ય ભાવમાં બની રહ્યું છે. અત: યાત્રા નો લાભ પ્રાપ્ત થઈ શકે છે. નવા કાર્યનો સરળતાથી પ્રારંભ કરી શકશો. શિક્ષા અને પ્રતિયોગિતામાં સફળતા મળી શકશે. મકાન વાહનનું કાર્ય થઈ શકે એમ જણાઈ રહ્યું છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ મિલન અષ્ટમ ભાવમાં બની રહ્યુ છે. તમને વિદેશી મિત્રોથી સહયોગ મળી રહેશે.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે આ મિલન સપ્તમ પત્ની ભાવમાં બની રહ્યું છે. માટે વિવાહ સંબંધિત કાર્યો માં સફળતા મળી શકે છે. વિદેશ યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. વેપાર-ધંધા ની દૃષ્ટીએ સારો લાભ મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.