જ્યોતિષાચાર્ય દ્વારા કરવામા આવી ૨૦૨૦ થી લગતી આ મોટી ભવિષ્યવાણી, નવરાત્રી પહેલા જ ઘર ભેગો થઇ જશે કોરોના નો ગરબો, ભારત-પાક વચ્ચે યુદ્ધ ના એંધાણ

નવરાત્રી પેહલા જ કોરોના નાબુદ થશે જેથી આસો સુદ એકમે ૧૭મી ઓક્ટોબર થી શરુ થનાર નવરાત્રી સારી રીતે ઉજવી શકાશે. અલબત્ત, ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ, સુનામી, જવાળામુખી, ધરતીકંપ જેવી અનેક કુદરતી આપત્તિઓ સર્જાય શકે છે. આ સિવાય વૈશ્વિક નેતા ની હત્યા થવા ની પણ સંભાવના છે એવું પ્રખ્યાત જ્યોતિષાચાર્ય કિરીટ જાની દ્વારા જણાવ્યું છે. ઓક્ટોબર-૨૦૧૯ થી બુધ વિચિત્ર ગતિએ ચાલતો હોવા થી આ મુશ્કેલીઓ સર્જાઇ છે. સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબરમા સૂર્ય કન્યા રાશીમા પ્રવેશ કરશે. જે સાથે જ કોરોના ના વળતા પાણી થશે.

ત્યારબાદ બુધ નુ મિથુન રાશીમા પ્રવેશવા સાથે જ કોરોના ની આ મહામારી સાવ નાબુદ થશે. આજ થી ૫૨૦૦ વર્ષ અગાવ કુરુક્ષેત્રમા મહાભારત નુ યુધ્ધ થયું ત્યારે પણ આ ત્રણ ગ્રહણ થયા હતા. એવી જ પરિસ્થિતી હાલ સર્જાઇ છે. આગામી તારીખ ૫મી જુને જેઠ સુદ ર્પૂિણમા ના દિવસે મધ્યાન ચન્દ્રગ્રહણ ભારતમા દેખાવાનુ છે. પરંતુ ર્ધાિમક દ્રષ્ટિએ તેને પાળવાનું નથી. જ્યારે તારીખ ૨૧મી જુને જેઠ વદ અમાસે કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમા દેખાશે જેને ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનુ છે.

તારીખ ૫મી જુલાઇએ અષાઢ સુદ પુનમ ના દવિસે પણ મધ્યાન ચન્દ્રગ્રહણ શુભ છે. જે ભારતમા દેખાવાનું ન હોવા થી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનુ નથી. પ્રથમ બે ગ્રહણ વચ્ચે ૧૬ દિવસ નો સમયગાળો છે. જ્યારે બીજા તેમજ ત્રીજા ગ્રહણ વચ્ચે માત્ર ૧૪ દિવસ નો જ સમયગાળો છે. બુધ ૬૯ દિવસ સુધી મિથુન રાશી મા ભ્રમણ કરશે. મિથુન રાશી વાયુતત્વ ની હોવાથી વેપાર-વાણીજ્ય તેમજ કોમ્યુનિકેશન નુ દિવાળી બાદ ઉજ્જવળ ભવિષ્ય સર્જાશે. શેયર માર્કેટ પણ નીચુ જઇને એપ્રિલ ૨૦૨૧ સુધી પોતાનુ સ્થાન ટકાવી રાખશે.

આ મહામારી કોરોના ગળા તેમજ ફેફસા પર વધુ પ્રભાવ પાડે છે બુધ ની અસર પણ ગળા તેમજ ફેફસા પર હોય છે. સામાન્ય રીતે બુધ ૨૩ થી ૨૭મા દિવસે પોતાની રાશી પરિવર્તિત કરે છે. પરંતુ નવેમ્બર ૨૦૧૯ થી સરેરાશ ૧૫ થી ૧૭મા દિવસે રાશી પરિવર્તિત કરતો રહ્યો છે. હાલ ભય નો માહોલ છે, પરંતુ ડરવાની જરૂર નથી. પ્રવર્તમાન સમયગાળામા બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ તેમજ પ્લુટો અવળી ચાલ ચાલે છે. જેને લીધે ભય નો માહોલ ઊભો થયો છે પણ સૂર્યગ્રહણ ની લીધે કુંડળીમા આંશિક રીતે માલિકાયોગ સર્જાશે અને તે શુભ છે. જેથી ડરવાની જરૂરત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.