જો તમે લગ્ન કરશો તો મોદી સરકાર તરફથી મળશે તમને ૨.૫ લાખ રૂપિયા, જાણો કેવી રીતે લેશો આ યોજનાનો લાભ

મિત્રો , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય લોકો ના જીવન ને સરળ બનાવવા માટે તથા આપણા દેશના સર્વાંગી વિકાસ માટે અવનવા પગલા હાથ ધરતા રહેતા હોય છે. હાલ , નરેન્દ્ર મોદી એ એ જાતિ ના નામે ફેલાતા આ સામાજિક દૂષણો ને નાથવા તથા આંતરજાતીય મેરેજ ને પ્રોત્સાહન આપવા માટે એક યોજના બહાર પાડી છે.

આ યોજના હેઠળ જો કોઈ સમાજ નો વ્યક્તિ દલિત જાતિના વ્યક્તિ સાથે વિવાહ ના પવિત્ર સંબંધે જોડાઈ ને આંતરજાતિય લગ્ન કરશે તો મોદી। રકાર દ્વારા આ યુગલ ને ૨.૫ લાખ ₹ આપવામાં આવશે. આ નાણાંકિય સહાય ડો. બાબાસાહેબ આંબેડકર સ્કિમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરેજ હેઠળ આપવામાં આવશે.

આ યોજના નો પ્રારંભ ૨૦૧૩ ના વર્ષમાં થયો હતો. કોંગ્રેસ ના નેતૃત્વ હેઠળ યુ.પી. સરકાર દ્વારા આ સ્કિમ લોન્ચ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન ના પદ પર મનમોહનસિંહ બિરાજમાન હતા અને આ સ્કિમ હજુ પણ કાર્યરત છે.

પરંતુ , આ સ્કિમ નો લાભ લેવા માટે તમારે અમુક શરતો નું પાલન કરવું પડશે. આ સ્કિમ નો હેતુ નાત-જાત ના પ્રવર્તતા દૂષણ ને અટકાવવા નું છે. આ ઉપરાંત નવપરિણિત યુગલ ને ઘર વસાવવા માટે આર્થિક રીતે પ્રબળ બનાવવા નો હેતુ છે.

આ યોજના નો લાભ લેવા માટે સૌપ્રથમ શું કરવું પડશે :

આ નવપરિણિત યુગલે આ યોજનાનો લાભ મેળવવા માટે પોતે જે-તે વિસ્તાર માં વસવાટ કરતાં હોય ત્યાના સાંસદ તથા ધારાસભ્ય ની ભલામણ સાથે એક અરજી ડો. આંબેડકર ફાઉન્ડેશન માં મોકલવાની રહેશે.

આ નવપરિણિત યુગલ આ અરજી પત્રક ભરીને રાજય સરકાર અથવા જીલ્લા કલેકટર ને પણ મોકલી શકે છે. ત્યાંથી આ અરજી પત્રક ને ડો. આંબેડકર ફાઉન્ડેશન માં મોકલી આપવામાં આવશે.

કોને-કોને મળશે આ યોજનાનો લાભ :

આ નવપરિણિત દંપતિ માંથી કોઈપણ એક વ્યક્તિ દલિત સમાજનું તથા બીજુ વ્યક્તિ અન્ય કોઈ સમાજ નું હોવું આવશ્યક છે.

લગ્ન ના હિન્દુ વિવાહ અધિનિયમ – ૧૯૯૫ અનુસાર તેમના લગ્ન ની નોંધણી થયેલી હોવી જોઈએ તથા તે અંતર્ગત તેમણે એફિડેવિટ પણ કરાવવાની રહેશે.

લગ્ન ના સંબંધે જોડાયા બાદ ના ૧ વર્ષ ના સમયગાળા ની અંદર આ અરજી ને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન માં મોકલી દેવાની રહેશે.

આ યોજના નો લાભ ફકત તેમને જ મળશે જેમના લગ્ન પ્રથમ વખત થઈ રહ્યા હોય. બીજી વાર લગ્ન કરનારને આ યોજના નો લાભ નહી મળે.

જો આ નવપરિણિત યુગલ ને સરકારની અન્ય કોઈ આર્થિક સ્કિમ નો લાભ મળી રહ્યો હશે તો આ યોજનાની ધનરાશિ માં ઘટાડો કરી દેવામાં આવશે.

અરજી સાથે બિડાણના દસ્તાવેજ :

  • આ નવપરિણિત યુગલ માંથી જે કોઈપણ વ્યક્તિ દલિત અથવા તો અનુસૂચિત જાતિ નું હોય તેમણે જાતિ નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • હિન્દુ વિવાહ અધિનિયમ-૧૯૯૫ હેઠળ લગ્નની નોંધણી કર્યા બાદ તેનું મેરેજ સર્ટીફિકેટ જોડવાનું રહેશે.
  • આ અરજી સાથે કાયદાકીય રીતે વિવાહ કર્યા છે તે અંગેની એફિડેવિટ જમા કરવાની રહેશે.
  • આ નવપરિણિત દંપતિ એ આવકનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે.
  • આ નવપરિણિત દંપતિએ પોતાના બેન્ક ના ખાતાની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે.

આટલી કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ નવપરિણિત દંપતિ ની અરજી યોગ્ય ગણાશે. આ અરજી માન્ય થયાના તુરંત જ ૧.૫ લાખ આ દંરતિ ના ખાતા માં જમા કરી દેવામાં આવશે અને બાકીના ૧ લાખ રૂપિયા ૩ વર્ષ માટે બંને ના નામ પર સંયુકત રીતે ફિકસ ડિપોઝીટ કરી દેવામાં આવશે.

૩ વર્ષ પૂર્ણ થયા બાદ ડો. આંબેડકર ફાઉન્ડેશન સહમતિ થી ૧ લાખ રૂપિયા વ્યાજ સહિત આપવામાં આવશે. આ યોજના હેઠળ ૫૦૦ નવપરિણિત દંપતિઓ ને લાભ આપવાનો લક્ષ્ય નકકી કરવામાં આવ્યો છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.