જો તમારી પાસે પણ હોય ૨૦૦૦ રૂપિયાની નોટ, તો આ સમાચાર ચોક્કસથી વાંચજો

હાલમા સોશિયલ મીડિયામા ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટને માટેનો એક સંદેશો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજ મુજબ ભારત સરકાર હવે ૨૦૦૦ રૂપિયાની નોટ નાબુદ કરવા જઇ રહી છે. પરંતુ આ વાયરલ મેસેજ નો જવાબ છે કે સરકાર હાલમા ૨૦૦૦ રૂપિયાની નોટ નાબુદ કરશે નહી. તેનો સત્તાવાર જવાબ પણ આવી ગયો છે.

જેમા ફાઇનાન્સ અને કોર્પોરેટ ના માનનીય રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે રાજ્યસભાના એક સવાલના જવાબમા કહ્યુ હતુ કે સરકાર તરફથી હાલ ૨૦૦૦ રૂપિયાની નોટને બંધ કરવાની કોઇ વિચારણા નથી. તેમને પૂછવામા આવ્યુ હતુ કે શું સરકાર ક્રમ મુજબ ૨૦૦૦ રૂપિયાની નોટ બંધ કરવા જઇ રહી છે, તેના જવાબમા મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આ જવાબ આપ્યો હતો.

અહી એ પણ ઉલ્લેખનિય છે કે મોદી સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ નોટબંધીનો નિર્ણય કરતા ૫૦૦ રૂપિયા અને ૨૦૦૦ રૂપિયાની જુની નોટોને ચલણમાંથી અચાનક જ બહાર કરી દીધી હતી. જ્યારે ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો નવી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા(RBI) ના વાર્ષિક અહેવાલના આધાર પર મંત્રીએ કહ્યુ હતુ કે, ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી ૨૦૦૦ રૂપિયાની નોટોનુ સર્ક્યુલેશન ૩૧.૧૮% છે. કુલ નોટોનુ સર્ક્યુલેશન વેલ્યુ ૨૧,૧૦૯ અબજ રૂપિયા છે. અને તેમા ૨૦૦૦ રૂપિયાની નોટોના ચલણની વેલ્યુ ૬૫૮૨ અબજ રૂપિયા છે.

ઈનક્મ ટેક્સ વિભાગે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમા ૫ કરોડ રૂપિયાથી વધારે રોકડ રૂપિયા જપ્ત કર્યા છે. જપ્ત કરવામા આવેલી કુલ રોકડ રકમમાંથી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ મા ૨૦૦૦ રૂપિયાની ૬૭.૯૧% નોટ જપ્ત કરવામા આવી છે. વર્ષ ૨૦૧૮-૧૯ મા આ આંકડો ૬૫.૯૩% રહ્યો છે. જ્યારે હાલના નાણાકીય વર્ષમા આ ઘટીને ૪૩.૨૨% પર આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.