જો તમને પણ ટેવ છે આ દિશા તરફ મોઢું રાખીને જમવાની તો થઈ જજો સાવધાન થશે નુકશાન, જાણો સાચી દિશા વિષે

મિત્રો , આપણા દેશ પાસે પ્રાચિન શાસ્ત્રો ની અમુલ્ય ભેટ છે. જેમા આપણા જીવન મા ઘટતી દરેક સમસ્યાઓ નુ નિરાકરણ હોય છે. હાલ , આ લેખ મા આપણા શાસ્ત્રો મુજબ આહાર ગ્રહણ કરવા સમયે શુ-શુ સાવચેતી રાખવી જોઈએ તે વિશે ના વિશેષ નિયમો જણાવ્યા છે તેની વિસ્તૃત ચર્ચા કરીશુ.

૧. હંમેશા ભોજન કરતા પૂર્વે મંદિર મા પ્રભુ ને પ્રસાદ નો થાળ ધરી ને અન્નપૂર્ણા ને સ્મરણ કરી તેમની સ્તુતિ કરી તેમનો આભાર પ્રગટ કરી ને તમામ ભૂખ્યા લોકો ને ભોજન પ્રાપ્ત થાય એવી પ્રભુ ને વિનંતિ કરી ને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવુ.
૨. ગૃહસ્થ વ્યક્તિ એ ફક્ત પરોઢે અને સંધ્યા સમયે બે જ સમય ભોજન ગ્રહણ કરવા નુ વિધાન છે.
૩. ભોજન કરતા પૂર્વે હંમેશા બેય હાથ તથા બેય પગ અને મુખ આ અંગો ને પાણી વડે યોગ્ય રીતે સાફ કરી ને આહાર ગ્રહણ કરો તો લાંબુ આયુષ્ય મેળવો.

૪. જો તમારા ચરણો ભીના હોય તો તેને વ્યવસ્થિત રીતે સાફ કરી ને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવા બેસવુ.
૫. ક્યારેય પણ કોઈ જગ્યાએ ઊભા-ઊભા , હાલતા-ચાલતા , પથારી પર બેસી , ખોળા મા રાખી , હાથ મા લઈ ને , તૂટેલા પાત્ર મા , ડાબા હાથ થી , સંધ્યા કે રાત્રિ ના અંધકાર મા ભોજન ગ્રહણ કરવુ અશુભ ગણાય છે.
૬. રાત્રિ ના સમયગાળા મા ક્યારેય પણ આખુ પેટ ભરાઈ જાય તેટલુ ભોજન જ ના કરવુ. રાત્રિ ના સમયગાળા મા દહી , સેતુર તથા તલ જેવા પદાર્થો નુ સેવન ના કરવુ.

૭. ક્યારેય પણ દાંત કાઢતા-કાઢતા , રડતા-રડતા , બોલતા-બોલતા અથવા તો ભોજન કરવા ની ઈચ્છા ના હોય ત્યારે તથા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ નો સમયગાળો હોય ત્યારે આહાર ગ્રહણ ના કરવો.
૮. જો તમે પૂર્વ દિશા મા મુખ રાખી ને ભોજન ગ્રહણ કરશો તો તમે દિર્ઘાયુ થશો. જો તમે ઉત્તર દિશા મા મુખ રાખી ને ભોજન ગ્રહણ કરશો તો તમને અઢળક ધન પ્રાપ્ત થશે. દક્ષિણ દિશા મા મુખ રાખી ને ભોજન ગ્રહણ કરવા થી પ્રેતત્વ પ્રાપ્ત થાય છે. પશ્ચિમ દિશા મા મુખ રાખી ને ભોજન ગ્રહણ કરવા થી વ્યક્તિ રોગિષ્ટ બને છે.
૯. હંમેશા આહાર ગ્રહણ કરવા નુ સ્થાન શાંતિમયી હોવુ જોઈએ.

૧૦. શાસ્ત્રો મુજબ ઘર ની સ્ત્રી એ ઘર ના બધા સદસ્યો ને જમાડી ને ભોજન કરવુ જોઈએ. જેથી ઘર મા ક્યારેય પણ અન્ન ના ખૂટે. હંમેશા નાના બાળકો તથા વયોવૃધ્ધ વડીલો ને આહાર ગ્રહણ કરાવ્યા બાદ જ આહાર ગ્રહણ કરવો.
૧૧. નિયમીત શુધ્ધ પાણી થી શરીર સ્વચ્છ કરી ને પ્રભુ નુ પૂજન-અર્ચન કરી તેમનુ ધ્યાન ધરી બાદ મા આહાર ગ્રહણ કરવો.
ક્યારેય પણ શરીર ને શુધ્ધ તથા પવિત્ર કર્યા વગર ભોજન ગ્રહણ ના કરવુ. તે તેનુ અપમાન ગણાય છે.
૧૨. ક્યારેય પણ કોઈ ની સાથે એક પાત્ર મા આહાર ના ગ્રહણ કરવો તથા પોતાનુ એઠવાડુ થયેલુ ભોજન અથવા તો બીજા નુ એઠવાડુ થયેલુ ભોજન ગ્રહણ ના કરવુ.

૧૩. કાંસા ના પાત્ર મા આહાર ગ્રહણ કરવા થી આયુષ્ય , બુધ્ધિ , કિર્તી તથા બળ મા વૃધ્ધિ થાય છે.
૧૪. ક્યારેય પણ જે અન્ન થાળી મા પીરસી દેવા મા આવ્યુ હોય તેના વિશે નિંદા ના કરવી. તે જેવુ પણ બન્યુ હોય આદરપૂર્વક તે ભોજન નુ સેવન કરી લેવુ. ઈર્ષા , ભય , ક્રોધ , રાગ તથા દ્વેષ ની લાગણી મા ગ્રહણ કરેલો આહાર શરીર મા અનેક પ્રકાર ના વિકારો ને નોતરી શકે છે.
૧૫. આહાર ગ્રહણ કરતી વખતે સૌપ્રથમ ગળ્યી વસ્તુઓ , ત્યારબાદ તીખી વસ્તુઓ અને અંતે કડવી વસ્તુઓ ગ્રહણ કરવી.

૧૬. ઘર મા કોઈપણ પ્રકાર નુ મિષ્ટાન્ન બનાવવા મા આવે જેમ કે , હલવો કે ખીર તો સૌપ્રથમ તેને ભગવાન ને અર્પણ કરી ત્યારબાદ જ તેનુ સેવન કરવુ.
૧૭. જળ , મધ , દૂધ , દહી , ઘી , ખીર તથા ચણા સિવાય ની ઈત્યાદિ વસ્તુઓ ને સંપૂર્ણ રીતે ગ્રહણ ના કરવી જોઈએ.
૧૮. જે જગ્યા એ મન વિચલીત થતુ હોય તેવી જગ્યા એ ભોજન ક્યારેય પણ ગ્રહણ ના કરવુ.

૧૯. જ્યારે પણ તમે તણાવવાળા કે વધુ પડતા ઘોંઘાટવાળા વાતાવરણ મા હોવ ત્યારે આહાર ગ્રહણ ના કરવો.
૨૦. એઠા ફળો જે મિષ્ટાન્ન નુ ફરી સેવન ના કરવુ.
૨૧. એક વખત આહાર સમાપ્ત કર્યા બાદ ફરી આહાર ગ્રહણ ના કરવો.
૨૨. ગૃહસ્થ વ્યક્તિ એ ૩૨ ગ્રાસ થી વધુ આહાર ગ્રહણ ના કરવો જોઈએ.

૨૩. જે લોકો યોગ્ય સમયે યોગ્ય આહાર ગ્રહણ કરે છે તેમને તંદુરસ્તી, આયુ , બળ , સુખ તથા સૌંદર્ય પ્રાપ્ત થાય છે.
૨૪. ક્યારેય પણ કોઈ ની સાથે બળજબરી કરી ને તેને ભોજન ના ખવડાવવુ.
૨૫. ક્યારેય પણ શ્વાન નુ અડકેલુ, શ્રાધ ની કાઢેલી વાનગી , વાંસી પડેલુ , અપમાન કરી ને પીરસેલુ ભોજન ગ્રહણ કરવુ નહી.

૨૬. ક્યારેય પણ કંજૂસ વ્યક્તિ , અભિમાની રાજા તથા ચરીત્રહિન વ્યક્તિ ના હાથે પીરસાયેલો આહાર ગ્રહણ કરવો નહી.
૨૭. જો કોઈપણ વ્યક્તિ રસોઈઘર મા ભોજન બનાવવા નુ કાર્ય કરતુ હોય તેણે રસોઈઘર મા પ્રવેશતા પૂર્વે પવિત્ર થઈ ને તથા પ્રભુ નુ સ્મરણ કરવુ અને જે કઈ પણ રસોઈ બને તેમા થી સૌપ્રથમ થોડુ ભોજન ગાય , કૂતરા , કાગડા તથા અગ્નિ દેવ ને ભોગ ચડાવી દેવુ.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.