જો કરી ને!!! આ યુવતી એ મોલમાંથી ચોરી કર્યા ૯ જીન્સ પેન્ટ, અને પછી થયુ કઈક એવુ કે…જુઓ વિડીયો

આજકાલ તમે ચોરીના અનેક અનોખા કિસ્સાઓ વિષે તો સાંભળ્યુ જ હશે. પરંતુ કોઈ કિસ્સાઓ તો એવા હોય છે ને કે જે સંભાળીને તમે તમારું હાસ્ય રોકી શકતા જ નથી. તો આવા જ એક અનોખા કિસ્સાઓમા વેનેઝુએલાની એક યુવતીનુ નામ પણ જોડાઈ ગયુ છે. વેનેઝુએલામા એક શોપિંગ મોલમા એક યુવતીએ ચોરી કરવાના ઈરાદાથી એક ઉપર એક એમ કુલ મળીને ૯ જીન્સ પહેરી લીધા હતા.

પરંતુ સી.સી.ટી.વી.(CCTV) ફૂટેજ મા આ યુવતીનો વિડીયો શૂટ થઈ ગયો હતો. આ વિડીયો હાલ સોશિયલ મિડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા યુવતિને સી.સી.ટી.વી.(CCTV) ફૂટેજ મા રંગે હાથો ઝડપાઈ ગયા બાદ ૮ જીન્સ ઉતારતા નજરે જોવા મળી રહી છે.

આ વાયરલ વિડિયો લગભગ શોપિંગ મોલના વોશરૂમમા ઉતારવામા આવ્યો છે. આ વાયરલ વિડીયોમા યુવતીને ૯ ડેનિમ જીન્સ પહેરેલી ચોખ્ખી નજરે જોવા મળી રહી છે.

જેમા એક વ્યક્તિ યુવતિના જીન્સ ઉતરતા સમયે ગણતરી કરતા જોવા મળે છે. એક વિશેષ અહેવાલ અનુસાર હજુ સુધી આ યુવતીની ઓળખ થઈ શકી નથી. આ ઉપરાંત અહી એ પણ જાણવા મળ્યુ નથી કે આ ચોરીનો કિસ્સો કયા શોપિંગ મોલમા બન્યો છે. પરંતુ હાલમા આ વિડિયો સોશિયલ મીડિયામા ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વિડીયો :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.