જીવન ના બધા દુખ દૂર કરવા માટે આજે જ ઘરના આંગણામાં લગાવો આ ફૂલ, પછી જુવો તેનો ચમત્કાર

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ અને પવિત્ર રાખવા માટે ઘરનું આંગણું પણ શુદ્ધ અને પવિત્ર હોવું જરૂરી છે. જો ઘરમાં આંગણું પવિત્ર હશે તો તેની સીધી અસર ઘરમાં રહેવાવાળા લોકો ઉપર પડશે. તમે જણાવી દઈએ કે ઘરના વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવવા માટે તમારે નીચે જણાવેલા પાંચ ફૂલોના છોડ ને ઘરના આંગણામાં રોપવા જોઈએ. જેથી તમારા જીવનમાંથી દરેક પ્રકારના તણાવ દૂર થઈ જશે અને આ છોડ ના કારણે તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધશે.

ઘરના આંગણામાં રોપો આ 5 ફૂલ, જે બદલી નાખશે તમારા ઘરનું વાતાવરણ

પારિજાતનું ફૂલ
મિત્રો પારિજાતના સફેદ રંગના ફુલવાળા આ છોડને ઘરના આંગણામાં લગાવવાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેથી ઘરનું વાતાવરણ હંમેશા પ્રફુલ્લિત અને શાંત રહે છે. આ ઉલ્લેખ હરિવંશ પુરાણમાં કરવામાં આવ્યો છે. જે અનુસાર આ ફૂલને લક્ષ્મીને ચઢાવવાથી તે પ્રસન્ન થતી હોય છે, જેથી ઘરમાં રહેલી દરેક સમસ્યાઓ દૂર થવા લાગે છે. આ ફૂલની સુગંધ થી પણ મનુષ્યનો તણાવ એકદમ દૂર થઈ જાય છે. તેથી આ ફૂલ અને ઘરના આંગણામાં લગાવવું ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પારિજાતના ફૂલ રાતના સમયે ખીલે છે અને સવાર થતાં કરમાઈ જતું હોય છે.

ચંપાનું ફૂલ
મિત્રો આ છોડનો ફૂલ દેખાવમાં પીળા અને સફેદ રંગનું હોય છે. જેને અંદરથી ખૂબ ઉત્તમ સુગંધ આવે છે. આ છોડને તમારા આંગણામાં રોપવા થી ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ બની જતું હોય છે. તમને જણાવી દઇએ કે આ ફૂલની ખાસિયત એ છે કે તેમાં અત્યંત સુગંધ આવેલી હોય છે, તેમ છતાં તેના ઉપર મધમાખી બેસતી નથી. આ ફૂલને કામદેવનું ફૂલ કહેવામાં આવે છે.

રાતરાણીનું ફૂલ
મિત્રો તમને જણાવી દઈએ કે જે ઘરની અંદર રાતરાણીના ફૂલ નો છોડ હોય છે તે ઘરનું વાતાવરણ હંમેશા પ્રફુલ્લિત અને શાંત રહે છે. શું તમારા ઘરમાં રહેલા સદસ્યો વચ્ચે લડાઈ-ઝઘડા થઈ રહ્યા હોય તો આ ફુલ ઘરમાં રાખવું ખૂબ ઉત્તમ રહેશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ફૂલને નસીબદાર ફૂલ માનવામાં આવ્યું છે. આ ફૂલના છોડને ઘરના આંગણામાં લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે.

રજનીગંધાનું ફૂલ
તમે જોયું હશે કે રજનીગંધા નો ફૂલ દેખાવમાં ખૂબ સુંદર હોય છે તેથી લોકો તેને પોતાના ઘરના આંગણામાં મૂકવાનું પસંદ કરતા હોય છે. મોટાભાગે આ છોડ ના ફૂલ નો ઉપયોગ હાર બનાવવા માટે થતો હોય છે. આ ઉપરાંત પૂજા દરમ્યાન ભગવાનને ચઢાવવા માટે પણ રજનીગંધા નું ફૂલ નો ઉપયોગ થાય છે.આ ફૂલને તમારા ઘરના આંગણામાં લગાવવાથી ઘરમાં શાંતિ બની રહેશે અને ઘર-પરિવારમાં બરકત આવશે.

મોગરાનું ફૂલ
મિત્રો તમને જણાવી દઇએ કે આ ફૂલ ગરમીની ઋતુમાં ખીલતું હોય છે. તેની સુગંધ ઉત્તમ છે. તેની સુગંધ એટલી બધી શુદ્ધ હોય છે કે તેના કારણે ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ બની જતું હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ઘરઆંગણામાં લગાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. ફક્ત શુદ્ધ નહીં પરંતુ તેના દ્વારા અનેક પ્રકારના રોગો પણ દૂર કરી શકાય છે. આ ફૂલની સુગંધ તમારા મનને એકદમ શાંત અને પ્રફુલ્લિત બનાવી દેશે. જે વ્યક્તિને વારંવાર તણાવ ની પરેશાની થતી હોય તે લોકોએ આ ફૂલને પોતાના આંગણામાં ખાસ રાખવું જોઈએ

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.