જાણો મુકેશ અંબાણી ના સુપુત્ર અનંત અંબાણી સાથે જોડાયેલ ૧૦ મજેદાર વાતો

મિત્રો , એ તો આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી એ ભારત ના સૌથી નામચીન ઉધ્યોગપતિ છે. શ્રીમંતાઈ ના મામલા માં અંબાણી પરિવાર સૌથી અગ્રેસર છે. તે પછી કાર હોય કે બંગલો અંબાણી પરિવાર ની શ્રીમંતાઈ તેમની દરેક વસ્તુ માં દેખાઈ આવે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ને ત્રણ બાળકો છે જેમાથી બે બાળકો જુડવા છે.

પિતા મુકેશ અંબાણી પ્રસિધ્ધ ઉધ્યોગપતિ હોવાના કારણે તેમના પુત્ર અનંત અંબાણી પણ અવાર-નવાર ચર્ચા માં રહે છે. અનંત અંબાણી નો જન્મ ૧૦ એપ્રિલ , ૧૯૯૫ ના રોજ થયો છે. અનંત એ મુકેશ અંબાણી ના સૌથી નાના સુપુત્ર છે તો આજે આપણે અનંત અંબાણી વિષે ની અમુક રોચક વાતો વિષે જાણીશું.

શ્રીમંતાઈ ઘર નો સુપુત્ર :

અનંત ના પિતા મુકેશ અંબાણી એ ભારત દેશ ના સૌથી મોટા ઉધ્યોગપતિ છે. તેમનો વ્યાપાર દેશ-વિદેશ સુધી ફેલાયેલો છે. અનંત પોતે કઈ જ કામ નથી કરતો તેમ છતાં તે ખૂબ જ અમિર છે.

વધુ પડતો વજન :

૨૦૧૪ ના વર્ષ માં અનંત નું વજન ૧૭૫ કિલોગ્રામ હતું પરંતુ , થોડા કઠિન પરિશ્રમ બાદ તેને ૧૮ માસ ના સમયગાળા માં જ અંદાજિત ૧૦૮ કિલો જેટલું વજન ઘટાડયું જેના કારણે હાલ તેનું વજન નિયંત્રણ માં છે.

વજન વધવા પાછળ નું કારણ :

અનંત અસ્થમા ની સમસ્યા થી પીડાઈ રહ્યો હતો જેના કારણે તેનું વજન ખૂબ જ વધી ગયું હતું અને આ વજન વધવા પાછળ નું કારણ હતું આ અસ્થમા ની મેડિસિન્સ. પરંતુ , થોડા કઠોર પરિશ્રમ થી તે પોતાનું વજન નિયંત્રણ માં લાવવા માટે સક્ષમ બન્યો.

વજન ઘટાડવા માટે કર્યા અનેક પ્રયાસો :

પોતાનું વજન નિયંત્રણ માં લાવવા માટે અનંત નિયમિત ૨૧ કિલોમીટર જેટલું વોકિંગ કરતો. આ ઉપરાંત વજન ઘટાડવા માટે તેમણે કાર્ડિયો અને યોગા નો પણ સહારો લીધો. આ સિવાય તે આહાર માં શર્કરા રહિત અને કાર્બોહાયડ્રેડ વાળા આહાર નું સેવન કરતાં.

આધ્યાત્મિક :

અનંત એ આધ્યાત્મિક વ્યક્તિ છે. તે પ્રભુ બાલાજી નો પરમ ભક્ત છે. તે અવાર-નવાર તિરુમલા માં વેંકટેશ્વર મંદિરે દર્શન કરવા પહોંચતા. આ ઉપરાંત તેમણે તિરુપતિ બાલાજી મંદિર માં એક સફેદ હાથી નું દાન આપ્યું હતું. અનંત જાનવરો પ્રત્યે પણ વિશેષ પ્રેમ ધરાવે છે.

ફેમિલી :

અનંત ની ફેમિલી માં માતા નીતા અંબાણી , પિતા મુકેશ અંબાણી , મોટો ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી છે.

પસંદીદા સેલેબ્રેટી :

અનંત નો પસંદીદા સેલેબ્રેટી સલમાન ખાન છે.

અભ્યાસ :

અનંતે ૧૨ માં ધોરણ સુધી નો અભ્યાસ મુંબઈ ની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં કર્યો હતો. આગળ ના અભ્યાસ માટે તે અમેરિકા ગયો હતો.

પસંદીદા આહાર :

તેમનું પસંદીદા ભોજન ગુજરાતી થાળી છે આ ઉપરાંત ખાલી સમય માં તેમણે પુસ્તકો વાંચવાનો શોખ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.