જાણો મહાભારત કાળના ઝંડ હનુમાનજીના પૌરાણિક મંદિર વિષે, અહી શનિદેવ છે હનુમાનજીના પગ નીચે

મિત્રો , આપણો દેશ એ આધ્યાત્મિક તથા ધાર્મિક બાબતે સમૃધ્ધ દેશ છે. દેશ નો કોઈપણ ખૂણો એવો નહી હોય જે જ્યા દેવી-દેવતાઓ બિરાજમાન નહી હોય. હાલ આપણે દક્ષિણ ગુજરાત મા સ્થિત પંચમહાલ જિલ્લા મા આવેલા જાંબુઘોડા થી અંદાજિત ૧૦ કી.મી. ના અંતરે આવેલા એક પ્રાચીન હનુમાનજી ના દેવસ્થાન વિશે ચર્ચા કરીશુ.

આ મંદિર મહાભારત કાળ નુ છે તેવુ જણાઈ આવે છે. આ દેવસ્થાન ને ઝંડ હનુમાન ના મંદિર ના નામ થી ઓળખવા મા આવે છે. આ દેવસ્થાન જાંબુઘોડા ના વન વિસ્તાર વાળા ભાગ મા આવેલુ છે. એવી માન્યતા છે કે જે કોઈપણ શનેશ્વરી અમાસ તથા શનિજયંતિ ના દિવસે આ દેવસ્થાને દર્શન કરવા માટે આવે છે તેમના જીવન મા ક્યારેય પણ શનિ ની સમસ્યા નથી પ્રવર્તતી તથા જીવન મા આવતી તમામ બાધાઓ દૂર થઈ જાય છે.

આ દેવસ્થાન ના ઈતિહાસ અનુસાર આ સ્થાન પર હીડીમ્બા વન હતુ અને જ્યારે પાંડવો ને વનવાસ ભોગવવા નો હતો ત્યારે તેઓ આ વન મા સ્થિત થયા હતા. આ વન મા પાંડવો આવે છે ત્યારે ભીમ પોતાના બળ વડે માર્ગ મા આવતા વૃક્ષો ઉખાડી ને ફેંકી નાખતો. આમ ભીમ ને પોતાના બળ પ્રત્યે ખૂબ જ અહંકાર આવી ગયો હતો.

ભીમ ના આ અહંકાર ના દૂષણ ને દૂર કરવા માટે પ્રભુ શ્રી હનુમાનજી એક વૃધ્ધ વાનર નુ સ્વરૂપ ધારણ કરે છે અને ભીમ જે માર્ગ થી આવી રહ્યો હતો તે રસ્તા મા વચ્ચે સૂઈ જાય છે. ભીમ આ વાનર ને માર્ગ મા થી દૂર હટી જવા માટે ચેતવણી આપે છે. પરંતુ , વાનર ભીમ ની વાત ને મચક પણ આપતો નથી.

એ તેની જ ધૂન મા હોય છે આ નિહાળી ને ભીમ અત્યંત ક્રોધિત થઈ જાય છે અને આ વાનર ની પૂછડી પકડી ને દૂર ફેંકવા નો પ્રયાસ કરે છે. પરંતુ , ૧૦૦ હાથીઓ નુ બળ ધરાવતો ભીમ આ વાનર નો વાળ પણ વાંકો નથી કરી શકતો. આ સમયે ભીમ ને જ્ઞાત થયુ કે નક્કી જ આ કોઈ મહાન દૈવીય શક્તિ છે ત્યારે ભીમ પોતાની ભૂલ સ્વીકારે છે અને વાનર ને પોતાના મૂળ સ્વરૂપ મા આવવા માટે પ્રાથના કરે છે.

ત્યારે પ્રભુ હનુમાન પોતાના મૂળ સ્વરૂપ મા આવી ને ભીમ ને દર્શન આપે છે. ત્યારે હનુમાનજી ભીમ ને સમજાવે છે કે , ક્યારેય પણ પોતાની તાકાત નો અહંકાર ના કરવો. તારા મા રહેલી તાકાત નો તુ જરૂરીયાતમંદ અને નિઃસહાય લોકો માટે ઉપયોગ કર અને તેમની સેવા કર. આ ઉપરાંત તેમણે ભીમ ને વરદાન આપ્યુ કે , તુ જ્યારે પણ વિકટ પરિસ્થિતિ મા હઈશ ત્યારે હુ તારી સાથે જ હઈશ. ત્યાર થી આ વન ને હેડમ્બા વન તરીકે ઓળખવા મા આવે છે.

હનુમાનજી નુ આ દેવસ્થાન અત્યંત ભવ્ય છે. અહી તમે હનુમાનજી હાથ મા કટાર તથા ઘોડા પર સવાર થતી પ્રતિમાઓ પણ નિહાળી શકો છો. ભીમ દ્વારા સ્વયં અહી હનુમાનજીની પ્રતિમા સ્થાપવા મા આવી હતી. આ મૂર્તિ ૧૨ ફૂટ ની છે જે તમે હાલ પણ આ વન મા નિહાળી શકો છો. પ્રાચીન ઈતિહાસ મા આ જગ્યા ને વિશેષ દરજ્જો આપવા મા આવ્યો છે. અહી દૂર-દૂર થી લાખો લોકો દર્શન માટે પધારે છે.

આ દેવસ્થાન મા હનુમાનજી ની પ્રતિમા ના ચરણો પાસે શનિદેવ સ્વયં સ્થિત છે. તેવુ માનવા મા આવે છે. અહી આવેલી શનિદેવ ની પ્રતિમા કાળા નહી પણ સફેદ રંગ ની છે. એવુ કહેવાય છે કે આ જગ્યા પર પ્રભુ શ્રી હનુમાનજી એ ભીમ ની સાથે શનિદેવ નો અહંકાર પણ ઓગાળ્યો હતો અને પોતાના ચરણો નીચે દબોચી લીધા હતા. જેથી , શનિદેવ પ્રભુ શ્રી હનુમાનજી ના શરણે આવે છે અને તેમનુ સ્વરૂપ ધોળુ થઈ જાય છે.

વનવાસ ના સમયગાળા મા પાંડવોએ અહી સમય વ્યતીત કર્યો હતો. આ ઉપરાંત અહી અર્જુન ના બાણો દ્વારા રચિત કૂવો પણ નિહાળી શકાય છે. જે દ્રોપદી ની તરસ છીપાવવા માટે નિર્માણ કરવા મા આવ્યો હતો. હનુમાનજી ના આ પ્રાચિન મંદિર સમીપ એક પ્રાચિન શિવાલય તથા હિંગળાજ માતા નુ દેવસ્થાન પણ જોવા મળે છે. આ દેવસ્થાન ના દર્શન માત્ર થી વ્યક્તિ ના જીવન મા શનિ ની પનોતી દૂર થઈ જાય છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.