જાણો ભાગુડા મા બિરાજતી સાક્ષાત જોગમાયા “આઈ શ્રી માં મોગલ” નો આ ઈતિહાસ

આઈ શ્રી માં મોગલ નુ મંદિર ભાવનગર ના મહુવા તાલુકામા ભાગુડા ગામે વર્ષો જૂનું પ્રાચીન ઇતિહાસ ધરાવતુ માતાજી ના આ સ્થાન નુ ઘણું મહત્વ રહેલુ છે. આ મંદિર પ્રકૃતિ ના ખોળા મા ચકલી ના માળા જેવડું ભાગુડા ગામ આવેલુ છે. ખુલ્લા હરિયાળા ખેતરો ની વચ્ચે તેમજ પર્વતો ની બાજુમા આવેલું છે આઇ માં મોગલધામ. ભાગુડામા આઇ માં બિરાજમાન છે. આ જગ્યા સાથે ઘણી ચમત્કારીક ઘટનાઓ અને જૂની કથાઓ જોડાયેલી છે. ગુજરાત માથી તેમજ દેશ-વિદેશ માથી શ્રદ્ધાળુઓ આ ધામે માં ના દર્શનાર્થે આવે છે.

મોગલધામ નો જુનો ઈતિહાસ :

આ પવિત્ર ધામ ના જો ઈતિહાસ ની વાત કરીએ તો ભાગુડા મા “આઈ માં” શા માટે બિરાજે છે તેના પાછળ પણ એક રોમાંચક ઈતિહાસ જોડાયેલી છે. અહીં આહીરો, ચારણો તેમજ અન્ય માલધારી જ્ઞાતિ રહેતા. આ લોકો એકબીજાના સુખ-દુખ મા ભાગીદાર થતા, ભગુડા નેહડા મા રહેતા કામલિયામાજી ને તેની બહેન માનનારા ચારણ ભાઈએ કાપડામા આઇ ને ભેટ સ્વરૂપે આપ્યા.

કાપડામા આઈ માં ભેટ આપતા તેણે કહ્યું હતું કે ગીરમા તમામ માલધારીઓ ના દુખ આ માતાએ હર્યા છે. આથી તુ પણ તારા નેહ મા જઈ આઇ નુ સ્થાપન કરજે પછી તું જોજે તારા નેસમા દુખ કોઈ દિવસ આવશે નહિ. આ બાદ આ માજીએ આઇ નુ સ્થાપન કર્યું. કાપડે આવેલ માતાએ આખા આહીર સમાજ ના દુખ દૂર કર્યા. આ સમય થી જ ચારણો અને ત્યારબાદ આહીરો પણ માં મોગલ ને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા.

આ સિવાય અન્ય ઐતિહાસિક મહત્વ ની વાતો

જયારે પાંડવો, દ્રૌપદી તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ચર્ચા વિચારણા કરતા હતા. તે સમયે દ્રૌપદીએ પોતાનુ વાત રજૂ કરી. તેની આ વાત સાંભળીને ભીમ ને હસવુ આવ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની વાત પર આવી રીતે હાસ્ય ન કરવા પર સમજાવ્યા. આ સાથે જ કૃષ્ણએ ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદ્યશક્તિ નુ અપમાન કરી રહયા છો. દ્રૌપદી ને જાણવા ઈચ્છતા હોય તો મધ્યરાત્રિએ સ્નાન કરવા જયારે સરોવર મા જાય છે ત્યારે તમે સંતાઈ ને જજો. એ દિવસે ભીમસેન આ જોઈ હેબતાઈ ગયો અને તેણે સ્નાન કરવા આવેલા દ્રૌપદી ને સંતાઈ ને જોવા લાગ્યા હતા.

દ્રૌપદીએ અચાનક જ જોગમાયા નુ રૂપ ધારણ કર્યું અને દશો દિશાઓ માથી ત્રાડો સંભળાવા લાગી. ત્રાડ નાખતા દ્રૌપદીએ કહ્યું જે અહી જે હાજર હોય તેને જે માંગવુ હોય તે માંગી લો. ભીમ પહેલા તો દ્રૌપદી ને આ રૂપ ને જોઈ ડરી ગયો હતો પછી તરત જ તેણે શ્રી કૃષ્ણએ કહેલા શબ્દો યાદ આવ્યા અને વરદાન માંગતા જોગમાયાએ તથાસ્તુ કહ્યું. આ સાથે જ ભીમસેન પાણીમા સૌ જોજન દૂર ડૂબકી મારી ચાલ્યા જાય છે અને જોગમાયા ના મોઢા માંથી અગ્નજ્વાળાઓ ઉત્પન્ન થઇ અને સૌ જોજન સુધી પાણી ઉકળી ગયું. જેના મોંઢાં માથી અગ્નિ ઉત્પન્ન થઈ એટલે તે આઈ માં મોગલ.

આ મંદિર ના નિર્માણ વિશે ની વાત

આ મંદિર નો જીર્ણોદ્ધાર ૨૨ કે ૨૩ અગાવ થયેલ છે. આ ધામ ના આકર્ષણમા મુખ્ય લાપસી ના પ્રસાદ નો સમાવેશ થાય છે. માતાજી ને લાપસી પ્રિય હોવા થી ભક્તો લાપસી ની માનતા પણ રાખે છે. અહીં દૂર-દૂર થી આવતા ભક્તજનો માતાજી ને લાપસી નો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. એક માન્યતા મુજબ લાપસી નો પ્રસાદ આરોગવા થી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. ભાગુડા ગામમા અન્નક્ષેત્ર ની પણ સુવિધા છે. આ ઉપરાંત માતાજી ને શણગાર પણ અર્પણ કરવામા આવે છે. ભકતો તેમની માનતા પૂરી થાય ત્યારે ઘરતેરો કરતા હોય છે.

જેમને ઘરે સંતાન ની ખોટ હોય તેઓ પણ માતાજી ની માનતા રાખે છે. ભકતો ને ત્યાં પારણુ બંધાય ત્યારે ભક્તો મંદિર મા બાળક નો ફોટો ટિંગાળે છે. ભાગુડા ગામમા કોઈ ના ઘરમા ચોરી થતી નથી. દર મંગળવારે અને રવિવારે તેમજ ચૈત્રી અને આસો નવરાત્રીમા અહિયાં ખુબ જ ભીડ જોવા મળે છે. મંદિરે સવારે સાત વાગે અને સાંજે સંધ્યા સમયે આરતી કરવામા આવે છે.

આ મંદિર ૨૪ કલાક ખુલ્લુ રાખવામા આવે છે. મોગલધામ મા તમે કેવી રીતે પહોંચશો તેની વાત કરીએ તો ભાવનગર થી મહુવા હાઇવે પર તળાજા થી વીસ કિલોમીટર દૂર મોટી જગધાર ગામ આવશે ત્યાં થી થોડું આગળ જઈને જમણી તરફ વળીને ત્રણ કિલોમીટર અંદર ભાગુડા મોગલધામ મા પહોચી શકાય છે. નજીક ના રેલ્વેસ્ટેશન ની વાત કરીએ તો ભાગુડા થી ભાવનગર ૭૩ કિ.મી થાય છે, અને નજીક નુ એરપોર્ટ ભાવનગર અને બીજી તરફ દીવ છે જે, દીવ ૧૩૪ કિ.મી દૂર છે. મહુવા થી ભાગુડા નજીક થાય છે ત્યાં થી ખાલી ૨૪ કિ.મી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.