જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! (08/02/2019)

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Mesh Rashi (મેષ રાશી)

તમારી જાતને એક હદ કરતાં વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

Vrushabh Rashi (વૃષભ રાશી)

માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે. હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

Mithun Rashi (મિથુન રાશી)

તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે-જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. વ્યાવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે. ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે.

Kark Rashi (કર્ક રાશી)

તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. આજે તમે કેન્દ્રસ્થાન રહેશો-અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. આંખો બધું જ કહે છે, અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો.

Singh Rashi (સિંહ રાશી)

મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વનું સાબિત થાય એવો દિવસ. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે.

Kanya Rashi (કન્યા રાશી)

એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફલતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે.

Tula Rashi (તુલા રાશી)

તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. આજે તમે પ્રેમના મૂડમા હશો-અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

Vrushchik Rashi (વૃશ્ચિક રાશી)

તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા-તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. પ્રેમ જીવન આશા લાવશે. વ્યવસાયમાં ગણતરીપૂર્વકનાં પગલાં વળતર અપાવશે.પ્રૉજેક્ટ સમયસર પૂરા કરવામાં તે તમને મદદ કરશે. નવા પ્રૉજેક્ટ્સ સ્વીકારવા માટે યોગ્ય સમય છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે.

Dhanu Rashi (ધન રાશી)

ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. મિત્રો, ધંધાકીય સાથીઓ તથા સંબંધીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો- કેમ કે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

Makar Rashi (મકર રાશી)

તમારૂં ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી સક્યતા છે. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. જીવનસાથીને એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે, પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.

Kumbh Rashi (કુંભ રાશી)

ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. બૉસનો સારો મિજાજ કામના સ્થળનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. બહુ સારૂં ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે.

Meen Rashi (મીન રાશી)

આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમે જો ઑફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મ વર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. નાણાંકીય મુંઝવણમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાતા જાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી પડે.

સ્વાસ્થ્ય:-

વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુધારા પર રહે. વર્ષ પસાર થતું જાય તેમ સુધારો થતો જાય. વજન વધે. પરંતુ વર્ષના અંતમાં આપે સ્વાસ્થ્ય બાબતે વિશેષ કાળજી રાખવી પડે.

નોકરી-ધંધો:

વ્યાવસાયિક દ્રષ્ટિએ વર્ષારંભ સારો રહે. ગત વર્ષ દરમ્યાન અટકી પડેલા, વિલંબમાં પડેલા કામ ઉકેલાતા જાય. નવું કામકાજ મળી રહે. ધંધાકીય નવું કોઇ આયોજન વિચારતા હોવ તો થઇ શકે. નોકરીમાં બઢતી-બદલીના પ્રશ્નમાં સાનુકુળતા-પ્રગતિ જણાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી. અન્યના દોરવાયા દોરવાઇ જઇ કોઇ કાર્ય કરવું નહીં.

કૌટુંબિક-પારિવારિક:

કુટુંબ પરિવારના સાથ સહકારથી આપને રાહત રહે. તેમ છતાં સંયુક્ત મિલ્કત-ધંધાના પ્રશ્ને વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે.

source: astrosage.com

તમે આ લેખ MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.