જાણો સ્વાદિષ્ટ વેજ સ્ટફડ ચીઝી પીઝા બોલ્સ બનાવવાની રેસિપિ

મિત્રો , આપણા કાઠિયાવાડી લોકો ખાવા-પીવા ના અત્યંત શોખિન હોય છે. તેઓ હંમેશા અનેકવિધ જગ્યાઓ ની મુલાકાત લઈ ને ત્યા ની વાનગીઓ ચાખી ને તેનો સ્વાદ લઈ ને તેવી જ વાનગીઓ ઘરબેઠા બનાવવા નો પ્રયત્ન કરે છે. હાલ , આવી જ એક વાનગી વેજ સ્ટફડ ચીઝી પીઝા બોલ ને આપણે ઘરે બનાવવા નો પ્રયત્ન કરીશુ.

વેજ સ્ટફડ ચીઝી પીઝા બોલ બનાવવા માટે ની જરૂરી સાધન-સામગ્રી :
મેંદો – ૧ કપ , સૂકુ ખમીર – ૧ ચમચી , જેતૂન નુ તેલ – ૧ ચમચી , સાકર – ૧ ચમચી , સૂકા ઓરેગાનો – અડધી ચમચી , લસણ ની પેસ્ટ – અડધી ચમચી , નમક – સ્વાદ મુજબ , પીઝા સોસ – ૮ ચમચી , સિમલા મિર્ચ – ૮ ચમચી , ચીઝ ના ટુકડા – ૮ નંગ , દૂધ – અડધી ચમચી , મિક્સ સૂકા હર્બ્સ – અડધી ચમચી , લાલ મરચા ના ફ્લેક્સ – અડધી ચમચી , ખમણેલુ ચીઝ – પા કપ.

વિધિ :
એક પાત્ર મા સૂકુ ખમીર , સાકર અને ૨ ચમચી પાણી ઉમેરી ને વ્યવસ્થિત રીતે મિક્સ કરો. ત્યારબાદ આ પાત્ર ને ૧૦ મિનિટ સુધી ઢાંકી ને વ્યવસ્થિત રીતે સાઈડ મા રાખી દો. અન્ય એક પાત્ર મા મેંદો , ખમીર-સાકર નુ મિશ્રણ , ઓરેગાનો , જેતૂન નુ ઓઈલ , લસણ ની પેસ્ટ અને નમક ભેળવી ને તેમા થોડુ હુંફાળુ પાણી ઉમેરી ને નરમ મિશ્રણ તૈયાર કરો.

આ મિશ્રણ ને મલમલ ના કપડા વડે ઢાંકીને હુફાળા સ્થાન પર ૧ કલાક ના સમયગાળા માટે રાખી મૂકો. ત્યારબાદ આ મિશ્રણ ને લંબચોરસ આકાર મા વણી લો અને ચાકા વડે તેના ૮ સરખા ભાગ કરી લો. ત્યારબાદ આ ટુકડાઓ મા પીઝા સોસ ઉમેરો. ત્યારબાદ તેના પર ૧ ચમચી જેટલા શિમલા મિર્ચ ઉમેરો.

ત્યારબાદ તેના પર મોઝરેલા ચીજ ના ટુકડા ઉમેરો અને તેના પર પા ચમચી ઓરેગાનો છાંટી દો. હવે આ ટુકડા ની બધી સાઈડ્સ વ્યવસ્થિત રીતે વાળી લો અને ગોળ બોલ્સ તૈયાર કરી લો. આ બધા બોલ્સ પર તેલ ચોપડી ને તેને એલ્યુમિનિયમ ના પાત્ર મા રાખી દો. ત્યારબાદ આ પાત્ર ને મલમલ ના કપડા વડે ઢાંકી ને હુંફાળી જગ્યા પર ૩૦ મિનિટ સુધી રાખવા.

ત્યારબાદ આ મલમલ નુ કપડુ દૂર કરી ને દરેક બોલ્સ પર દૂધ લગાડી ને તેના પર સૂકા હર્બ્સ , લાલ મરચા ના ફ્લેક્સ તથા ચીઝ ને વ્યવસ્થિત રીતે ભભરાવી દો. હવે આ મિશ્રણ ને ઓવન મા ૨૦ થી ૨૫ મિનિટ ના સમયગાળા સુધી બેક કરી લો અને ત્યારબાદ પીરસો. તો લો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ અને ચટાકેદાર વેજ સ્ટફડ ચીઝી પીઝા બોલ્સ.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.