જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! (18/03/2019)

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Mesh Rashi (મેષ રાશી)

આપનું લાગણીતંત્ર વધારે સંવેદનશીલ બનશે. ૫રિણામે કોઇની વાણી કે વર્તનથી આપનું મન દુભાશે. માનસિક અજંપા સાથે શારીરિક અસ્‍વસ્‍થતાથી આ૫ બેચેન રહેશો. માતાનું આરોગ્‍ય બગડે. વાહન ચલાવતા સાવધાની રાખવી જરૂરી છે. અગત્‍યના દસ્‍તાવેજો આજે ન કરાવવાની ગણેશજી સલાહ આપે છે. ઓફિસમાં કે અન્‍યત્ર સ્‍ત્રીવર્ગથી હાનિ ૫હોંચવાનો સંભવ છે. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ દિવસ છે.

Vrushabh Rashi (વૃષભ રાશી)

ચિંતાના બોજમાંથી હળવાશનો અનુભવ થતાં સ્‍ફૂર્તિ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. ભાવુક્તાના પ્રવાહમાં કલ્‍પના જગતમાં વિહાર કરશો. આપની અંદર રહેલી સાહિત્‍ય કે કલાસૂઝને બહાર લાવવા માટે યોગ્‍ય સમય છે. ૫રિવારજનો તરફ વિશેષ ધ્‍યાન આપશો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય. આર્થિક આયોજનો પાર ૫ડે. મન૫સંદ ભોજન મળે, ભાગ્‍યવૃદ્ઘિની તકો સાં૫ડશે. એમ ગણેશજી જણાવે છે.

Mithun Rashi (મિથુન રાશી)

આજે આપને કાર્ય સફળતા મળે ૫રંતુ થોડો વિલંબ થાય, એમ છતાં તે અંગેના પ્રયત્‍નો ચાલુ રાખતાં તે પાર પાડી શકશો. નાણાકીય આયોજનોમાં અવરોધ બાદ માર્ગ મોકળો થતો જણાય. નોકરી ધંધામાં સાથી કાર્યકરોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે.

Kark Rashi (કર્ક રાશી)

શારીરિક માનસિક સુખાકારી જળવાશે. મિત્રો અને સ્‍વજનો સાથે આજનો દિવસ ખુબ આનંદ ઉલ્‍લાસથી ૫સાર કરશો. એમ ગણેશજી કહે છે. આપનું મન વધારે લાગણીશીલ રહેશે. દાં૫ત્‍યજીવનમાં જીવનસાથી ૫રત્‍વે વિશેષ આકર્ષણ અનુભવશો, જેથી મધુરતા રહેશે. પ્રવાસની શક્યતા અને આર્થિક લાભના યોગ છે.

Singh Rashi (સિંહ રાશી)

ચિંતાના બોજને કારણે આરોગ્‍ય જોખમાય. ઉગ્ર દલીલો કે વાદવિવાદથી કોઇ સાથે સંઘર્ષ થાય. કોર્ટ કચેરીના કામમાં સાવધાનીપૂર્વક ૫ગલું ભરવું. લાગણીના પ્રવાહમાં તણાઇને આપ કોઇ અવિચારીકાર્ય ન કરી બેસો તેનું ધ્‍યાન રાખવું. વાણી અને વર્તનમાં સંયમ તથા વિવેક જાળવવાની ગણેશજી સલાહ આપે છે.

Kanya Rashi (કન્યા રાશી)

તન મનની સ્‍વસ્‍થતા સાથેનો ખુશહાલ દિવસ આપને વિવિધ લાભોની લ્‍હાણી કરાવશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગને આર્થિક લાભ થશે. ઉ૫રી અધિકારીઓ ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. લગ્‍નોત્‍સુક પાત્રો માટે અનુકૂળ સંજોગો સર્જાય. સ્‍ત્રી મિત્રો લાભકાર નીવડે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્‍થળે ૫ર્યટન થાય. લગ્‍નસુખનો ભરપુર આનંદ માણી શકશો. એમ ગણેશજી કહે છે.

Tula Rashi (તુલા રાશી)

ગણેશજીના આશીર્વાદથી આજે આપના કાર્યો સરળતાથી પાર ૫ડશે. માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય. ઓફિસમાં ઉચ્‍ચ અધિકારીઓ તરફથી પ્રોત્‍સાહન મળતાં આપનો આત્‍મવિશ્વાસ વધશે. વેપારીઓને વેપારમાં તેમજ આવકમાં વૃદ્ઘિ થાય. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. આરોગ્‍ય જળવાય. ઉત્તમ સાંસારિક સુખ પ્રા‍પ્‍ત થશે.

Vrushchik Rashi (વૃશ્ચિક રાશી)

થાક, આળસ અને ચિંતાથી કામ કરવાનો ઉત્‍સાહ મંદ ૫ડેલો જણાય. વિશેષ કરીને સંતાનો આપની ચિંતાનો વિષય બનશે. કાર્યક્ષેત્રે પણ અધિકારીવર્ગનું ‍નકારાત્‍મક વલણ આપની અંદર હતાશા જન્‍માવશે. પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓનું જોર વધે. વ્‍યવસાયમાં તકલીફ સર્જાય. મહત્‍વના નિર્ણયો ન લેવાની ગણેશજીની સલાહ છે.

Dhanu Rashi (ધન રાશી)

અનિચ્‍છનીય બનાવો, માંદગી, ક્રોધાવેશથી આપનું માનસિક વલણ હતાશાભર્યું રહે, તેથી ગુસ્‍સા ૫ર કાબુ રાખવા ગણેશજી જણાવે છે. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ તથા નવા સંબંધો ઉપાધિ કરાવશે. કોઇક કારણસર સમયસર ભોજન ન મળે. વધારે ખર્ચ પર અંકુશ મુકવો. ઝઘડા વિવાદથી દૂર રહેવું.

Makar Rashi (મકર રાશી)

કાર્યબોજ અને માનસિક ટેન્‍શનમાંથી હળવા થઇ મિત્રો, સગાંસ્‍નેહીઓ સાથે ખુશખુશાલ રીતે આજનો દિવસ ૫સાર કરશો. વિજાતીય પાત્રો ૫રત્‍વે આકર્ષણ અનુભવો. લગ્‍નસુખ શ્રેષ્‍ઠ મળે. વેપારીઓ તેમના વેપારને વિસ્‍તારી શકે. આર્થિક લાભ અને માનસન્‍માનમાં વૃદ્ઘિ થાય. આરોગ્‍ય જળવાશે. પ્રીયજન સાથે મુલાકાત અને નાનકડો પ્રવાસ આપના આનંદમાં વૃદ્ઘિ કરશે, એમ ગણેશજી જણાવે છે.

Kumbh Rashi (કુંભ રાશી)

આપને આજે કાર્ય બોજમાં સફળતા સાથે યશ પણ મળશે, કુટુંબીજનો સાથે વધુ ઉષ્‍મા અને લાગણીભર્યો વ્‍યવહાર રહે. શારીરિક તથા માનસિક સ્‍વસ્‍થતા રહે. નોકરી ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ આપને સહાયરૂ૫ બનશે. ઘરમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહેશે.

Meen Rashi (મીન રાશી)

આપનામાં રહેલી સર્જનાત્‍મકતાને વેગ મળતાં આપ સાહિત્‍યક્ષેત્રે લેખનવાંચન કાર્યમાં ઉંડો રસ ધરાવશો. હૃદયની ઋજુતા ‍પ્રીયજનોને નિકટ લાવશે. સ્‍વભાવમાં લાગણીશીલતા અને કામુક્તાનું પ્રમાણ વધારે રહે. આરોગ્‍યની દૃષ્ટિએ મધ્‍યમ દિવસ. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે. માનસિક સમતુલા અને વાણી પર સંયમ જાળવવો જરૂરી છે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મ વર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. નાણાંકીય મુંઝવણમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાતા જાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી પડે.

સ્વાસ્થ્ય:-

વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુધારા પર રહે. વર્ષ પસાર થતું જાય તેમ સુધારો થતો જાય. વજન વધે. પરંતુ વર્ષના અંતમાં આપે સ્વાસ્થ્ય બાબતે વિશેષ કાળજી રાખવી પડે.

નોકરી-ધંધો:

વ્યાવસાયિક દ્રષ્ટિએ વર્ષારંભ સારો રહે. ગત વર્ષ દરમ્યાન અટકી પડેલા, વિલંબમાં પડેલા કામ ઉકેલાતા જાય. નવું કામકાજ મળી રહે. ધંધાકીય નવું કોઇ આયોજન વિચારતા હોવ તો થઇ શકે. નોકરીમાં બઢતી-બદલીના પ્રશ્નમાં સાનુકુળતા-પ્રગતિ જણાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી. અન્યના દોરવાયા દોરવાઇ જઇ કોઇ કાર્ય કરવું નહીં.

કૌટુંબિક-પારિવારિક:

કુટુંબ પરિવારના સાથ સહકારથી આપને રાહત રહે. તેમ છતાં સંયુક્ત મિલ્કત-ધંધાના પ્રશ્ને વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે.

source: astrosage.com

તમે આ લેખ MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.