હિમેશ રેશમિયાએ રાનૂ વિષે લતાજીને આપ્યો જડબાતોડ જવાબ, મો પર જ કહી દીધી આ વાત

આજે રાનૂ મંડલને નાના બાળકથી થી લઈને મોટા વડીલો સહિતનાં તમામા લોકો ઓળખતા થઈ ગયા છે. એનું એકમાત્ર કારણ છે રાનૂ મંડલ નો સુરીલો અવાજ. જ્યારથી હિમેશ રેશમિયા નું નવું ગીત મીડિયામાં વાયરલ કરવાનાં સમાચાર છે ત્યારથી જ રાનૂ મંડલ જાણે કે એક સેલેબ્રિટી બની ગઈ છે. લતા મંગેશકરજી એ પણ રાનૂ મંડલ વિષે પ્રતિક્રિયા આપી હતી અને હવે હિમેશે રાનૂ વિષે લતાજીને જે જડબાતોડ જવાબ આપ્યો છે જે ખુબ ચર્ચામાં છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન લતાજીએ રાનૂ મંડલ માટે વાત કરી હતી. લતાજીએ કહ્યું હતું કે “જો મારા નામ અને કામ થી કોઇપણ વ્યક્તિનું સારું થતું હોય તો હું મારી જાતને ખુશનસીબ માનું છું. પરંતુ સાથે સાથે એવું પણ હું મહેસૂસ કરું છું કે નકલ કરવાથી કોઇપણ વ્યક્તિને લાંબા સમય સુધી સફળતા મળી શકતી નથી. કિશોરજી, મોહમ્મદ રફી સાહેબ, આશા ભોસલેજી અને મુકેશજીના ગીત ગાઇને આકાંક્ષી ગાયકોને થોડા સમય માટે અટેન્શન મળે છે પરંતુ તે લાંબા સમય સુધી યથાવત રહેતી નથી.”

હવે લતાજીની આ વાત પર રાનૂ મંડલની તરફેણમાં વાત કરતા હિમેશે કહ્યું હતું કે, લતાજીએ ઈન્ટરવ્યું દરમિયાન જે પણ કહ્યું છે તેને લોકો ખોટી રીતે સમજી રહ્યા છે. પરંતુ એક કલાકાર માટે એ ખુબ જરુરી હોય છે કે તે હમેશા કોઈ ને કોઈ માંથી પ્રેરણા લઈને જ આગળ વધતા હોય છે. હિમેશે આગળ જણાવ્યું હતું કે મારે એ જોવું પડશે કે લતાજીએ આ કમેન્ટ કઈ રીતે કીધી હતી. હું એવું પણ માનું છું કે કોઈ ગાયક કલાકારની નકલ કરવાનું કોઈને પણ કામ નથી આવતું પરંતુ કોઈ માંથી પ્રેરણા લેવી એ ખુબ જરૂરી હોય છે.

ત્યારબાદ આગળ હિમેશે જણાવ્યું હતું કે કુમાર શાનુ હંમેશા માટે કહે છે કે તેમને કિશોર કુમારથી જ પ્રેરણા મળે છે. આપણે બધા લોકો કોઈ ને કોઈ થી પ્રેરણા લેતા જ હોય છીએ. જ્યારે મે ગીત ગાવાનું શરૂ કર્યું હતું ત્યારે બધા લોકો કહેતા હતા કે હું નાકમાંથી ગીત ગાઉં છુ અને બધા મરી મજાક કરતા હતા. પરંતુ આજે તમે પરિણામ જોઈ શકો છો કે હું એક ઈન્ટરનેશનલ ટ્રેન્ડ બની ગયો છું.

હિમેશ રેશમિયા એ રાનૂ વિષે આગળ વાત કરતા કહ્યું હતું કે, હું માનું છું કે રાનૂ મંડલને આવું ટેલેન્ટ જન્મ થી જ મળ્યું છે. તે લતાજી પાસેથી પ્રેરણા લે છે. હું એવું જરા પણ નથી માનતો કે કોઈ લતાજી જેવું લિજેન્ડ બની શકે. તે બેસ્ટ જ છે. રાનૂ મંડળે તો હજુ પોતાની કારકિર્દી ચાલુ જ કરી છે. મને એવું પણ લાગે છે કે લોકોએ લતાજીની કમેન્ટને ખોટા અર્થે લઈ લીધી છે. હિમેશે આગળ જણાવ્યું હતું કે લતાજીએ એવી સલાહ આપી છે કે કોઈ થી પ્રેરણા લેવી એ સારી બાબત છે પરંતુ કોઈની નકલ કરવી એ સારી વાત નથી. મને એવું નથી લાગતું કે રાનૂ મંડલે કોઈના પણ અવાજની નકલ કરી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.