હિમેશ રેશમિયાએ રાનૂને કેવી રીતે સાચવી તેની સાચી હકીકત આવી સામે, રાનૂ મંડલે કહ્યુ કે…

રાનૂ મંડલને લઈને હમણા જ ફરી એક સમાચાર સામે આવ્યા છે. હિમેશ રેશમિયા અને રાનૂ મંડલનું ફેમસ ગીત “તેરી મેરી કહાની” નું ટીઝર જાહેર થઈ ચૂક્યું છે અને આજકાલ સોશિયલ મીડિયા માં ધુમ પણ મચાવી રહ્યું છે. ગયા બુધવારે આ આખું ગીત પણ લોન્ચ થઈ ગયું. હકીકતમાં આ ગીત રાનૂ મંડલના વાસ્તવિક જીવનની કહાની પણ દર્શાવે છે. આગામી બોલીવુડ ફિલ્મ “હેપ્પી હાર્ડી એન્ડ હીર” નું ટ્રેક પણ રાનૂ મંડલનું પહેલું બોલિવૂડ ગીત છે. “તેરી મેરી કહાની” ટીઝરમાં રાનૂ મંડલના વાયરલ વીડિયોની સાથે સાથે હિમેશ રેશમિયાનાં ગીતનું રેકૉર્ડિંગ અને ફિલ્મની થોડી તસ્વીરો પણ જોવા મળે છે.

હમણા જ રાનૂ મંડલ ને સુપરસ્ટાર સિંગર હિમેશ રેશમિયાએ એક મોટી ઑફર આપી છે. રાનૂ મંડલે હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ “હેપ્પી હાર્ડી એન્ડ હીર” માં હિમેશ રેશમિયા સાથે ગીત પણ ગાયું. હિમેશ રેશમિયાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેને રાનૂ મંડલને “તેરી મેરી કહાની” રેકૉર્ડ કરતાં જોઈ શકો છો. “હેપ્પી, હાર્ડી એન્ડ હીર” ના નિર્માતાઓએ ગયા બુધવારે આખું ગીત લૉન્ચ કર્યું તે પહેલા એક ટીઝર રિલીઝ કર્યું હતું. હિમેશ રેશમિયાએ રાનૂ મંડલ ની સાથે “આદત” અને “આશિકી મેં તેરી” પણ રેકૉર્ડ કર્યા છે.

એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં રાનૂ મંડલે હિમેશ રેશમિયાએ પોતાને કઈ રીતે ત્યાં રાખવામાં આવી હતી અને કંઈ રીતે તેને માન અને મોભો આપ્યો તેની હકીકત જણાવી હતી. સાથે સાથે હિમેશ રેશમિયાનો ખુબ જ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેણે વધારે માહિતી આપતા કહ્યું હતું કે, “આ પહેલી વાર હતું કે જ્યારે મને કોઇકે કંઈક નવું શીખવ્યું હોય. હું ગાવાની ટેકનીક્સ નથી જાણતી. હિમેશ રેશમિયાએ મને એક પરિવારના સભ્યની જેમ માનીને મારા જીવનની સૌથી મોટી તક પૂરી પડી છે. હું ભગવાનની ખુબ આભારી છું કે તેણે મને આવું સપનું બતાવ્યું. મે મારા જીવનમાં આટલો બધો પ્રેમ ક્યારેય પણ નહોતો જોયો કે જેટલો મને અહીંયા મળ્યો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.