હવે ઉનાળાની ગરમીમાં બાળકો માટે ઘરે બનાવો મલાઈની કુલ્ફી, જાણી લો તેની રેસીપી

મિત્રો ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. ઉનાળાની રજામાં બાળકોને વેકેશન હોવાથી અવનવી વાનગીઓ ખાવાનું મન થતું હોય છે. ખાસ કરીને ગરમી ખૂબ વધારે હોવાથી બાળકો ઠંડી વસ્તુ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. બાળકોને ખુશ કરવા માટે આજે અમે તમને મલાઈ ની કુલ્ફી બનાવતા શીખવાડી શું. તેના સ્વાદ એકદમ રિચ અને મુલાયમ હોય છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.

જરૂરી સામગ્રી

  • દૂધ: આ માટે ફૂલ ક્રીમી અને ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરવો સારો રહેશે.
  • હૈવી ક્રીમ: આ માટે તમે અમુલ ફ્રેશ ક્રીમ નો ઉપયોગ પણ કરી શકો છો.
  • માવો: કુલ્ફી ને ક્રીમી અને મસ્ત બનાવવા માટે માવો નાખવો ખૂબ જરૂરી છે.
  • સુકા મેવા: સૂકામેવા તરીકે તમે બધા મને પિસ્તાનો ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત અમે કાજુ અંજીર કે પછી કિસમિસ પણ ઉમેરી શકો છો.

બનાવવાની રીત
સૌપ્રથમ એક કડાઈ લઇને તેની અંદર દૂધ ઉમેરી દો. હવે આ દૂધને મીડિયમ ફ્લેમ પર ગરમ કરો. જ્યાં સુધી દૂધમાં ઉબાલ ન આવે ત્યાં સુધી ચમચા દ્વારા તેને હલાવતા રહો. જ્યાં સુધી દૂધ અડધું ન થાય ત્યાં સુધી એટલે કે લગભગ 30 મિનિટ સુધી ગરમ કરવાનું રહેશે.


હવે આ દૂધની અંદર જરૂરિયાત અનુસારની ખાંડ ઉમેરો. ત્યારબાદ તેની અંદર માવો ઉમેરીને તેને મિક્સ કરી દો. જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય અને માવો પીગળી ન જાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ ગેસ બંધ કરી દો. હવે તેની અંદર મલાઈ એટલે કે ક્રીમ ઉમેરો. ત્યારબાદ તેની અંદર એલચીના દાણા પાઉડર મિક્સ કરો. આ ઉપરાંત તેમાં બદામ અને પીસ્તા મિક્સ કરો.

આ દૂધની અંદર તમે ગુલાબ જળ પણ મિક્સ કરી શકો છો. હવે તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તે એકદમ ઘટ્ટ બની જશે. ઠંડા થયા બાદ મિશ્રણ કુલ્ફી મોડમાં નાખો. તેના બદલામાં તમે નાના પ્લાસ્ટિક ના કપ કે કુલ્લડ માં પણ નાખી શકો છો.જો તેનું ઢાંકણ ન હોય તો એલ્યુમીનીયમ ફોઈલ વડે તેને કવર કરી લો.

આ રીતે મોલ્ડ ઉમેરીને તૈયાર કરો. બાદમાં તેને ફ્રીજ ની અંદર મૂકી દો. એકાદ કલાક પછી કુલ્ફી સારી રીતે જામી જશે. એને ફ્રીજમાંથી બહાર કાર્ટુન અને ગુનગુના પાણીમાં એક બે સેકન્ડ સુધી રહેવા દો. જેથી ગુલ્ફી આસાનીથી બહાર નીકળી જાય. તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ કુલ્ફી.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.