હવે થી જો વાહનમા ફાસ્ટેગ હશે તો પણ ચૂકવવો પડશે બેગણો ટેક્સ, જોજો આ ભૂલ ન થઇ જાય

ભારત માર્ગ પરિવહન અને હાઇ-વે મંત્રાલય ના નવા નીતિનિયમો મુજબ જો તમારી ગાડી પર લગાવવામા આવેલો ફાસ્ટટેગ યોગ્ય રીતે કાર્ય નથી કરી રહ્યો અથવા તો તેનુ બેલેન્સ અપડેટ નથી થઇ રહ્યુ તો તેના લીધે જયારે તમારુ વાહન ટોલ પ્લાઝા ની ફાસ્ટટેગ લેન મા પ્રવેશ કરશે ત્યારે તમારે બે ગણો ટેક્સ ભરવો પડી શકે. તમારી ગાડી ઉપર લગાવેલ ફાસ્ટેગ હોય ત્યારબાદ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના ટોલ પ્લાઝા પર ડબલ ટેક્સ ભરવો પડી શકે છે.

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ની નવીનતમ સૂચના પ્રમાણે જો તમારી કાર પર નો ફાસ્ટેગ યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી અથવા તો તેનું બેલેન્સ નથી અને વાહન ટોલ પ્લાઝા ની ફાસ્ટેગ લેન મા પ્રવેશ કરે છે તો તમારી પાસે થી ડબલ ટેક્સ વસુલવા મા આવશે. સરકારે આ સંબંધિત એક જાહેરનામુ પણ બહાર પાડ્યું છે કે જે ૧૫મી મે ૨૦૨૦ થી સમગ્ર દેશ મા અમલ થઇ ગયું છે. અગાઉ પણ ફાસ્ટેગ વિના વાહનો ને ફાસ્ટેગ લેનમા ગાડી ચલાવવા બદલ ડબલ ટોલ ટેક્સ ભરવો પડતો હતો.

ફાસ્ટેગ ની તારીખ પણ લંબાવવા મા આવી છે :

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો થી મુક્તિ મેળવવા માટે ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ ૧૫મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અમલમા મૂકી હતી. પરંતુ ફાસ્ટેગ ની ઉપલબ્ધતા ન હોવાને લીધે તેને ફરજીયાત બનાવવા ની તારીખ ને લંબાવીને ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ અને ત્યારબાદ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦ અને ઘણા વિસ્તારોમા ૨૮મી ફેબ્રુઆરી કરવામા આવી હતી. આ અંતર્ગત જો તમારી કાર ઉપર ફાસ્ટેગ ન લાગેલ હોય અને જો અમુક કારણોસર તમારી ગાડી ફાસ્ટેગ લાઈનમા પ્રવેશી જાય તો ટોલ ટેક્સ ની બેગણી રકમ ભરવાની જોગવાઈ કરવામા આવી હતી.

એક કરોડ થી વધુ ફાસ્ટેગ ગાડીઓમા ઇન્સ્ટોલ :

ડિસેમ્બર, ૨૦૧૯ થી લઇ ને અત્યાર સુધી મા એક કરોડ થી પણ વધુ ફાસ્ટેગ ગાડીઓ મા ઇન્સ્ટોલ કરી દેવા મા આવ્યા છે. તે માથી નવેમ્બર અને ડિસેમ્બરમા ત્રીસ લાખ ફાસ્ટેગ લગાવવામા આવ્યા હતા તેમજ નિયમિત ૧.૫૨ થી બે લાખ ફાસ્ટેગ લાગી રહ્યા છે.

જાન્યુઆરી મા વીસ કરોડ નો દંડ વસૂલ્યો હતો :

જાન્યુઆરી ૨૦૨૦મા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે N.H.A.I. દ્વારા ફાસ્ટેગ વગર ફાસ્ટેગ લેનમા પ્રવેશ કરતા ૧૮ લાખ વાહનચાલકો પાસે થી વીસ કરોડ રૂપિયા જેટલી વસૂલાત કરવામા આવી હતી. આ લોકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના ટોલ પ્લાઝા પર ફાસ્ટવે લેનમા ફાસ્ટેગ વગર દાખલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.