હવે નાના બાદ તનુશ્રી દત્તાએ આમિર ખાન પર મુક્યો સણસણતો આરોપ, તે મોટો સ્વાર્થી માણસ છે

બોલીવુડ ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા આમિર ખાનને લઈને ફરી એક વિવાદ ચર્ચામાં આવ્યો છે. આ વખતે વાત છે ભારતમાં મીટુ અભિયાન શરૂ કરનાર બોલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી તનુશ્રી દત્તા સાથેની. હવે આમિર ખાન નું નામ મોગુલ સાથે પણ જાડાઈ ગયું છે. આ સમાચાર આવતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે.

આ વખતે આમિર ખાને ખુદ કહ્યું હતું કે આ ફિલ્મ સુભાષ કપૂર જ ડાયરેક્ટ કરવાનાં છે. ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટર સુભાષ કપૂર પર ગીતિકા ત્યાગી નામની એક મહિલાએ છેડતી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો કે જેનો હજુ પણ કોર્ટમાં કેસ ચાલુ જ છે. જ્યારે પહેલી વાર સુભાષ કપૂર સાથે કામ કરવાની વાત આવી તો આમિર ખાને ચોખ્ખી ના પાડી દીધી હતી. પરંતુ હવે આ વખતે આમિર ખાને જ સુભાષ કપૂરને આ ફિલ્મ ડાયરેક્ટ કરવાની સંપૂર્ણ જવાબદારી આપી છે.

આ વાત પર આમિર ખાનનો તર્ક એ છે કે જ્યારે આમિર ખાનને ખબર પડી કે સુભાષ કપૂરને આવા આરોપોનાં કારણે કોઈ કામ મળી રહ્યું નથી તો તેને ખુબ અફસોસ થયો. સુભાષ કપૂર સાથે કોઈ કામ કરવા માટે તૈયાર ન હતું. એવામાં આમિર ખાને જેવું જ બીજી વાર મોગુલ માં કામ કરવા માટે હા પાડી તો તરત જ સુભાષને પણ તેની સાથે લઈ લીધો.

તો બીજી તરફ ભારતમાં મીટુ અભિયાન શરૂ કરનાર બોલીવુડ ની પ્રખ્યાત અભિનેત્રી તનુશ્રી દત્તા ને આ વાતની જાણ થઈ ત્યારે તે આમિર ખાન પર ખૂન ભડકી છે. તેણે ધારદાર કટાક્ષ કરી હતું કહ્યું કે આમિર ખાન મોટો મતલબી એટલે કે સ્વાર્થી માણસ છે. તેણે સુભાષ કપૂર નું ભલુ કરવા માટે આવું નથી કર્યું પણ પોતાની સુખ સગવડતા કે સુવિધા સાચવવા માટે જ આવું કર્યું છે.

તનુશ્રી દત્તા ના આમીર ખાન પર આવા સણસણતા આરોપ ને લઈને મીડિયામાં ખુબ જ ચર્ચા થઈ રહી છે. અને સાથે સાથે આ સમાચાર સોસીયલ મીડિયામાં પણ ખુબ ઝડપથી વાયરલ થવા લાગ્યો છે કે આમીર ખાન મતલબી માણસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.