હવે ઘરે જ બનાવો બજારમાં મળે તેવા જ સ્વાદિષ્ટ અને મુલાયમ સેન્ડવીચ ઢોકળા, જાણો રેસીપી

મિત્રો , આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીઓ બે વસ્તુ માટે આખા વિશ્વ મા જાણીતા છે. એક તો હરવા-ફરવા માટે અને બીજી ખાણી-પીણી માટે. ખાણી-પીણી મા ગુજરાતીઓ નો ફેવરીટ નાસ્તો જો કોઈ હોય તો તે છે ઢોકળા અને હાંડવો તથા હાલ તો આ ઢોકળા મા પણ વિવિધ પ્રકાર ની વેરાયટીઝ ઉપલબ્ધ થવા માંડી છે. હાલ આપણે સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે ની વિધિ વિશે ચર્ચા કરીશુ.

“સેન્ડવિચ ઢોકળા” બનાવવા માટે ની જરૂર પડતી ચીજ-વસ્તુઓ :

સફેદ ઢોકળા નુ ખીરુ – ૧ કીલો

લીલી ચટણી બનાવવા માટે :

ધાણાભાજી – ૧ નંગ , લીલા મરચા – ૩ નંગ , સીંગદાણા – ૨ ચમચી , જીરુ – અડધી ચમચી , સફેદ તલ – અડધી ચમચી , નમક – ૧ ચમચી , ખાંડ – ૨ ચમચી , પાણી – જરૂર મુજબ.

વઘાર કરવા માટે :

ઓઈલ – જરૂરિયાત મુજબ , રાઈ – અડધી ચમચી, સફેદ તલ – અડધી ચમચી , લીલા મરચા – ૪ નંગ.

સેન્સવીચ ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ એક પાત્ર મા ઢોકળા નુ ખીરુ ઠાલવી લો. ત્યારબાદ ચટણી બનાવવા માટે સૌપ્રથમ ધાણાભાજી , સીંગદાણા , મરચા , તલ અને જીરુ બધુ મિક્સર મા ઉમેરી ને ક્રશ કરી નાખો અને એક બાઉલ મા કાઢી લો. હવે એક બીજા પાત્ર મા થોડુ ખીરુ ઉમેરી તેમા આ ક્રશ કરેલુ મિશ્રણ ઉમેરો ને આ બધુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી તેને એક લેયર થાળી મા પાથરી દો. ત્યારબાદ આ થાળી ને સ્ટીમર મા મૂકી ચૂલ્લો ચાલુ કરી દો.

આ મિશ્રણ સ્ટીમ થઈ જાય એટલે તેને બહાર કાઢી તેના પર ચટણી નુ એક લેયર પાથરો અને ફરી થી સ્ટીમર મા આ મિશ્રણ ને સ્ટીમ થવા મૂકી દો. ત્યારબાદ બધુ ખીરુ થોડુ-થોડુ કરી ને ૨-૩ મિનિટ ના સમયગાળા માટે આ પ્રક્રિયા અનુસરી સ્ટીમ કરી લો. આ મિશ્રણ વ્યવસ્થિત રીતે સ્ટીમ થઈ જાય એટલે તેના વ્યવસ્થિત ટુકડા કરી લો.

ત્યારબાદ એક કડાઈ મા ઓઈલ ગરમ કરી તેમા રાઈ ,સફેદ તલ અને બારીક સમારેલા લીલા મરચા ઉમેરી ને ઢોકળા નો વઘાર કરી લો. તો તૈયાર છે ગરમા-ગરમ સ્વાદિષ્ટ સેન્ડવીચ ઢોકળા.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.