હવે ફક્ત ૨ રૂપિયાનો ખર્ચો કરીને તમે પણ મેળવી શકો છો એકદમ કાળા અને ઘટાદાર વાળ

આજે દરેક મહિલા એવું ઇચ્છતી હોય છે કે તેમના વાળ ખૂબ લાંબા અને કાળા હોય. કારણકે વ્યક્તિની સુંદરતા તેના વાળ પર પણ આધાર રાખે છે. જો વાળ લાંબા અને કાળા હશે તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. પરંતુ આજની આગવી જીવનશૈલીના કારણે વાળ ખરવાની અને સફેદ થવાની સમસ્યાઓ વધી રહી છે. પરંતુ હવે પરેશાન થવાની જરૂર નથી કારણકે અમે તમારા માટે એક એવી ટ્રિક લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે ફક્ત બે જ રૂપિયામાં તમારા વાળને કાળા અને ઘટાદાર બનાવી શકો છો.

કોફી દ્વારા વાળ થશે કાળા અને લાંબા
આપણે સૌ જાણીએ છીએ કે કોફી પીવાથી થાક દૂર થાય છે અને શરીર એકદમ ફ્રેશ બની જાય છે. પરંતુ તમને એ વાતની જાણ નહીં હોય કે કોફી વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કોફી ની અંદર મળી આવતું કેફીન વાળ વધારવામાં ખૂબ મદદ કરે છે. ચાલો જાણીએ કોફી દ્વારા વાળને કેવી રીતે મદદ મળશે.

આ માટે તમારે બે વસ્તુની જરૂર પડશે. જેમાં ની પહેલી વસ્તુ છે કોફી અને બીજી વસ્તુ છે ઓલીવ ઓઇલ. વાળ માટે તમારે એક બાઉલમાં ૫૦ મિલિગ્રામ ઓલિવ તેલ લોલેવાનું છે. આ ઓઇલ ની અંદર તમારે ચાર ચમચી કોફી પાવડર મિક્સ કરવાનો છે. સારી રીતે મિક્સ કર્યા બાદ તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપો.

હવે જ્યારે પાંચ મિનિટ પૂરી થાય ત્યારબાદ તેને એક ચૂલા પર ધીમી આંચ પર ગરમ કરો. ગરમ કર્યા બાદ તેને થોડા સમય માટે ઠંડું થવા દો. ત્યારબાદ તેને એક બોટલ ની અંદર ભરી લો. તો મિત્રો તૈયાર છે તમારું તેલ. આ તેલને અઠવાડિયામાં બેથી ત્રણ વખત વાળમાં લગાવવાથી અને તેનો મસાજ કરવાથી વાળ થોડા સમયમાં કાળા અને ઘટાદાર બની જશે.

 

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.