હવે બળાત્કારીઓ ની ખેર નહી, ઝડપી સજા થાય તે માટે અમિત શાહે આપ્યા આ મોટા સંકેતો

ભારત સરકારના માનનીય કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ખાસ કરીને બળાત્કાર જેવા નિંદનીય અપરાધોના સંદર્ભમા ન્યાય પ્રણાલીમા ઘણુ મોડુ થતુ હોવા પર ચર્ચા કરતા સમયે ભારતીય દંડ સંહિતા આઈ.પી.સી.(IPC) અને સી.આર.પી.સી.(CRPC) ને દેશની વધારે અનુકૂળ બનાવવા માટે તેને સંશોધિત કરવા પોતાની સરકારના દ્રઢ નિશ્ચય પર ખાસ ભાર આપ્યો છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોથી આઈ.પી.સી.(IPC) અને સી.આર.પી.સી.(CRPC) મા બદલાવ માટે મંતવ્યો માંગ્યા છે. જેથી આ આધુનિક લોશાહીની આકાંક્ષાઓને પુરી કરે અને ખુબ ઝડપી ન્યાય અપાવવામા મદદ પણ કરે.

આઈ.પી.સી.(IPC) અને સી.આર.પી.સી.(CRPC) મા કરવામા આવી શકે છે બદલાવ

સરકારી નિવેદન અનુસાર પુણે શહેરમા પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોના ૫૪ મા સંમેલનમા ‘ગૃહમંત્રીએ ભારતીય દંડ સંહિતા આઈ.પી.સી.(IPC) અને સી.આર.પી.સી.(CRPC) ને આજની લોકશાહી વ્યવસ્થાની વધારે અનુકૂળ બનાવવા માટે તેમા બદલાવના પોતાની સરકારના નિશ્ચયને પ્રમુખતાથી સામે રાખ્યો હતો’. વર્ષ ૨૦૧૨ ના કુખ્યાત નિર્ભયા સામૂહિક બળાત્કાર તેમજ હત્યાકાંડ સહિત ધૃણાસ્પદ અપરાધોમા આરોપીઓને દંડ મળવામા મોડુ થતુ હોવાને લઇને અલગ અલગ સ્ટેજ પર જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે.

અપરાધોની ઝડપી સુનાવણી માટે કરવામા આવી શકે છે આ સંશોધિત

જો કે રવિવારના જોધપુર શહેરમા એક કાર્યક્રમમા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એ. બોબડે એ કહ્ય હતુ કે, ‘ન્યાય ક્યારેય ત્વરિત ના હોઈ શકે અને જો આ બદલો લેવાનુ રૂપ ધારણ કરી લેશે તો તેનો મૂળ સ્વભાવ જ ગુમાવી શકે છે’. ગયા અઠવાડિયે કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી એ કહ્યુ હતુ કે ભારતીય દંડ સંહિતા આઈ.પી.સી.(IPC) અને સી.આર.પી.સી.(CRPC) ને બળાત્કાર અને હત્યા જેવા અપરાધોની ઝડપી સુનાવણી માટે સંશોધિત કરવામા આવશે.

ગૃહમંત્રીએ પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોના આ વાર્ષિક સંમેલનને ‘વૈચારિક કુંભ’ ગણાવ્યુ છે

પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોના સંમેલનમા ગૃહમંત્રીએ અખિલ ભારતીય પોલીસ મહાવિશ્વવિદ્યાલય અને અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય તથા રાજ્યોમા તેમને માન્યતા પ્રાપ્ત કોલેજ ખોલવાની કેન્દ્ર સરકારની યોજનાની જાહેરાત કરી હતી. માનનીય ગૃહમંત્રીએ આ વાર્ષિક સંમેલનને ‘વૈચારિક કુંભ’ ગણાવ્યુ છે. જ્યા દેશના ઉચ્ચ પોલીસ અધિકારી એક મંચ પર આવે છે અને રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર નીતિગત નિર્ણય કરે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ, કેન્દ્રિય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા અને દેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ આ ૩ દિવસના સંમેલનમા ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.