હવે આંગળીઓ ની લંબાઈ થી પણ જાણી શકાશે કોરોના વાઈરસ નો ખતરો, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો!

ડિસેમ્બર ૨૦૧૯મા ચીન ના વુહાન શેહર થી શરુ થયેલા આ કોરોના વાઈરસ હવે સમગ્ર વિશ્વ મા પ્રસરી ચૂક્યો છે. વાઈરસ ના ખતરા ને ધ્યાન મા રાખી વૈજ્ઞાનિકો કોરોના રસી ઉપર કામ કરી રહ્યા છે. આ દરમિયાન વાઈરસ ની એક વાત જાણવા મળી છે. નિષ્ણાંતો નુ માનવું છે કે જે પુરુષો ની અનામિકા આંગળી ની લંબાઈ વધારે હોય છે. આ વાયરસ થી તેના મોત નો ખતરો ઓછો હોય છે. તો ચાલો જાણીએ આ પાછળ નુ કારણ. શુ જણાવે છે સ્ટડી?

બ્રિટન ની સ્વાનસી યુનિવર્સિટી ના વૈજ્ઞાનિકોએ આ સ્ટડીમા ૪૧ દેશો ના બે લાખ થી વધુ રોગીઓ ના મળેલા ડેટા ની તપાસ કરી હતી. જેમા ભારતમા ૨,૨૭૪ પુરુષો ના કેસ ની તપાસ કરવામા આવી હતી. જેમાં જાણવા મળ્યુ હતું કે, જે પુરુષો ની રિંગ ફિંગર નાની હોય છે તેમને કોરોના થી મોત નો ખતરો ત્રીસ ટકા વધી જાય છે. જેની રિંગ ફિંગર મીડિલ ફિંગર થી ખાસ નાની છે. તેમને કોરોના હશે તો પણ માઈલ્ડ લક્ષણોવાળો હશે. મોત નો ડર ઘણો ઓછો હશે. ઉલ્લેખનીય છે યુનિવર્સિટી આના પહેલા ના પબ્લિક હેલ્થ અંગે મહત્વ ના રિસર્ચ પણ કરી ચૂકી છે.

આંગળીઓ નો બીમારી સાથે શુ સંબધ? સ્ટડીમા સામેલ મુખ્ય રિસર્ચ પ્રોફેસર જોન મૈનિંગ મુજબ રિંગ ફિંગર નો સીધો સંબંધ ટેસ્ટોસ્ટેરોન થી હોય છે. જે અસલમા એક મેલ હોર્મોન છે. આ હોર્મોન માતા ના ગર્ભમા જ પુરુષોમા બનતો હોય છે. જે પુરુષોમા ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ની ટકાવારી વધુ હોય છે. તેથી જ વાઈરસ ના સંક્રમણ નો ખતરો ઓછો હોય છે. માનવામા આવી રહ્યું છે કે, આ હોર્મોન થી શરીરમા ACE-2 રિસેપ્ટર્સ ની સંખ્યા નક્કી થાય છે. જો ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય તો ACE-2 ની સંખ્યા પણ ઓછી હોય છે.

વૈજ્ઞાનિકો માને છે કે રિસેપ્ટર થકી આ વાઈરસ શરીરમા પ્રવેશે છે. જો કે, એ પણ માનવામા આવે છે કે રિસેપ્ટર્સ ની સંખ્યા વધુ હોય તો કોરોના નો હુમલો ફેફસાં ને કોઈ ખાસ નુકસાન પોહ્ચાડતુ નથી. રોગીઓ મા સાદા લક્ષણો હોય છે. સામાન્ય રીતે આંગળીઓ ની લંબાઈ ને ધ્યાનમા રાખી ને અલગ-અલગ દેશોમા ડેથ રેટ જુદા-જુદા દેખાય છે. અનેક દેશો જેવા કે બ્રિટન, બુલ્ગારિયા તેમજ સ્પેન જ્યા પુરુષો ની રિંગ ફિંગર નાની દેખાઈ, ત્યાં કોરોના ના લીધે પુરુષો ના મોત નો દર પણ વધુ જોવા મળ્યો હતો.

જો કે રશિયા, મલેશિયા તેમજ મકેસ્કોમા કોરોના ના લીધે પુરુષો ના મોત નો દર ઓછો દેખાયો હતો. જ્યા પુરુષો ની આંગળીઓ લાંબી હોય છે. ધ સન મા આ અંગે એક વિસ્તૃત એહવાલ આવ્યો છે. જે જણાવે છે કે પૂર્વિય એશિયા ના દેશો ને લઈ ને ન્યૂઝિલેન્ડ, ઓસ્ટ્રિયા તેમજ ઓસ્ટ્રેલિયા ના પુરુષો ની આંગળીઓ લાંબી હોવાના લીધે અહીં કોરોના ના કારણે ફેટલિટી રેટ ઓછો છે.

આવી રીતે માપવામા આવે છે આંગળી ની લંબાઈ: આ દરમિયાન વૈજ્ઞાનિકોએ રોગીઓ ની તર્જની તેમજ અનામિકા આંગળીઓ નુ માપ લીધું છે. અનામિકા એટલે કે રિંગ ફિંગર ની લંબાઈ ને તર્જની ની લંબાઈ થી ભાગાકાર કરો. પરિણામ ને ડિજિટ રેશિયો કહેવામા આવે છે. એક્સપર્ટ મુજબ જો આ રેશિયો આશરે ૦.૯૭૬ આવે તો પુરુષ દર્દી ને કોરોના થી સુરક્ષિત રહેવાની સંભાવના વધારે છે. આ રેશિયો ઓછો ત્યારે આવે છે જયારે રિંગ ફિંગર લાબી હોય. રેશિયો વધુ આવે તો કોરોના થી ખતરો વધે છે. જ્યારે મહિલાઓ ની આંગળીનો કોરોના વાઈરસ સાથે સંબંધ જોવા નથી મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.