ગુજરાતના હળવદ તાલુકાના એક ખેતરમાં આકાશ માંથી શંકાશીલ વસ્તુ પડતા મચી દોડધામ

ગુજરાત રાજ્યના હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં આવેલ એક ખેતર વિસ્તારમાં ઉપરથી કોઈ શંકાશીલ વસ્તુઓ પડતા દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે હળવદ તાલુકા પોલીસ અને મામલતદાર સહિતની ટીમ આ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પ્રાથમિક તપાસ હાથ ધરાતા હવામાન વિભાગના માપક યંત્રની કોઈ વસ્તુ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રાજ્યના હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા બળદેવભાઈ મનજીભાઈ દલવાડીના ખેતરમાં વાવેલ કપાસમાં આજે વહેલી સવારના રોજ ઉપર આકાશમાંથી કોઈ શંકાશીલ વસ્તુઓ પડી હતી. આ વસ્તુઓ ધ્યાને આવતા ખેતરમાં લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા.

ત્યારબાદ આ વસ્તુ પડયાની જાણ ગામલોકોએ હળવદ તાલુકા પોલીસ અને મામલતદારને કરી હતી. જેના પગલે હળવદ તાલુકા પોલીસ અને મામલતદાર સહિતની ટીમે ઘટનાસ્થળ પર દોડી આવીને આ વસ્તુઓ અંગે તપાસ હાથ ધરી હતી.

તાલુકા પોલીસ અને મામલતદારની ટીમની પ્રાથમિક તપાસમાં ખેતરમાં પડેલી આ વસ્તુઓમાં એક કેમેરો, એક સર્કિટ, થર્મોકોલના ૨ બોક્સ, ફુગ્ગો વગેરે વગેરે જોવા મળ્યા હતા. આ ફુગ્ગો હવામાન વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાય છે તેવો જોવા મળતો હતો. આથી આ તમામ વસ્તુઓ હવામાન વિભાગના માપક યંત્રની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

હવામાન વિભાગની જ આ વસ્તુઓ નીકળતા ગામલોકોએ રાહત નો શ્વાસ અનુભવ્યો હતો. જોકે હાલ હળવદ તાલુકા પોલીસ અને મામલતદારે આ બાબતે હવામાન વિભાગને જાણ કરીને આ અંગે વધુ તપાસ આગળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.