ગુજરાત સરકારનો અતિ મહત્વનો નિર્ણય, શહેરી વિસ્તારો મા હેલ્મેટ ને લઈ કરી આ મોટી જાહેરાત

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશભરમા નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ નવા દંડની રકમમા ખુબ મોટો વધારો કરવામા આવ્યો હતો. ટ્રાફિકના આ મોટા દંડની સમગ્ર ગુજરાત રાજ્યમાં અને દેશભરમા આકરી ટીકા અને વિરોધ કરવામા આવ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યની વિજય રૂપાણી સરકારે ગુજરાત રાજ્યના રહેવાસીઓને રાહત ના સમાચાર આપતા આપતા અતિ મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્યના માનનીય કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ એ જાહેરાત કરતા કહ્યુ હતુ કે, હવેથી નગરપાલિકા અને મહા-નગરપાલિકા ના શહેરી વિસ્તારોમા હેલ્મેટ પહેરવુ ફરજીયાત રહેશે નહિ. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમા લોકો માટે આ ખુબ મહત્વનો નિર્ણય લેવાયો હતો.

ગુજરાત રાજ્યમા ટ્રાફિકના નવા નિયમો અનુસાર શહેરી વિસ્તારમાં પણ હેલ્મેટ ન પહેરવા પર ૫૦૦ રૂપિયા જેટલો મસમોટો દંડ ફટકારવામા આવતો હતો. જેના કારણે ગુજરાત રાજ્યના લોકોમા ખુબ જ રોષ ફાટી નીકળ્યો હતો. અને ઠેર-ઠેર સરકારના નવા ટ્રાફિક નિયમોને લઈને વિરોધ કરવામા આવી રહ્યો હતો. ત્યારે આજે ગુજરાત સરકારે અતિ મહત્વનો નિર્ણય કરતા નગરપાલિકા અને મહા-નગરપાલિકા ના શહેરી વિસ્તારોમા હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી દેવામા આવી છે.

તો ગુજરાત સરકારે આ મહત્વના નિર્ણય કરતા જ ફરી એકવાર કેન્દ્ર સરકારની સામે ગુજરાત સરકારે નિયમોમા છૂટછાટ આપી છે. આ પહેલા પણ ગુજરાત સરકારે અમુક ટ્રાફિક નિયમોના ભંગને લઈને દંડમા છૂટછાટ આપી હતી. અને હવે શહેરી વિસ્તારોમા હેલ્મેટ પહેરવામાંથી જ મુક્તિ આપી દીધી છે.

જયારે કેન્દ્રની મોદી સરકારે ટ્રાફિક અકસ્માતમા મોતનો આંકડો ઘટાડવા માટે થઈને મોટો દંડ લાગુ કર્યો હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા કરવામા આવેલા આ અતિ મહત્વપૂર્ણ નિર્ણયને સૌ ગુજરાત રાજ્યના રહેવાસીઓએ આવકાર્યો છે.

One thought on “ગુજરાત સરકારનો અતિ મહત્વનો નિર્ણય, શહેરી વિસ્તારો મા હેલ્મેટ ને લઈ કરી આ મોટી જાહેરાત

 • December 5, 2019 at 4:08 pm
  Permalink

  અરે સાહેબ, આ નિયમ આજકાલ નો નથી.
  નગરપાલિકા ની હદ માં આવતા વિસ્તાર માં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી અને એના માટે દંડ ની પણ જોગવાઈ નથી, આ નિયમ મોટર વ્હિકલ ઍક્ટ માં પહેલે થી જ છે.
  આમાં કાંઈ મોટું તીર નથી માર્યું.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.