તમે પણ તમારા ઘરના આંગણામાં ઉગાડો આ શુભ વૃક્ષો, તમને પણ મળશે ઘણા ફાયદાઓ

મિત્રો , ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘર ની પાસે વૃક્ષ ઉગાડવાનું તથા ઘર ની પાસે એક નાનું એવું ગાર્ડન બનાવી વૃક્ષો ની માવજત કરવાનું અને સાર-સંભાળ રાખવાનું પસંદ કરતાં હોય છે. આ વૃક્ષો આપણાં ઘર ની સુંદરતા માં તો ચાર ચાંદ લગાવે જ છે સાથોસાથ તમને ફ્રેશ ઑક્સીજન પણ પૂરો પાડે છે જેથી ઘર ના સદસ્યો નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે.

આ ઉપરાંત જો વાસ્તુશાસ્ત્ર પર એક નજર મારીએ તો તમારા ઘર ની આસપાસ ઉગાડેલા વૃક્ષો તમારા ઘર મા નકારાત્મક ઉર્જા ને પ્રવેશવા દેતા નથી. આ વૃક્ષો આપણાં ઘર માટે એટલા લાભદાયી છે કે તેને પ્રાંગણ મા ઉગાડવા માત્ર થી ઘર મા લક્ષ્મી માતા નો વસવાટ થાય છે તથા ઘર મા વસતા તમામ સદસ્યો પ્રગતિ ના પંથ પર આગળ વધે છે. તો ચાલો જાણીએ કે એવા ક્યાં વૃક્ષો છે જેને ઘર ની આસપાસ લગાવવા મા આવે તો ઘર મા સુખ , શાંતિ અને સમૃધ્ધિ બની રહે.

દાડમ :

જો ઘર ના કોઈપણ સદસ્ય પર દેવું ચડી ગયું હોય અથવા તો નાણાં ની લેવડ-દેવડ માં કોઈપણ પ્રકાર ની ધન હાનિ થઈ હોય તો ઘર ની પાસે દાડમ નું વૃક્ષ વાવવું અત્યંત લાભદાયી ગણાય છે. દાડમ નું વૃક્ષ ઘર પાસે લગાવવા થી તમને દેવા માથી સંપૂર્ણપણે મુક્તિ મળશે તથા ઘર નું વાતાવરણ સકારાત્મક બનશે.

ક્રિષ્ના તુલસી :

ઘર મા ક્રિષ્ના તુલસી નો રોપ ઉગાડવો અત્યંત લાભદાયી ગણાય છે. આ રોપ ને ઘર ની આસપાસ લગાવવા મા આવે તો તમારા ઘર નું તણાવભર્યું વાતાવરણ દૂર થાય છે તથા તમારા ઘર મા નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી અને ઘર નો માહોલ શાંતિમય બની રહે.

કૃષ્ણકાંતા વેલ :

કૃષ્ણકાંતા વેલ પણ ઘર પાસે લગાવવી અત્યંત શુભ ગણાય છે. આ વેલ ને માતા લક્ષ્મી નું સ્વરૂપ ગણવા મા આવે છે. જો તમે ધન ને લગતી કોઈપણ સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો ઘર ની આસપાસ આ વેલ લગાવવી જેથી તમારા ઘર મા સાક્ષાત લક્ષ્મી માતા નો વાસ થાય અને તમારી ધન ને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય.

નાળિયેરી :

જેના ઘર ની આસપાસ નારિયેળી નું વૃક્ષ હોય તે સમાજ મા એક વિશિષ્ટ અને આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. જે લોકો સમાજ મા પોતાની એક ઓળખ , એક આગવી છાપ બનાવવા ઇચ્છતા હોય તેમણે પોતાના ઘર પાસે નારિયેળી નું વૃક્ષ અવશ્ય લગાવવું. આ વૃક્ષ લગાવતા જ સમાજ મા તમારી એક આગવી ઓળખ ઊભી થશે.

શ્વેતાર્ક :

આ શ્વેતાર્ક ના વૃક્ષ ને ગણપતિ ના વૃક્ષ તરીકે પણ ઓળખવા મા આવે છે. આ વૃક્ષ ગણપતિ બાપા નો પ્રિય વૃક્ષ છે. આ વૃક્ષ ને ઘર ની આસપાસ લગાવવા મા આવે તો તમારા ઘર મા સુખ-સમૃધ્ધિ ની સ્થાપના થાય છે. ઘર મા રહેલો તણાવ નો માહોલ દૂર થાય છે તથા ઘર નું વાતાવરણ સુખમયી અને શાંતિમય બને છે.

તુલસી :

તુલસી નો રોપ ઘર ની આસપાસ લગાવવા મા આવે તો તમારા ઘર ના તમામ સદસ્યો નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે તથા ઘર મા કોઈપણ પ્રકાર ની નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી. આપણા શાસ્ત્રો મા પણ તુલસી ના મહત્વ વિશે વર્ણન કરવામા આવ્યું છે. કોઈપણ શુભ કાર્ય મા તુલસી ને અગ્રિમ સ્થાન આપવામા આવે છે. દરેક ઘર મા એક તુલસી નો રોપ તો અવશ્યપણે હોવો જ જોઈએ.

આંબો :

આંબા નું વૃક્ષ પણ ઘર ની આસપાસ ઉગાડવા મા આવે તો લાભદાયી ગણાય છે. આ વૃક્ષ તમારા ઘર ની આસપાસ ઉગાડવા થી ક્યારેય પણ તમારા ઘર મા ઘન ની અચ્છત સર્જાતી નથી અને ઘર મા સુખ-શાંતિ અને સમૃધ્ધિ બની રહે છે.

અશોક વૃક્ષ :

જો ઘર ની આસપાસ અશોક વૃક્ષ ઉગાડવા મા આવે તો જ્ઞાન મા વૃધ્ધિ થાય છે તથા ઘર નું વાતાવરણ શાંતિમય અને સકારાત્મક બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.