ઘરે જ બનાવો છાસ નો મસાલો અને તેના ફાયદા વિષે પણ જાણી જ લો

છાસ તો એક એવું પીણું છે જેના વગર દરેક ગુજરાતી નું ભોજન અધૂરું રહે છે. ગમે એટલું સારું ભોજન બનાવ્યું હોય ઓઅન જો છાસ ન હોય તો બધો જમણવાર ફિક્કો લાગે છે. અને એમાય છાસ માં જો મસાલો ઉમેરી દેવા માં આવે તો છાસ નો સ્વાદ બમણો થઇ જાય છે. આ મસાલો આપણે બજાર માં સરળતા થી મળી જાય છે. પણ આજે આમે તમને ઘરે આ મસાલો કઈ રીતે બનશે એ ની રીત જણાવીશું. ઘરે પણ આ મસાલો ખુબ જ ટેસ્ટી અને ચટપટો બને છે.


સામગ્રી:-

 • 250 ગ્રામ મીઠું
 • 100 ગ્રામ જીરું
 • 100 ગ્રામ સંચર
 • 5 ગ્રામ તજ
 • 30 આખા મરી
 • 15 લવિંગ
 • ફુદીના ના પાંદ સુકેલા


રીત:

 • સૌ પ્રથમ એક કળાઈ લો અને તેમાં આ તજ, લવિંગ, જીરું, ફુદીનાના પાન  અને મરી નાખી અને ધીમા તાપે શેકીલો
 • થોડો થોડો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકીલો. અને હવે મસાલો સરસ શેકાય જાય પછી તેને થોડી વાર ઠંડો થવાદો
 • હવે આ ઠંડો થઇ જાય પછી તેને સારી રીતે મિક્ષર માં ક્રસ કરીલો. અને સરસ જીણો પાઉડર કરી લો
 • હવે આ પાઉડર ને એક ચારણી થી સરસ ચાળી લો. જેથી એક બાજુ સરસ પાઉડર ભેગો થઇ જાય
 •  હવે એક કડાઈ માં મીઠું નાખો અને સેકો.  પછી એક મોટું બાઉલ લઇ અને તેમાં સેકેલો મસાલો નાખો
 • અને તેમાં સેકેલુ મીઠું અને સંચર નાખી અને ફરી એક વાર પીસીલો  વધુ પીસવાની જરૂર નથી.
 • હવે તૈયાર છે સ્વાદિષ્ટ છાસ નો મસાલો તમે આ મસાલો કોઈ ફ્રુટ સાથે પણ ખાઈ શકો છો.
 • અને આ મસાલો છાસ માં નાખવાથી છાસ નો સ્વાદ બમણો થઇ જાય છે.
 • આ મસાલો છાસ સાથે પીવાથી ઘણા ફાયદા પણ થાય છે ચાલો જાણી લઈએ તેના વિષે.


ફાયદા:

 • જે લોકો ને બ્લડ પ્રેશર ની સમસ્યા હોય તેઓ માટે છાસ નો મસાલો ખુબ જ ફાયદા કારક છે
 • આ સાથે આ મસાલો છાસ માં નાખી ને પીવાથી પાચન ની સમસ્યા રહેતી નથી.
 • સાથે આ મસાલા નું સેવન કરવાથી શરીર માં લોઈ ની પરિભ્રમણ પણ સારી રીતે થાય છે.


લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

One thought on “ઘરે જ બનાવો છાસ નો મસાલો અને તેના ફાયદા વિષે પણ જાણી જ લો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.