ગરમીના કારણે તમારા ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર ગમે ત્યારે ફાટી શકે છે, બચવા માટે કરો ફક્ત આટલું.

જો તમે ન્યુઝ ચેનલ દેખતા હો તો તમને ખબર હશે કે થોડા સમય પહેલા ગરમીના કારણે ગેસ સિલિન્ડર ફાટવાની દુર્ઘટના બહાર આવી હતી. ન્યૂઝમાં બતાવ્યા પ્રમાણે એક ગેસ સિલિન્ડર ફાટવા ના કારણે એક પછી એક ગેસ સિલિન્ડર ફાટવાના અવાજ આવી રહ્યા હતા. લોકો આ આજથી બચવા માટે આમતેમ ભાગી રહ્યા હતા. આ પ્રકારની દુર્ઘટના બીજી વખત ના થાય તેનું પહેલેથી જ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. આજે આપણે કેલેન્ડર ફાટવાની દુર્ઘટના થી કેવી રીતે બચી શકાય તેના વિષે થોડી માહિતી મેળવીશું.

જ્યારે તમે નવો ગેસ સ્ટોવ ખરીદો છો ત્યારે તેની સાથે એક બુકલેટ આપવામાં આવે છે. આ બુકલેટ ની અંદર ગેસ હેન્ડલ કરવાની ગાઈડલાઈન લખેલી હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ આ ગાઈડલાઈન વાંચતો નથી. પણ દરેક લોકોએ તેને ધ્યાનથી વાંચવી જોઈએ, તો ઘણી સમસ્યાઓ તો આપણે આસાનીથી ટાળી શકીએ છીએ.

જો તમારા ઘરમાં ગેસની ગંધ આવતી હોય તો ડરવાની જરૂર નથી અને તમારા મગજને શાંત રાખો. આ સમયે ભૂલથી પણ રસોડામાં કે ઘરમાં કોઈ ઈલેક્ટ્રીક સાધન ચાલુ કરવું નહીં. જો કોઈ સાધનો ચાલુ હોય તો તેને તરત જ બંધ કરી દો. ઘરના બધા જ બારી બારણા ખોલી નાખો. ગેસને ઘરની બહાર કાઢવા માટે પાંખો ભૂલથી પણ ચાલુ ન કરો.

ગેસ લીક થયો હોય તે આ સમય દરમ્યાન જો ઘરની અંદર કોઈ દીવો કે પછી અગરબત્તી સળગતી હોય તો તેને તુરંત બુજાવી દેવી. જો ગેસનું રેગ્યુલેટર ચાલુ હોય તો તેને તુરંત બંધ કરી દેવું. આટલું કર્યા પછી પણ જો ગેસ લીક થતો હોય તો એક જ કાઢીને સેફ્ટી કેપ લગાવી દો. આ માટે તેના નોબને સારી રીતે ચેક કરો.

આ પરિસ્થિતિ દરમિયાન તમારા ડીલર માં સંપર્ક કરીને ઉત્પન્ન થયેલી સમસ્યા વિશે જણાવો. જેથી કરીને તે જલદીથી તમારી પાસે પહોંચી શકે. આ ઘટના દરમિયાન બાળકોનું ધ્યાન રાખો કે અને તેમને પોતાની નજીક જ રાખો, અને તેમને કોઈ પણ સ્વિચથી દૂર રહેવા કહો.

જો આગ લાગે તો…
ઘણી વખત ગેસ લીક થવાના કારણે સિલિન્ડરમાં આગ લાગી જતી હોય છે. જો તમારી સાથે પણ આવું થાય તો ભીનો ટુવાલ કે ચાદર કરીને સિલિન્ડર પર લપેટી લો. આમ કરવાથી સિલેન્ડર ને ઓક્સિજન મળતો બંધ થઇ જશે, જેથી આગ બુજાઈ જશે અને મોટી દુર્ઘટના થતી બચી શકે છે. આ ઉપરાંત તમે ઈમરજન્સી નંબર ૧૧૨ પર ફોન કરીને પણ ઘટના વિશે જણાવી શકો છો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.