ઈરાની સ્ત્રીઓ હોય છે ખૂબ જ સુંદર, આ છે તેની પાછળનું કારણ તમે પણ અજમાવી જુઓ છો

દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે દરેલ અલગ અલગ દેશની સ્ત્રીઓ દેખાવ માં અને સ્ટાઈલ માં એક બીજાથી અલગ પડે છે. દુનિયાના દરેક ખૂણામાં સ્ત્રીઓની એક અલગ તાસીર હોય છે, ઉપરાંત જેમ જગ્યા અને પ્રાંતના ફરે છે તેમ સૌદર્ય ને જાળવી રાખવાના નુસ્ખાઓ પણ ફરતા હોય છે. તમને ખબર હશે કે ઈરાનની મહિલાઓને દુનિયાભરમાં સૌથી સૌદર્યવાન માનવામાં આવી છે. જેનું કારણ ત્યાની મહિલાઓના ઘરેલુ નુસખા છે. આજે આપણે ઈરાની મહિલાઓની બ્યુટીના સિક્રેટ્સ અંગે જાણીશું.

ખાનપાનની સારી આદત
તમને જણાવી દઈએ કે ઈરાનની મહિલાઓ ખૂબસુરત હોવાનું કારણ એ છે કે તે ભારી માત્રમાં પ્રોટીનથી ભરપુર ડાયટ લે છે. અને તે ખોરાક માં વધારે પ્રમાણમાં ફાઈબરનો ઉપયોગ કરે છે આથી તેમની સ્કીન ગ્લો કરે છે. ઈરાન ની અંદર ડ્રાઇ ફ્રૂટ્સ ખુબજ આસાનીથી મળી રહે છે. જેમથી ખૂબ સારા પોષક તત્વો મળે છે. સાથે સાથે આ મહિલાઓ ભાત અને માછલી ખાતી હોવાથી ઓમેગા ફેટી એસિડ મેળવે છે અને હંમેશા તરોતાજા રહે છે.

માત્ર ખોરાક જ નહીં પણ ત્યાના સુકા વાતાવરણને લીધે પણ તેમની ત્વચાનો રંગ બેદાગ અને આંખોનો કલર અલગ ધરાવતી હોવાથી દુનિયાભરમાં સૌંદર્યમાં મોખરે રહે છે. જ્યારે ઈન્ડિયા માં ઘણી સ્ત્રીઓ સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવતા પણ ખચકાતી નથી ત્યાં હાલ આ નવો ટ્રેંડ ચાલી રહ્યો છે. સમૃદ્ધિ વધારે હોવાથી મહિલાઓ ખુબજ સરળતાથી ખર્ચ કરી શકે છે.

મસાજ થેરેપી
આ દેશ ની સ્ત્રીઓ પોતાની સુંદરતા ને વધારવા માટે બોડી મસાજ કરે છે એ પણ નારિયેળ તેલનો ઉપયોગ કરી ને. આની સાથે સાથે તે મધ બદામ મિક્સ કરી ચહેરા પર લગાવે છે. સુંદર હોઠ માટે દાડમનું તેલ વાપરે છે.

ગુલાબ જળ
જે રીતે આપણે ફેસ ને ફેશવોશ થી ધોઈએ છીએ તેમ અહી મહિલાઓ ચહેરાને ધોવા માટે ગુલાબજળ અને દૂધનો ઉપયોગ કરે છે. આનાથી તેમની ત્વચા ચમકીલી બને છે.

ઘરેલું નુસ્ખાઓ
ભારત માં બેસ્ટ સ્કીન બનાવવા માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટ નો ઉપયોગ ભારી માત્રમાં કરવામાં આવે છે. જ્યારે ઈરાની સ્ત્રીઓ તેની જગ્યાએ હોમમેડ વસ્તુઓ વાપરે છે. ઘરે ઈંડા અને લીંબુ મધનો ઉપયોગ કરે છે, આનાથી તેમની ત્વાચા ખુબજ સુંદર દેખાય છે.

મીઠાનું પાણી
આ સ્ત્રીઓ સુંદર હોવાનું એક બીજું કારણ એ પણ છે કે અહીની મહિલાઓ મીઠાનાં પાણીથી સ્નાન કરે છે, આમ કરવાથી તેમની ડેડ સ્કીન નીકળી જાય છે, ત્વચા પર કોઈ એલર્જી પણ રહેતી નથી.

ખુબસુરત વાળ માટે
આપણે આપના સારા વાળ માટે શેમ્પૂ અને બીજી કેમિકલ યુક્ત પ્રોડક્ટ વાપરીએ છીએ જ્યારે ઈરાની સ્ત્રીઓ સિલ્કી અને સાઈની વાળ માટે સીડર પાઉડરને કંડીશનરના રૂપે વાપરે છે. જેના કારણે વાળ ખુબજ સુંદર રહે છે. આ સિવાય સીડર તેલથી વાળમાં મસાજ કરવાથી પણ ગ્રોથ સારો રહે છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.