ઈંગ્લેન્ડના આ શહેરમાં ગુજરાતીમાં બોર્ડ મારવો પડ્યો, કે અહી પાનમાવા ખાઈને થુકશો નહિ

અત્યારે આમ તો જોવા જઈએ તો આપણા ભારત દેશમાં તો ગુટખા ખાઈને રસ્તાઓ પર થુંકનાર લોકોની બિલકુલ પણ કમી નથી પણ હવે આપણા ભારતીયોના આવા કામ એ વિદેશોમાં પણ થઇ રહ્યા છે. અને આ ઇંગ્લેન્ડના લિસેસ્ટર શહેરમા આ ભારતીયોની આ આદતથી ત્યાંની પોલીસ એ ખુબ હેરાન થઇ ગઈ છે અને છેવટે તેઓએ તેના માટે રસ્તાઓ પર બોર્ડ પણ લગાવવા પડયા છે અને આ બોર્ડની ખાસ વાત છે કે જેના પર અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતીમા પણ આ બોર્ડ પર લખવામા આવ્યુ છે.

અને આ ઇંગ્લેડનમા અત્યારે હાલ રહી રહેલા ગુજરાતી લોકો માટે આ રસ્તાઓ તેમજ સાર્વજનિક જગ્યાઓ પર તે ગુજરાતી ભાષામા સાઈન બોર્ડ એ લાગેલા છે, કે જે આપણા માટે એક શર્મનાક અનુભવ કરાવવા માટે પૂરતું છે. અને અહી નું નામ તો ખરાબ થાય જ છે પણ તેમાં પણ જોવા જેવી વાત એ છે કે તે બોર્ડ પર લખવામા એવું આવ્યું છે કે, જ્યાં ત્યાં રસ્તા પર થૂંકવું એ અસામાજિક અને અસ્વસ્થ્યકાર છે. માટે તમારી ઉપર જ્યાં ત્યાં થુકવા માટે ૧૫૦ યુરો એટલે કે આપણા ભારતના 13,000 રૂપિયા નો દંડ એ લાગી શકે છે.

માટે આવુ એટલા માટે લખવામા આવ્યું હતું કે કેમ કે બ્રિટિશ સફાઈ કર્મીઓને આ ફરિયાદ એ મળતી રહે છે કે અહીના ગુજરાતી લોકો એ પાન મસાલા ખાઈને જ્યાત્યા થૂંકતા રહે છે. અને અહીના મીડિયા રિપોર્ટના આધારે તેને સ્થાનીય પોલીસે એવું જણાવ્યું કે જ્યાં ત્યાં રસ્તાઓ પર પણ થૂંકવાની ઘટનાઓ તેમને આ વિસ્તારમા વધારે થઇ રહી છે, જે જ્યા આપણા ભારતીય લોકોની સંખ્યા વધારે છે અને આમ પણ જોવા જઈએ તો આ આપણા માટે એક સર્મનાક વાત કહેવાય.

અહીના લોકો એ આ દેશનું પાલન ના કરવાને લીધે ત્યા તેમને મોટો દંડ એ ભરવાનુ નક્કી કરવામા આવ્યું છે. અને જો કોઈ ગુટખા કે પાન મસાલા એ ખાઈને જ્યા ત્યા થૂંકે તો તેઓને આપણા ભારતીય મુદ્રાના હિસાબે જોવા જઈએ તો 13,000 રૂપિયાનો દંડ એ આપવાનો રહેશે. અને જો કે આ ઈંગ્લેન્ડમાં અંગ્રેજી ભાષામા તો આવી ઘણીબધી ચેતવણી ભરેલા બોર્ડ એ પહેલાથી જ લાગેલા છે, પણ હવે આ ગુજરાતી લોકોને પણ જોતા સાઈન બોર્ડ એ ગુજરાતી ભાષામા લગાવામા આવ્યા છે. અને ત્યાંના બધા લોકોનું માનવુ છે કે આ કદાચ આ અંગ્રેજી ભાષામા એ વાંચવામા અને સમાંજાવમાં કદાચ મુશ્કેલી પડતી હશે માટે આપણા ગુજરાતી ભાઈઓ માટે તકલીફ પડતી હશે માટે તેમને આવા પ્રકારના બોર્ડમા ગુજરાતી ભાષાનો પણ એક રીતે સમાવેશ કરવામા આવ્યો છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે આપણા ગુજરાત રાજ્યમાં પણ તમાકુ ખાઈને થૂંકવા પર એક રીતે પ્રતિબંધ છે કે જો તમને કોઈ થૂંકતુ મળે તો તમારે તેઓના પર ૫૦૦ રૂપિયાનો દંડ એ લગાવી શકાય છે. અને રાજ્યમા આ ઘણા મોટા સાર્વજનિક સ્થળો પર પણ આવા બોર્ડ એ લાગેલા છે, છતાં પણ આપણા ગુજરાતી લોકો એ વિદેશોમા પણ આવુ કરી રહ્યા છે અને જેને લીધે ત્યા ૧૫૦ યુરો નો દંડ એ નક્કી કરવામા આવ્યો છે.

આમ તો એક રીતે જોવા જઈએ તો ‘ટોબેકો ફ્રી ગુજરાત’ નું પણ કોઈ પાલન કરી રહ્યુ નથી અને આ લોકો એ જે જગ્યાએ જગ્યાએ થૂંકી થુંકી ને પકડાઈ રહ્યા છે. અને આ સિવાય તેઓ વિદેશોમા પણ આવુ કરીને તે દંડ ભરી રહ્યા છે. આમ તો જોવા જઈએ તો જો કે તમાકુને લઈને મહારાષ્ટ્ર સરકારે પણ અમુક કડક નિયમો એ બનાવેલા છે, છતા પણ ત્યા લોકો આ સૂચનાનું ચોક્કસ રીતે પાલન નથી કરતા.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.