એક તરફ કોરોના નો આતંક અને બીજી બાજુ ગુજરાત ના ખેડૂતો માટે અશુભ સમાચાર, એક કે બે નહીં નવ જિલ્લાઓ મા ફેલાયા તીડ

કોરોના ની આ મહામારી વચ્ચે ગુજરાતમા ફરી એકવાર તીડોએ આક્રમણ કર્યુ છે જેના લીધે ખેડૂતો ની ચિંતામા વધારો થયો છે. પાકિસ્તાન તેમજ રાજસ્થાન થી ત્રાટકેલાં તીડો ના આક્રમણ ને લીધે રાજ્ય નુ કૃષિ વિભાગ સતર્ક બન્યુ છે. એટલુ જ નહી, રાજ્ય સરકારે રાજસ્થાન સરકાર સાથે પણ સમ્પર્ક સાધ્યો છે. અમદાવાદ, મોરબી સહિત નવ જિલ્લાઓ મા તીડો ના ઝૂંડ ત્રાટક્યાં છે જેના લીધે ખેડૂતો ની મુશ્કેલી વધી છે.

એક તરફ કોરોના નો કેહર અને બીજી તરફ આ તીડ

એક બાજુ ગુજરાતમા કોરોનાએ કેહર મચાવ્યો છે. રોજ ના આ વધતાં કેસોએ લોકો ને ચિંતાતુર બનાવ્યા છે. તો બીજી બાજુ ગુજરાત ના સરહદી વિસ્તારો સિવાય ઘણા જિલ્લાઓ મા તીડો ના ઝૂંડોએ આક્રમણ કર્યુ છે જેના લીધે ખેડૂતોમા ચિંતા નો માહોલ સર્જાયો છે. રાજ્યમા સરહદી જિલ્લા બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ તેમજ ગાંધીનગર જિલ્લામા તીડો ના ઝૂંડ જોવા મળ્યા છે.

ખેડૂતો ને પડ્યા પર પાટુ

હાલ ખેડૂતો પર તો પડ્યા પર પાટુ જેવી પરીસ્થિતી સર્જાય છે કારણ કે આ કોરોના ની મહામારી વચ્ચે ઘઉં, ડાંગર સહિત અન્ય ધાન્ય પાકો ના પોષણક્ષમ ભાવો મળતા નથી. તો આ ચોમાસુ કેવી રીતે કાઢવુ તે એક પ્રશ્ન બન્યો છે. ખેતમજૂરો વિના ખેતી કરવી અઘરી બની છે. ઘણા આવા પ્રશ્નો વચ્ચે હવે તીડો ના ઝૂંડોએ ખેતરોમા આક્રમણ કર્યુ છે જેના કારણે ખેડૂતો ની ચિંતા વધી છે તેનુ કારણ છે કે,ઉનાળુ વાવેતર પર જોખમ મંડાયું છે. તીડો હવે ઉનાળુ પાક નો ખાતમો કરી શકે છે.

હાલ તીડોએ ફરી ગુજરાત પર આક્રમણ કર્યુ છે જેના પગલે રાજ્ય કૃષિ વિભાગ સતર્ક બન્યુ છે. આ તીડ ના આક્રમણ ને પગલે કૃષિ વિભાગ ની ટીમોએ આ નવ જિલ્લા ના વિવિધ વિસ્તારોમા દવા નો છંટકાવ કરીને તીડ નિયંત્રણ ની કામગીરી હાથ ધરી છે. ખેડૂતો ને પણ તીડ ના ઝૂંડ દેખાય તો કૃષિ વિભાગ ને જાણ કરવા જાહેર કરાયુ છે.

ગુજરાત બાજુ આગળ વધી શકે છે તીડો નુ ઝૂંડ

રાજસ્થાન ના બાડમેર, અજમેર તેમજ નાગોર જિલ્લા માથી તીડો ના ઝૂંડ હજુ યથાવત છે જે આગામી દિવસોમા ગુજરાત તરફ આગળ વધી શકે છે. આ સ્થિતી ને ધ્યાન મા રાખી ગુજરાત કૃષિ વિભાગે રાજસ્થાન સરકાર સાથે પણ સંપર્ક કર્યો છે. પાકિસ્તાન તરફ થી પણ તીડો ના ઝૂંડ ગુજરાત ના સરહદી વિસ્તારોમા ત્રાટક્યાં છે. ગયા વર્ષે પણ તીડોએ આક્રમણ કરતા બનાસકાંઠા જેવા સરહદી જિલ્લાઓ મા પાક ને વધુ નુકશાન કર્યુ હતું જેના લીધે રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ પેકેજ પણ જાહેર કર્યુ હતું.

ગુજરાત મા ૧૯૦ હેકટરમા તીડ ના ઝૂંડ જોવા મળ્યા

રાજયના અમુક વિસ્તારોમા તીડ છુટા છવાયા ટોળામા જોવા મળ્યા છે. હાલ તીડ પ્રભાવિત વિસ્તારમા આશરે લગભગ ૧૫૦ થી ૨૦૦૦ પ્રતિ હેક્ટર તીડ ની સંખ્યા મા જોવા મળ્યા છે. આ વર્ષે રાજ્યમા સૌપ્રથમ ૮મી મે ના રોજ બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના મીઠા વિચારણ ગામમા જોવા મળ્યા હતા. હાલ રાજ્ય ના બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર તેમજ અમરેલી ના કુલ ૧૨ તાલુકા ના ૩૧ ગામ મા આ તીડ જોવા મળ્યા છે જેના અનુસંધાને કુલ ૨૭૬ ટીમો દ્વારા સર્વે કરવામા આવ્યો છે.

હાલ સુધી મા કુલ ૯૯૨૫ હેક્ટર વિસ્તાર નો સર્વે કરાયો હતો. આ સર્વે વખતે કુલ ૧૯૦ હેક્ટર વિસ્તારમા રણ ના તીડો જોવા મળ્યા છે. તે પૈકી કુલ ૧૧૨ હેક્ટર વિસ્તાર મા જંતુનાશક દવા દ્વારા તીડો નુ નિયંત્રણ કરવામા આવ્યું છે. તીડો નુ નિયંત્રણ કરવા માટે રાજ્ય તેમજ જીલ્લા ના અધિકારીઓ કેન્દ્ર ની તીડનિયંત્રણ એકમ ની ટીમ સાથે સતત સંપર્ક મા છે. તીડો થી પ્રભાવીત જીલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ ની પણ રચના કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ રાજ્યમા કચ્છ, બનાસકાંઠા, પાટણ જીલ્લાઓ મા આશરે ૧૯ હજાર થી વધુ હેક્ટર વિસ્તારો મા તીડો નો ઉપદ્રવ જોવા મળેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.