દુખાવાથી ચીસો પાડતી રહી પત્ની અને પતિ બન્યો હેવાન, સાસુએ ખોલ્યો દરવાજો તો ઉડી ગયા હોશ

આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં ભારત દેશની અંદર અનેક પ્રકારના કુરિવાજોને માનવામાં આવતા હતા. જેની અંદર દહેજપ્રથા એ સૌથી વધુ નુકસાનકારક પ્રથા હતી. જ્યારે કોઈ પણ દીકરીને સાસરે વળાવવામાં આવે ત્યારે તેના માવતર તરફથી તેને ભરપૂર માત્રામાં દહેજ આપવામાં આવતું હતું. અને જો કોઈ પણ દિકરીને દહેજમાં ખૂબ ઓછી વસ્તુ મળી હોય તો તેના કારણે તેને વારે વારે મેણાં ટોણા સાંભળવા પડતા હતા.

આજના સમયમાં ધીમે-ધીમે આ પ્રકારની થતી જોવા મળે છે. પરંતુ આજે ઘણા એવા પછાત વિસ્તારો છે કે જ્યાં આ પ્રથા આજે પણ માનવામાં આવી રહી છે. આ જગ્યાએ આવી અનેક પ્રકારની પ્રથાઓને હજી પણ માનવામાં આવી રહી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ઉત્તરપ્રદેશના એક ગામની અંદર બનેલી આવી જ એક ઘટના વિશે.

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લા ની અંદર કકરા પોખર ગામની અંદર એક વ્યક્તિએ પોતાની પત્નીનું ગળુ દબાવી અને તેની હત્યા કરી નાખી હતી. જ્યારે પોલીસને આ ઘટના અંગે ખબર પડી ત્યારે તેને જે વ્યક્તિને જિલ્લા હોસ્પિટલની અંદર દાખલ કરાવ્યો. અને ત્યાંથી તેની વિરુદ્ધ હત્યા અને દહેજનો કેસ નોંધાવ્યો હતો.

હકીકતમાં આ ઘટના અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે શુક્રવારની રાત્રે જ્યારે પત્ની પોતાના રૂમની અંદર સુતી હતી. તેમનો પતિ કે ઘરની અંદર ગયો તેની ઘરની અંદર રહેતા બીજા સભ્યો પોતાના જૂના ઘરની અંદર સૂવા ગયા હતા. જેથી આ નવા ઘરની અંદર પતિ-પત્ની બંને એકલા જ હતા. તેમના પતિએ આ મકાન નો લાભ ઉઠાવી પોતાની પત્નીનું ગળું દબાવી અને તેની હત્યા કરી નાખી.

બીજે દિવસે જ્યારે તે છોકરીના માતા પિતા પોતાની દીકરી ની ખબર કાઢવા આવ્યા ત્યારે તેને જોયું તો ઘરની અંદર દરવાજો ખુલ્લો હતો અને પોતાની દીકરી ની લાશ પડી હતી. અને પોતાનો જમાઈ લોહીલુહાણ ત્યાં બેઠો હતો. આ દીકરીને માતાએ બૂમ પાડી અને આસપાસના ગામના લોકોને એકઠા કરી લીધા.

થોડી જ વારમાં ગામના લોકો આસપાસથી ત્યાં ભેગા થઈ ગયા. અને જ્યારે તે લોકોએ આ દ્રશ્ય જોયું એટલે ગામના લોકો પણ હેરાન રહી ગયા. એટલી જ વારમાં ત્યાંના પોલીસ અધિકારી રાજેશકુમાર દૂબે પણ પોતાની ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેણે મૃત મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેતા તે વ્યક્તિને સારવાર માટે મેડિકલ મોકલવામાં આવ્યો.

આમ આજે પણ આ સમાજની અંદર અમુક એવી જગ્યાઓ છે, જ્યાં અગાઉના જુના કુરિવાજોને માનવામાં આવે છે. અને તેના કારણે લોકો અમુક એવા કામ કરીએ છે કે જેથી કરીને તેને આખી જિંદગી પસ્તાવું પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.