ધીરુભાઈ અંબાણી રિલાયન્સ જીયો બાદ હવે જ્મ્પલાસે આ મોટા પ્રોજેક્ટમાં જે મુંબઈ નજીક બનાવાનો છે

મિત્રો, આપણે સૌ એ વાત ના સાક્ષી છીએ કે વિશ્વ ના ૧૩ મા ક્રમાંક ના સૌથી શ્રીમંત વ્યક્તિ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મુકેશ અંબાણી એ રીલાયન્સ જીઓ દ્વારા હાલ ટેલિકોમ સેક્ટર નો આખો નકશો જડમૂળ થી પરિવર્તિત કરી નાખ્યો છે અને હવે તે આવી જ કઈક ચમત્કાર રિયલ એસ્ટેટ મા કરવા નુ વિચારી રહ્યા છે.

હાલ, વર્તમાન મા જ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા મુંબઈ ની પાસે એક વિશ્વ સ્તર ની મેગાસીટી નુ નિર્માણ કરવા માટે ની બ્લૂપ્રીન્ટ તૈયાર કરી છે. એક મળતી રીપોર્ટ મુજબ આ મેગાસિટી એટલી વિશાળ હશે કે જેની કોઈએ કલ્પના પણ નહી કરી હોય.આ પ્રોજેક્ટ એ રીલાયન્સ ગ્રુપ નો એક્માત્ર સૌથી વિશાળ પ્રોજેક્ટ હશે. જેનો દરેક હિસ્સો પોતાના મા જ એક પ્રોજેક્ટ હશે.

સિંગાપુર ની માફક કરાશે વિકસિત :
અંબાણીનુ આ મેગાસિટી એ સિંગાપુર જેવુ જ વિકસાવવામા આવશે અને આ મેગાસિટીમા હવાઈમથક પોર્ટ આ સિવાય સી લિંક કનેક્ટિવિટી નો એક સાથે સામેલ કરવામા આવશે. આ મેગાસિટી મા ૫ લાખ થી વધુ લોકો એકીસાથે વસવાટ કરી શકશે. ફક્ત વાત અહી સુધી જ સીમિત નથી થતી પરંતુ , આ મેગાસિટી મા હજારો ની સંખ્યાઓ મા કંપનીઓ પણ હશે. આ પ્રોજેક્ટ ના નિર્માણ પાછળ અંદાજિત ૭૫ અબજ ડોલર ખર્ચાઈ શકશે તેવો અંદાજ લગાવવા મા આવી રહ્યો છે.

રિયલ એસ્ટેટ નુ માળખુ બદલાઈ જશે :
અંબાણી પોતાના આ મહત્વકાંક્ષી આયોજન ને ખુબ જ મોટાપાયે લોંન્ચ કરી શકે છે. આ આયોજન એવુ હશે કે જેની કોઈએ સ્વપ્ન મા પણ કલ્પના ના કરી હોય. આ સાથે અમુક તજજ્ઞો ના મત મુજબ જેમ રીલાયન્સ જીઓ એ ટેલિકોમ માળખા ને જડમૂળ થી પરીવર્તીત કરી નાખ્યુ. તેમ આ પ્રોજેક્ટ રીયલ એસ્ટેટ ના માળખા ને પણ પરીવર્તીત કરી નાખશે. રીલાયન્સ નો આ પ્રોજેક્ટ એક નવુ જ આયામ પ્રસ્થાપિત કરશે. આ આખા વિશ્વ મા શહેર ના વિકાસ ની તસવીર જ પરિવર્તીત કરી નાખશે.

ઘર નુ મૂલ્ય ઓછુ થશે :
તજજ્ઞો ના મત મુજબ આ પ્રોજેક્ટ અસ્તિત્વ મા આવે એટલે મુંબઈ શહેર નુ ચિત્ર બદલી જશે. તેમણે જણાવ્યુ કે , નવુ શહેર રીવર્સ માઈગ્રેશન ના કારણે વિકસીત થશે. જેથી , મુંબઈ મા રીઅલ એસ્ટેટ ની કંપનીઓ દ્વારા વેચવા મા આવતા ઘર ની સાપેક્ષ ઘર નુ મૂલ્ય ઓછુ થઈ જશે.

ધીરુભાઈ અંબાણી નુ ઘર :
રીલાયન્સ ગ્રુપ નો પાયો નાખનાર ધીરુભાઈ અંબાણીએ પહેલી વખત નવી મુંબઈ મા એક મેગાસિટી બનાવવા નુ વિચાર્યુ હતુ. તેમણે ૮૦ ના દશક મા આ પ્રોજેક્ટ અંગે વિચાર્યુ હતુ. જો એ સમયે અંબાણી નુ આ આયોજન સફળ થઈ ગયુ હોત તો મુંબઈ મા હાલ આ ભીડવાળી વસ્તી મા થી મુક્તિ મળી ગઈ હોત.

ભાડા પર લેવા મા આવી ૪૦૦૦ એકર જમીન :
રીલાયન્સે વર્લ્ડ લેવલે એક ઈકોનોમિકલ હબ સ્થાપી અને તેનો વિકાસ કરવા માટે ગયા મહીના ના પ્રારંભે નવી મુંબઈ એસ.ઈ.ઝેડ પાસે થી ૨૧૦૦ કરોડ રૂપિયા ના રેન્ટ પર ૪૦૦૦ એકર જમીન ભાડા પર લેવા ની જાહેરાત કરી હતી. નવી મુંબઈ એસ.ઈ.ઝેડ એ વર્ષ ૨૦૦૬ મા આ જમીન વિકસીત કરવા માટે બહાર પાડી હતી.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.