દરરોજ ખાઓ માત્ર ૧ ચમચી જીરું તમારું વજન ઉતરશે સડસડાટ, જાણો કે રીતે કરશો જીરાનું સેવન

મિત્રો, જયારે તમે આ લેખ નું ટાઈટલ વાંચશો ત્યારે તમને બે મિનિટ માટે અવશ્ય હસવું આવશે અને કહેશો કે આવું કેવી રીતે શક્ય બને. ઝડપથી વજન ઉતારવાનો જાદુઈ ઉપાય જીરું આ કંઈ મજાક થોડી છે. પરંતુ , હું તમને એમ કઉં કે જીમ ને બદલે રસોડામાં જવાથી પણ વજનમાં ઘટાડો થઈ શકે. સાંભળીને આશ્ચર્ય અવશ્ય થશે પરંતુ , આ વાત સનાતન હકીકત છે. તો ચાલો જાણીએ આ વિશેષ નુસ્ખા વિશે.

હાલ વર્તમાન સમય માં વિશ્વ નો એક વિશાળ વર્ગ આરામપ્રિય જીવન અને કસરતના અભાવના કારણે મોટાપા ની સમસ્યા થી પીડાય છે અને આ મોટાપો તેની સાથે અનેક સમસ્યાઓ સાથે લાવે છે અને એટલે જ વજનને નિયંત્રણમાં રાખવું અતિ આવશ્યક છે.આ મોટાપા ની સમસ્યા થી પીડાતા લોકો તુરંત વજન ઉતારવા માટે અવનવા ઉપાયો અજમાવતા રહે છે.

હાલ આ વર્તમાન યુગ માં સ્લિમ એટલે કે પાતળું દેખાવું તો કોને નથી ગમતું? એમાંય ખાસ કરીને સ્ત્રીઓ પોતાની બોડી બાબતે વધુ પડતી પોઝેસિવ હોય છે અને પોતાની બોડી સ્લિમ રાખવા માટે એટલે કે પોતાનું વજન નિયંત્રિત રાખવા માટે તે જીમમાં પુષ્કળ નાણાં ખર્ચે છે.

પરંતુ , હું તમને વિશ્વાસ સાથે કહુ છું કે આ લેખ વાંચ્યા બાદ તમે જીમમાં જશો કે નહીં જાઓ પરંતુ , રસોડામાં ચોક્કસ જશો એ વાતની પાકી ખાતરી છે. શું તમને ખ્યાલ છે રસોઈ માં મસાલા તરીકે ઉપયોગ માં લેવાતું સામાન્ય એવું જીરુ વજન ઉતારવાનો અકસીર ઉપાય છે. જીરુ એ ફકત રસોઈને જ વધુ સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર નથી બનાવતું પરંતુ તે સ્વાસ્થ્યવર્ધક લાભ પણ ધરાવે છે.

પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ ના નિવારણ માટે જીરું ઉપયોગી છે. જીરૂ માં મેંગેનીઝ , લોહતત્વ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ,ઝીંક અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો પુષ્કળ પ્રમાણ માં સમાવિષ્ટ હોય છે. જીરુ શરીરમાં સંગ્રહિત થયેલી વધારાની ચરબી ને તુરંત જ ઓગાળે છે એ જીરૂ ની મુખ્ય વિશેષતા છે .

એક ખૂબ જ જાણીતા ન્યુટ્રિશનિસ્ટ કવિતા દેવગણ જીરા નો યુઝ કરી વજન ઉતારવા માટે ના કેટલાક નૂસ્ખા વિશે જણાવે છે. આહાર સંબંધિત માહિતી ધરાવતા તજજ્ઞ ન્યુટ્રિશનિસ્ટ કવિતા જણાવે છે કે જીરાં નું સેવન કરવાથી તેમાં રહેલા પોષકતત્વો આહાર નું યોગ્ય રીતે પાચન કરે છે તથા અપચા જેવી સમસ્યા દૂર કરે છે અને આ ઉપરાંત જીરું પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.

જીરુ શરીર ને સ્ફુર્તિમયી બનાવે છે તથા મેટાબોલિઝ્મને પણ મજબૂત બનાવે છે. હાલમાં થયેલા અભ્યાસ અનુસાર જીરા પાવડરના નિયમિત સેવન થી શરીરમાં ચરબીનું એબ્ઝોર્શન પણ ઓછુ થાય છે જેને કારણે પણ વજનમાં પણ તુરંત ઘટાડો જોવા મળે છે.

જો તમે તમારો વજન તુરંત ઘટાડવા ઈચ્છતા હોવ તો તમારા દૈનિક આહારમાં ઓછામાં ઓછા બે વાર જીરાનો ઉપયોગ કરવો આવશ્યક છે. આ ઉપરાંત એક મોટી ચમચી જીરૂ એક ગ્લાસ પાણીમાં પલાળી વહેલી સવારે તેનો ઉકાળો બનાવીને તેને ઠંડુ કરી તેનું સેવન કરવામાં આવે તો પણ વજનમાં ઘટાડો થાય છે. આ સિવાય પલાળેલા જીરાનું નિયમિત સેવન કરવાથી પણ શરીરને અનેક પ્રકાર ના લાભ પ્રાપ્ત થાય છે.

વજન ઉતારવા માટે જીરાનો ઉપયોગ કરતી વખતે અમુક વિશેષ બાબતો અવશ્યપણે ધ્યાનમાં રાખવી. જેમકે જીરૂ ચોખ્ખું હોવું જોઈએ અને એટલું જ નહીં પણ જીરુ તેના ઓર્ગેનિક ફોર્મ માં પણ હોવું જોઈએ .અનેક વાર એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં વ્યસ્ત હોવાના કારણે જીવન સાથે સંકળાયેલી ચીજવસ્તુઓની ગુણવત્તા અંગેની આવશ્યક માહિતી હોતી નથી

પરિણામે , આપણે આ માહિતી મેળવવા માટે બહારની દુનિયામાં ફાંફાં મારતા હોઈએ છીએ પરંતુ , જો આપણે આપણાં રસોડા તરફ એક નજર કરીએ તો અનેક ખાદ્ય વસ્તુઓ એવી છે જેના નિયમિત સેવનથી આપણે આપણું શારીરિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.