ડાંગ મા આચાર્ય અને પરિણીત શિક્ષિકા મનાવતા હતા રંગરેલીયા, અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ થતા…

તાજેતરમાં જ ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ એક શાળાના મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય અને તે જ શાળાની પરિણીત શિક્ષિકા વચ્ચેના પ્રેમ-પ્રકરણ અને તેની અંગત પળોની તસ્વીરો અને વીડિયો કલીપે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે.

આ ઘટના બાદ વિવાદ વધારે વકરતા શિક્ષણ વિભાગે બન્નેની ફેરબદલી કરી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે. વઘઇ તાલુકામાં આવેલ એક પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય અને પરિણીત શિક્ષિકા પ્રણયફાગ ખેલવામાં વ્યસ્ત રહેતા હતા. આ બન્નેના કેટલાક આપત્તીજનક કહી શકાય તેવી અશ્લીલ તસ્વીરો અને વીડિયો શિક્ષક ગણમાં જ વાયરલ થયા હતા. પરંતુ ત્યારબાદ વાત આગળ વધીને વાલીઓ સુધી પહોંચતા મામલો ખુબ ગરમાયો હતો.

ગામ લોકોએ પોતાના બાળકોનું હિત જોતા શાળાએ જઇ મોટો હોબાળો મચાવતા શિક્ષણ તંત્ર દોડતું થઈ ગયું હતું. વિવાદ વધુ વકરે એવું લાગતા ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માનનીય શ્રી એમ.સી.ભૂસારા એ ટી.પી.ઓ.દ્વારા પ્રથમ તપાસ કરાવી હતી. જેમાં આચાર્ય અને શિક્ષિકાના અંગત પળોની વીડિયો કલીપ અને તસ્વીરો સાચા હોવાનું તથા બન્નેની અંગત પળોની તસવીરો અને વીડિયો પણ મુખ્ય શિક્ષકે એટલે કે આચર્ય એ પોતે જ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આ મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય અને પરિણીત શિક્ષિકાની અલગ અલગ જગ્યાએ ફેરબદલી કરી દેવાઇ છે.

આ અંગે ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માનનીય શ્રી એમ.સી. ભૂસારા એ જણાવ્યું હતું કે, હાલ બન્ને શિક્ષકોની તત્કાળ અસરથી અલગ અલગ શાળાઓમાં ફેરબદલી કરી દીધી છે. સાથે તેઓ સામે ખાતાકીય તપાસ કરી યોગ્ય શિક્ષાત્મક પગલા ભરવા માટે તમામ પુરાવાઓ સહિત શિક્ષણ નિયામકને વિગતવાર અહેવાલ પણ મોકલી દેવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.