દંડ થી મુક્તિ? હવે બંધાણીઓ ને નહી થૂકવું પડે જાહેરમા, રાજકોટ ની એક કંપનીએ બનાવ્યો આવો ગ્લાસ

મિત્રો, હાલ કેન્દ્ર સરકાર દ્વારા જ્યા-ત્યા રસ્તા પર થૂંકનારાઓ સામે દંડ ફટકારવાની જોગવાઈ કરી છે. જોકે, આપણા ગુજરાત રાજ્યમા સૌરાષ્ટ્રમા સૌથી વધારે વ્યસનના બંધાણીઓ છે અને આ વ્યસન ધરાવતા લોકોને અવારનવાર પાન-મસાલા ખાઈને થૂંકવાની આદત હોય છે. ત્યારે આવા લોકો માટે એક વિશિષ્ટ ડિસ્પોઝેબલ ગ્લાસનુ સંશોધન કરવામા આવ્યુ છે. રાજકોટ સ્થિત એક કંપની રોજર મોટર્સ દ્વારા એક વિશિષ્ટ પ્રકારનો ડિસ્પોઝેબલ ગ્લાસ બનાવવામા આવ્યો છે.

રોજર મોટર્સના મેનેજિંગ ડિરેક્ટર ક્રિપાલસિંહના જણાવ્યા મુજબ આ ગ્લાસના તળિયે એક વિશેષ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ ગ્લાસમા કોઈપણ પ્રવાહી નાખવામા આવે તો તે જામી જાય છે એટલે કે જો પાન અને માવાના વ્યસન ધરાવતા લોકો હવે જ્યા-ત્યા થુક્વાને બદલે આ ગ્લાસ સાથે રાખે અને તેમા જ થૂંકવાનુ રાખે તો તે આ આકરા દંડથી બચી શકશે. ૧ ગ્લાસમા તમે વધુમા વધુ ૧૦૦ વખત સુધી થૂંકી શકો ત્યારબાદ આ ગ્લાસ ભરાઈ જાય છે.

આ ગ્લાસની એ પણ વિશેષતા એ છે કે, આ ગ્લાસમા વારંવાર થુંકવા છતા પણ ગ્લાસમાંથી કોઈપણ પ્રકારની બદબુ નથી આવતી કે કોઈપણ પ્રકારના બેક્ટેરિયા પણ જમા નથી થતા. આ ગ્લાસની અંદર સોડીયમ બેઝ્ડ કેમિકલ નો ઉપયોગ કરવામા આવ્યો છે જે પ્રવાહીને ઘન સ્વરૂપમા ફેરવી નાખે છે અને બેક્ટેરિયાનો પણ નાશ કરી દે છે. આ ઉપરાંત આ ગ્લાસ નુ મૂલ્ય ફક્ત ૩૦ રૂપિયા છે જેથી, સરળતાથી કોઈપણ આ ગ્લાસની ખરીદી કરી શકે છે.

હાલ જે રીતે કોરોનાની સમસ્યાનો કહેર સમગ્ર વિશ્વ પર ઘૂમી રહ્યો છે તેવા સમયે રોજર મોટર્સ દ્વારા આ પ્રકારનો વિશિષ્ટ ગ્લાસ તૈયાર કરવામા આવ્યો છે, આગામી સમયમા કંપની આ ગ્લાસ વિશે સરકારને પણ માહિતગાર કરશે તથા એવી શક્યતાઓ ખરી કે, સ્વચ્છ ભારત મિશનમા આ ગ્લાસના ઉપયોગ અંગેની રજૂઆત કરવામા આવી શકે. આ સાથે જ સ્થાનિક તંત્રને માહિતગાર કરી આ ગ્લાસ પાનના ગલ્લે અથવા અન્ય દુકાનોમા ઉપલબ્ધ કરાવવા નુ આયોજન કરવામા આવશે.

હાલ વર્તમાન સમયમા તો જ્યા-ત્યા થુકતા લોકોને ઝડપી પાડીને ૨૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે, ત્યારે આ પ્રકારના ગ્લાસ બાઈક કે કારમા સાથે રાખવાથી પણ થુકવામા સરળતા રહે છે અને દંડથી બચી શકાય છે. હાલ તો હાઇ-વે પર પણ ચાલુ ગાડીમાંથી થુકવા જવાના કારણે અનેક આકમિક બનાવો બન્યા છે તેવુ સામે આવી રહ્યુ છે. જો આ ગ્લાસ ગાડીમા હશે તો બહાર થુક્વાની આવશ્યકતા નહિ રહે અને આકસ્મિક ઘટનાઓ થી પણ રક્ષણ મેળવી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.