ચોમાસા ની ઋતુ આવવા પહેલા જ આ મંદિર ની છત થી ટપકવા લાગે છે પાણી, ૫ થી ૭ દિવસમા જ થવા લાગે છે વરસાદ

ઉત્તરપ્રદેશ ના કાનપુર મા આવેલી એક એવુ મંદિર છે કે જે ચોમાસા ની અગાવ જ આગાહી કરે છે. આ મંદિર નુ નામ પદ્મનાભ મંદિર છે અને એક પ્રાચીન મંદિર છે. કાનપુર થી લગભગ ૪૦ કિ.મી દૂર બેહતા બુર્જુગ મા પદ્મનાભ સ્વામી નુ આ મંદિર આવેલુ છે. આ મંદિર ના પુજારીઓ ના જણાવ્યા પ્રમાણે ચોમાસા આવતા અગાવ આ મંદિર ની છત માથી પાણી ટપકવા નુ શરૂ થાય છે. પૂજારીઓ ના જણાવ્યા પ્રમાણે ચોમાસા ની શરૂઆત પહેલા જ પાણી ના ટીપા મંદિર ની છત ઉપર થી ટપકવાનુ શરૂ કરે છે અને ટીપાં ટપકતા ના ૫ થી ૭ દિવસમા વરસવા નુ શરૂ કરે છે.

માત્ર આટલુ જ નહીં, મંદિર ની છત પર થી ટપકતા ટીપા થી ચોમાસુ કેવું રહેશે અને ચોમાસા મા કેટલી ઝડપે વરસાદ વરસશે તે અંગે નો પણ ખ્યાલ આપે છે. મંદિર ના પૂજારી કે.પી.શુકલા ના કહ્યા પ્રમાણે આ મંદિર ભગવાન જગન્નાથનુ છે અને તેની છત પર ચોમાસા ના પથ્થર છે. જો પથ્થર માથી વધુ ટીપા ટપકે તો વધુ વરસાદ અને ઓછા ટીપાં ટપકે તો ઓછો વરસાદ પડે છે. આ મંદિર ના બાંધકામ વખતે તેની કાળજી લેવામા આવી હશે જેથી જ આ મંદિર મા વરસાદ પૂર્વે જ પાણી ટપકવા નુ શરૂ કરે. જે પથ્થર થી પાણીની ટીપા આવે છે તેને ચોમાસુ પથ્થર કહેવામા આવે છે, જે મંદિરના ગર્ભગૃહ ની છત પર સ્થાપિત થયેલ છે.

આ મંદિર એક હજાર વર્ષ જૂનુ છે

ભારત નુ આ આશ્ચર્યજનક મંદિર એક હજાર વર્ષ અગાવ બનાવવામા આવ્યુ હતું. આ મંદિર ખૂબ જ સુંદર રીતે તૈયાર કરવામા આવ્યું છે અને તેની દિવાલો ૧૫ ફૂટ પહોળી છે. લખનૌ ના પુરાતત્ત્વીય સર્વેક્ષણ ના વરિષ્ઠ સીએ મનોજ વર્મા ના જણાવ્યા મુજબ આ મંદિર ઘણીવાર તૂટી ગયુ છે અને ફરી તેને બનાવવામા આવ્યું છે. આ મંદિર ૯મી કે ૧૦મી સદી ની આજુબાજુ બનાવવામા આવ્યું હતુ. મંદિર બનાવવા માટે ચૂના ના પત્થરો નો ઉપયોગ કરવામા આવ્યો છે.

આ મંદિર ની દિવાલ માથી પાણી કેમ આવે છે તેના માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું છે અને આ સંશોધન પ્રમાણે વરસાદ પડે તે પહેલા જ વાતાવરણ મા ભેજ નું પ્રમાણ વધવા લાગે છે અને આ ભેજ ને લીધે ચૂનો વાતાવરણ માથી ભેજ મળે છે. આ ભેજ જયારે પત્થર સુધી પહોંચે છે અને પાણી ના ટીપાં સ્વરૂપે પથ્થર માથી ટપકવાનુ શરૂ કરે છે.

આ મંદિર ત્રણ ભાગો મા વહેંચાયેલું છે

આ મંદિર ત્રણ ભાગોમા વિભાજીત કરેલુ છે અને મંદિરમા ભગવાન વિષ્ણુના ૨૪ અવતારો ની પ્રતિમા સ્થાપિત છે. આ મંદિરમા પદ્મનાભ સ્વામી ની પૂજા કરવામા આવે છે. પદ્મનાભ મંદિર કોણે બનાવ્યું તે અંગે મતભેદો ચાલુ છે અને કોઈને પણ તેના વિશે ની સચોટ માહિતી નથી. ઘણા સમય થી આ મંદિર મા મૂર્તિ ને લગતા મતભેદો છે. ખરેખર મંદિરમા પ્રવેશ કરતી વખતે દક્ષિણમા વિશેષ મૂર્તિ રાખવામાં આવી છે. જેને ઘણા લોકો ભગવાન વિષ્ણુ ની પ્રતિમા માને છે તો ઘણા ભગવાન શિવ ની મૂર્તિ કહે છે. એવું માનવામા આવે છે કે આ પ્રતિમા બે હજાર વર્ષ જૂની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.