ચીકુ ખાવાના છે અનેક ફાયદાઓ, જે જાણીને તમે પણ રહી જશો દંગ

મિત્રો આપની આસ પાસ અનેક પ્રકારના ફળ મળી આવે છે. જેમાં દરેક રૂતુ માં આરામ થી મળી આવતું ફળ ચીકુ છે. તે ખાવામાં ખૂબ સ્વાદિષ્ઠ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીર માં અનેક પ્રકારના ફાયદા થાઈ છે. ચીકુ માટેનો બેસ્ટ સમય ભોજન પછી નો છે. આ ફળમાં ૭૧ ટકા પાણી, ૧.૫ ટકા પ્રોટીન, ૧.૫ ટકા ચરબી અને ૨૫.૫ ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. આ ઉપરાત તેમાં વિટામીન A અને C પણ મળી આવે છે. અલબત તેમાં ૧૪ ટકા સાકર અને ફોસ્ફરસ પણ ઘણા પ્રમાણમાં હોય છે. તેનું સેવન એક અમ્રુત સમાન છે.

ચીકુ ખાવાના ફાયદાઓ
આંખોની તકલીફમાંથી છુટકારો મેળવવા માટે શરીર માં પૂરતા પ્રમાણ માં વિટામીન એ હોવું જરૂરી છે જે આ ફળ માથી આરામ થી મળી આવે છે. તમારાબાળકોને ખવડાવો ચીકુ તો ચશ્માંથી બચવી શકશો તમારા બાળકને. તેની અંદર ખૂબ પ્રમાણ માં કેલ્શિયમ ફોસ્ફરસ અને આયરન મળી આવે છે જે હાડકા માટે પણ ખુબ ફાયદાકારક હોય છે. જેથી તેના સેવન કરવાથી શરીરના હાડકા મજબુત અને વધે પણ છે.

અમુક બીમારી ખૂબ ગંભીર હોય છે જેમ કે કેન્સર, આવો ગંભીર બીમારીથી બચવા માટે પણ ચીકુનું સેવન ઉત્તમ છે. કારણ કે તેમાં એન્ટીઓક્સીડેંટ, ફાઈબર અને બીજા પોષક તત્વનીસાથે વિટામીન એ અને સી પણ હોય છે. જે મોઢાના કેન્સરથીબચાવે છે. જે મહિલા ગર્ભવતી હોય તેણે ખાસ ચીકુ ખાવા જોઈએ કારણ કે તેમાથી નબળાઈ, ઉલટી કે પછી ચક્કર જેવી તકલીફ ઉત્પન થતી નથી. તેનું કારણ એ છે કે તેમાં વધુપ્રમાણમાં પોષક તત્વ અને કાર્બોહાઈડ્રેટ મળી આવે છે.

આ ઉપરાત ચીકુ થી શરીરમાંથતા લોહીને નુકશાનીથી પણ બચી શકાઈ છે. માટેજ ચીકુ દ્વારા પાઇલ્સ અને ઈજા પણ જલ્દીસારા થઈ જતાં હોય છે. અને તેના બીજને વાટીને તેને કીડાના કરડવાની જગ્યાએ પણલગાવી શકાય છે. તેનાથી તમને ઘણી રાહત મળે છે. હરસ મસાથી બચવા ખાઓ ચીકુ. અમુક લોકો ને વારંવાર કફની સમસ્યા થતી હોય છે. પણ આ ફળ નું નિયમિત સેવન આ સમસ્યા ને પણ દૂર કરે છે કારણ કે તેમાં એક જોરદાર તત્વ હોય છે જેનાથી શ્વસન તંત્ર ની અંદર થી કફ ને દૂર કરે છે અને તેણે પૂરતો રાહત આપે છે.

આપણ સૌ જાણીએ છીએ કે પથરીનું દર્દ ખૂબ ભયાનક હોય છે. પણ આ પ્રકારના દર માટે પણ આ ફળ ખુબજ સારા છે. અને તેની અંદર વજન ઓછો કરવાનો પણ એક મહત્વનો ગુણ રહેલો છે. તે મગજની તંત્રિકાઓને પણ શાંત અને તનાવને ઓછો કરવામાંમદદ કરે છે. તેમાં ભરપૂર માત્ર માં એન્ટીઓક્સીડેંટ મળી આવે છે. જેમાં કારણે તમારા શરીર પર વધી રહેલી ઉંમર દેખાતી નથી. કારણ કે તે ફ્રી રેડીકલ્સને ખલાશકરી નાખે છે. આ ઉપરાંત તે કરચલી પણ ઓછી કરવામાં મદદ કરે છે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.