ચાણક્યનીતિ અનુસાર લગ્ન કરતા પહેલા જાણી લો યુવતીની આ ૩ વાતો નહીંતર પાછળથી પડશે ભારે

મિત્રો, આચાર્ય ચાણક્ય એ એક પ્રખર અર્થશાસ્ત્રી તેમજ રાજનીતિજ્ઞ શાસ્ત્ર ના વિદ્વાન હોવા ની સાથોસાથ એક મહાન દૂરદર્શી પણ હતા. ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બની શક્યા તે પાછળ આચાર્ય ચાણક્ય નો મહત્વપૂર્ણ ફાળો હતો. ચાણક્ય નીતિ નામ નો પૌરાણિક ગ્રંથ હાલ વર્તમાન સમય મા પણ સૌથી વધુ પ્રાસંગિક છે.

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિ નામ ના પૌરાણિક ગ્રંથ મા મનુષ્ય ના જીવન અંગે ના તમામ પડાવો વિશે વિગતવાર જણાવ્યું છે. ચાણક્ય નીતિ મા આચાર્ય ચાણક્યએ સારા જીવનસાથી અંગે પણ જણાવ્યું છે. તો ચાલો આજે આપણે આ લેખ મા ચાણક્ય નીતિ મુજબ એક સારા જીવનસાથી મા કયા-કયા ગુણ હોવા આવશ્યક છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. એક સારા એવા જીવનસાથી મા નીચે મુજબ ના ગુણ હોવા આવશ્યક છે તો ચાલો જાણીએ કયા-કયા છે આ ગુણો.

દરેક વ્યક્તિ નું આદર સમ્માન કરવું :

એક સારું જીવનસંગાથી દરેક વ્યક્તિ ભલે પછી તે ગરીબ હોય કે શ્રીમંત , ઉંમર મા તેના થી નાની વય નુ હોય અથવા તો મોટી વય સવ નુ માન-સમ્માન આપનારું હોવું જોઇએ. ચાણક્ય નીતિ મુજબ સારો જીવનસંગથી હંમેશા તેના થી મોટી વય ના લોકો પ્રત્યે આદર અને સત્કાર નો ભાવ રાખે છે.

ધાર્મિક પ્રવૃતિ તરફ મન ને વાળવું :

ચાણક્ય નીતિ મુજબ વિવાહ પૂર્વે તમારે તમારા જીવન સંગાથી અંગે આ વાત નો અવશ્યપણે ખ્યાલ હોવો જોઇએ કે તે ધર્મ થી લગતી બાબતો પ્રત્યે વિશ્વાસ ધરાવે છે કે નહીં. ધર્મ મા માનનારો વ્યક્તિ હંમેશા પોતાના માટે તથા બીજા ના માટે સારું જ વિચારે છે. ધર્મ મા અતૂટ વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ જીવન મા ક્યારેય પણ હાર માનતા નથી.

જીવનસાથી મા ધૈર્ય ની લાગણી હોવી જોઈએ :

ચાણક્ય નીતિ મુજબ માનવ જીવન મા ધીરજ હોવું એ સૌથી વધુ આવશ્યક છે. એક સારા જીવનસંગાથી મા ધીરજ ના ગુણ હોવા આવશ્યક માનવામાં આવે છે. જે સ્ત્રી કે પુરુષ કઠિન સમય મા પણ તેના જીવન સાથી સાથે ઉભા રહે છે તો તેના જીવન મા ક્યારેય પણ સમસ્યા ઉદ્ભવતી નથી અને તેમનું જીવન શાંતિમય તથા સુખમયી રીતે વ્યતીત થાય.

જો મિત્રો આ હતી અમુક એવી બાબતો કે જે દરેક માનવીએ પોતાના જીવનસંગાથી ની પસંદગી કરતા સમયે ધ્યાન રાખવી જોઈએ. જો તમારા જીવનસંગાથી મા પણ ચાણક્યનીતિ મુજબ ના આ ગુણો હશે તો તમને સુખી ‌ને સફળ જીવન વ્યતીત કરવાથી કોઈપણ રોકી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.