ચાંદી ના સિક્કા અને આંબા ના પાંચ પાન બનાવશે પૈસાદાર, માતા લક્ષ્મી નો આ અદભૂત ઉપાય

ધન ની જરૂર દરેક વ્યક્તિ ને હોય છે. કોઈપણ માણસ ભલે તે કહે કે મને પૈસા નો મોહ નથી પરંતુ જ્યારે પૈસા આવે છે ત્યારે દરેક ને સારો જ લાગે છે. આજ ની આ મોંઘવારી મા પૈસા ખૂબ જ જરૂરી બની ગયા છે. ધન પ્રાપ્તિ માટે વ્યક્તિ ને મહેનત અને લગન ની સાથોસાથ ભાગ્ય ની પણ જરૂરત હોય છે. તમારું ભાગ્ય જેટલું પ્રબળ હોય એટલું જલ્દી અને સરળતા થી પૈસા મળી જશે. હિન્દુ ધર્મ માતા લક્ષ્મી ને ધન ની દેવી માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે જો માણસ માતા ને પ્રસન્ન કરી લે તો તેને ધન ની ક્યારેય અછત રહેતી નથી.

નિયમિત લાખો લોકો માતા લક્ષ્મી પાસે ધન માટે પ્રાર્થના કરે છે. એવામા જો તમે જલ્દી તમારી ઈચ્છા પૂરી કરવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરવા. આજે અમે તમને માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે અને જલ્દી ધનવાન બનવાના ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈ આ ઉપાય ક્યારે અને કેવી રીતે કરવા જોઈએ. શુક્રવારે સવાર ના નિત્યક્રમ બાદ સ્નાન કરી પીળા કલરના કપડા પેહરવા. આ બાદ માતા લક્ષ્મી ની સામે એક લાલ કપડા ના આસન પાથરવુ. ત્યારબાદ ઉપર પાંચ આંબા ના પાન ની સાથે જ એક ચાંદી નો સિક્કો ત્યાં રાખવો.

જો તમારી પાસે ચાંદી નો સિક્કો ન હોય તો સામાન્ય સિક્કો પણ ઉપયોગ કરી શકો છો. હવે માતા લક્ષ્મી ની સામે ઘી નો એક દીવો પ્રગટાવવો અને આરતી કરવી, હાથ જોડી માતા ને તમારી સમસ્યા અથવા તો મનોકામના જણાવવી. હવે એક કાળા રંગ નો દોરો લેવો અને તેની અંદર આંબા ના પાંચ પાન પરોવી દેવા. દરેક પાન પરોવતા સમયે તમારે એક મંત્ર બોલવાનો છે એટલે કે આ મંત્ર ૫ વખત બોલવાનો રહેશે. આ મંત્ર આ પ્રકારે છે. – महालक्ष्मी च विद्महे, विष्णुपत्नी च धीमहि, तन्नो लक्ष्मी: प्रचोदयात्।

હવે આ આંબા ના પાન ના તોરણ ને તમે તમારા ઘર ના દરવાજા ની ઉપર લટકાવી શકો છો. એને ત્યાં ઓછામા ઓછુ એક અઠવાડિયુ એટલે કે આ શુક્રવાર થી બીજા શુક્રવાર સુધી ટાંગી રાખવુ. એના થી તમારા ઘર મા સકારાત્મક ઊર્જા નો વાસ રહેશે અને નેગેટિવ ઉર્જા નો નાશ થઈ જશે. એની સાથે જ માતા લક્ષ્મી પણ તમારા ઘર મા પ્રવેશ કરવા માટે આકર્ષિત થશે.

તમારી પૂજા મા જો તમે ચાંદી નો સિક્કો રાખ્યો હતો. તે તમે લાલ કપડામા બાંધી ને તમારા ઘર ની તિજોરીમા રાખી દો. એના થી તમારા ઘરે ધન ની આવક ધીરે-ધીરે વધવા લાગશે અને સાથે જ ઘર ના ખોટા ખર્ચા પણ બંધ થઈ જશે. આ ઉપાય તમને ધીરે-ધીરે ધનવાન બનાવી દેશે. આ ઉપાય એક મહિના મા ઓછામા ઓછુ એકવાર જરૂર કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.